પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ગમતી પંક્તિઓ… November 6, 2007

ખુલ્લી પડેલ પ્રીતનો અરથ
કળી કળી એ જાણ્યો
શરમની મારી ધરતીએ
કાળી રાતનો ઘૂમટો તાણ્યો.

કંઇ પણ બોલ્યા વિના છૂટા પડયા,
ઉમ્રભર એના પછી પડઘા પડયા.

જાત્રા હોય છે તારી શેરી જવું
અન્યથા ચાલવું છે માત્ર થાકવું.

સમયના હાથમાં મેંદી અમે એમ જ નથી મૂકી
ક્ષણોને પીસવામાં કેટલી તકલીફ વેઠી છે.

પોટાશ જેવો આજનો આ વર્તમાન છે,
ને કમનશીબે આપણી રૂ જેવી જાત છે.

 

આજની ખાટી મીઠી… November 6, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:39 am

જયારે વકતા કહે,” તો હવે છેલ્લે મારે એટલું જ કહેવાનું કે… ” ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.!