પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

શુભેચ્છાઓ અપરંપાર.. November 8, 2007

નવું વરસ..નવા સંકલ્પો..નવી શુભેચ્છાઓ
નેટવિશ્વ છલકતું રહે..છલકાવતું રહે
સૌને અંતરની શુભેચ્છાઓ સાથે
દીપોત્સવીની ..નવા વરસની સ્નેહભીની વધાઇ.

આજે નવા નામોથી છલકયું છે નેટવિશ્વ.
સ્વાગત..શુભેચ્છાઓ સૌને દિલની …
ફલો ફૂલો..પ્રગતિપંથે આગે બઢો
હમ સબ સાથ સાથ હૈ…

એસ.વી.ના સંમેલનમાં અમે સંકળાણા..
વાતચીતથી તો સૌ હમેશા છલકાણા
સુરેશદાદાની અંતરની વાણીથી હરખાણા
સ્નેહના અનોખા બંધનથી લો, અમે મલકાણા.

રીડ ગુજરાતી છે આત્મા નેટ જગત કેરો
ડોકટર સાહેબને શ્વાસમાં જોઇએ શબ્દો
ધવલના લયસ્તરોનું કામ સૌથી મજાનું
પુસ્ત્તકાલય ની સેવા બની રહી ન્યારી

ગુજરાતી લેક્સિકોન તો છે શબ્દોનો ભંડાર
વિશાલ ની ગઝલો રણકાવે નેટવિશ્વને
ઉર્મિનો સાગર તો રહે સદા ઘૂઘવતો
ગદ્ય હો કે હો પદ્ય..સર્જન સૌનું સહિયારું.

શ્રીજી કે સૂર સરગમનું સ્થાન નિરાળુ
નીલેશનું જામનગર તો મારું સદા પ્યારું

હાસ્યદરબાર તો મોંઘેરી મૂડી નેટ વિશ્વકેરી.
શિવશિવા તો કરાવી રહે ઝાંખી કૈલાસની
ટહુકાનો ટહુકાર તો ગૂંજી રહેતો હરદમ
અમીઝરણું તો રહે કલકલ કરતું વહેતું

વિજયભાઇનું ચિંતનજગત પ્રેરણાની પરબ
શાણીવાણી, નેટગુર્જરીશીખડાવે છંદ સૌને પ્રેમે
ગુજરાતીપ્રતિભા કરાવે સૌનો પરિચય ન્યારો
સિધ્ધાર્થનું મન માં મહાલતા ન કદી થાકીએ

હરીશભાઇ નો મધુ સંચય મધ જેવો મીઠો
સાહિત્યસરિતા તો હ્યુસ્ટનમાં રહે સદા વહેતી
નારાજથી ન કોઇ કદી થાય નારાજ.
જયદીપનું જગત કેમ ભૂલી શકાય ?

પીન્કી, મંથન,સર્જિત,ભાવિન,નીતા સૌને આવકાર
શૈલ્ય,ગૂંજન,નેહા,પ્રીતિ,કવિ સૌનો છે સત્કાર
રીડ સેતુ તો મારો પોતાનો..ગાણા એના ન હોય
સૌ સાથે પહોંચીશું કદી પરમ સમીપે ?

ભૂલ ચુક સૌ ભૂલી જજો..બોલ્યુ ચાલ્યુ સૌ માફ.
આજના ખાતા બંધ..કાલની વાતો કાલે.
સૌને મુબારક…નવા વરસની નવી વધાઇ
રખે માનતા..આને કોરો વહેવાર..!!

તા.ક. આ કાવ્ય નથી. છંદ શોધશો નહીં. આ ફકત તાત્કાલિક લખાયેલ શુભેચ્છાઓ છે.