ગમતી પંક્તિઓ…

ખુલ્લી પડેલ પ્રીતનો અરથ
કળી કળી એ જાણ્યો
શરમની મારી ધરતીએ
કાળી રાતનો ઘૂમટો તાણ્યો.

કંઇ પણ બોલ્યા વિના છૂટા પડયા,
ઉમ્રભર એના પછી પડઘા પડયા.

જાત્રા હોય છે તારી શેરી જવું
અન્યથા ચાલવું છે માત્ર થાકવું.

સમયના હાથમાં મેંદી અમે એમ જ નથી મૂકી
ક્ષણોને પીસવામાં કેટલી તકલીફ વેઠી છે.

પોટાશ જેવો આજનો આ વર્તમાન છે,
ને કમનશીબે આપણી રૂ જેવી જાત છે.

6 Comments

  1. 1

    સમયના હાથમાં મેંદી અમે એમ જ નથી મૂકી
    ક્ષણોને પીસવામાં કેટલી તકલીફ વેઠી છે.

    સરસ રચના, મનભાવક,હૃદય -ભાવક -આભાર

  2. 2
    atuljaniagantuk Says:

    Fentastic !

  3. 3
    ramesh shah Says:

    Nice collection

  4. 4
    shivshiva Says:

    જાત્રા હોય છે તારી શેરી જવું
    અન્યથા ચાલવું છે માત્ર થાકવું.

    સાચી વાત છે. શ્રદ્ધા વગરની યાત્રાનું પરિણામ એટલે કારણ વગરનું થાકવું.

  5. 5
    manvant Says:

    xanone pisvama ketli takleef vethi chhe !
    Wah kavi !

  6. 6
    Dhaval Navaneet Says:

    પોટાશ જેવો આજનો આ વર્તમાન છે,
    ને કમનશીબે આપણી રૂ જેવી જાત છે
    vishesh anubhav ……….abhar

RSS Feed for this entry

Leave a Comment