ગમતી પંક્તિઓ..
November 4, 2007ચાંદ સૂરજનું ગ્રહણ
થતું રહે છે એટલે
તારલાની જેમ અમને
જીવવાનું મન થયું.
મુઠ્ઠીભર હૈયુ ને
ખોબાભર પેટ
મુદ્દા તો બે જ
પણ કેટકેટલી વેઠ !
હૈયાના ઝાડવાને
મૂળિયા અનેક
ખોદો તો નીકળે
પરભવમાં ઠેઠ.
રંગ રાતો પાળિયાનો
એટલે થયો
યાદ આવી કોઇના
પાલવની વાર્તા.
ભીતરે થાય આભાસ તારો મને,
ખૂબ ઉંડાણમાં રંગ ગેરૂ હશે.
કયો નડે છે ગ્રહ નજૂમી જોઇ દે
તો કહે તુજને માણસ નડે છે!
