ગમતી પંક્તિઓ..

ચાંદ સૂરજનું ગ્રહણ
થતું રહે છે એટલે
તારલાની જેમ અમને
જીવવાનું મન થયું.

મુઠ્ઠીભર હૈયુ ને
ખોબાભર પેટ
મુદ્દા તો બે જ
પણ કેટકેટલી વેઠ !

હૈયાના ઝાડવાને
મૂળિયા અનેક
ખોદો તો નીકળે
પરભવમાં ઠેઠ.

રંગ રાતો પાળિયાનો
એટલે થયો
યાદ આવી કોઇના
પાલવની વાર્તા.

ભીતરે થાય આભાસ તારો મને,
ખૂબ ઉંડાણમાં રંગ ગેરૂ હશે.

કયો નડે છે ગ્રહ નજૂમી જોઇ દે
તો કહે તુજને માણસ નડે છે!

7 Comments

  1. 1
    neetakotecha Says:

    મુઠ્ઠીભર હૈયુ ને
    મૂળિયા અનેક
    મુદ્દા તો બે જ
    પણ કેટકેટલી વેઠ !

    કયો નડે છે ગ્રહ નજૂમી જોઇ દે
    તો કહે તુજને માણસ નડે છે!

    ખુબ જ સરસ.

  2. 2

    mithaas thi bharpur,mana halaave naakhe evi kavita

  3. 3
    manvant@aol.com Says:

    વાહ બહેના !

  4. 4
    preeti mehta Says:

    ખુબ જ સરસ છે…..

  5. 5
    manvant Says:

    saa lll Mubarak Baena !

  6. 6
    manvant@aol.com Says:

    હૈયાના ઝાડવાને મુળિયાં અનેક,
    ખોદો તો નીકળે પરભવમાં………….ઠેઠ.
    ક્યા કલમ હૈ !

  7. 7
    bimal Says:

    vah……………..maja aavi……..


RSS Feed for this entry

Leave a Comment