રત્નકણિકાઓ…

માણસ ધર્મ માટે લડશે,લખશે,તેને માટે મરશે..પણ તેને માટે જીવશે નહીં.

આપણે જેટલું વધારે કામ કરીએ તેટલી વધુ કામ કરવાની શક્તિ આપણામાં આવે.અને આપણે જેટલા વધુ કાર્યશીલ થઇએ તેટલો વધુ આરામ મળે છે.

હાલ તુરત જે નાના કામ તમારી સામે આવ્યા હોય તે શરૂ કરો.પછી મોટા કામો જાતે તમને શોધતા આવશે.

દરેક કાર્યને માટે સમય હોય છે.અને દરેક સમયને માટે કાર્ય….બાઇબલ

કોઇ પણ માણસ સાવ ન ગમે એવું તો કેમ બને?માણસ સામે મતભેદ હોઇ શકે.પણ એ વાંધાવચકાને એનેસ્થેશિયા આપતા આવડવું જોઇએ.પૂર્ણતા તરફ જવાનો રસ્તો એક જ..બીજાની અપૂર્ણતા તરફ આંખમીંચામણા કરવા અને પોતાની અપૂર્ણતા તરફ ધ્યાનબહેરા ન રહેવું,સારામાં સારા માણસમાં પણ કયાંક કોઇક ઓછપ હોય જ છે.અને ખરાબમાં ખરાબ માણસમાં પણ કયાંક કોઇ સારું તત્વ હોય જ છે.જરૂર છે..એક શોધી કાઢવાની..અને બીજા ને અણદેખી કરવાની.

એકલી શ્રધ્ધા વડે બહું ઓછું સિધ્ધ કરી શકાય છે.પણ સાવ શ્રધ્ધા વિના તો કશું સિધ્ધ નથી થતું.

8 Comments

  1. 1
    atuljaniagantuk Says:

    Good thoughts. Good to read – hard to apply. Let us try to apply. I am trying to start. Please wish me all the best.

  2. 2

    no need of wishing. yr will power will help u..not only u..but to all of us.

    hit at the top ,boys…અને બધી વાતનો અમલ કદાચ અન કરી શકાય તો પણ શું ? એક ડગલુ આગળ વધી શકાય તો પણ ઘણુ.. આકાશ તરફ નિશાન તાકીએ તો ઉંચા વૃક્ષની ટોચે તો જરૂર પહોંચે ને
    i am also trying and trying..dont know how much…
    anyway…all the best

  3. 3
    neetakotecha Says:

    નીલમ બેન આપની વાત એકદમ માન્ય છે.
    ધર્મ માટે સાચ્ચે જ કોઇ નથી જીવતુ.
    અને એના દાખલા હુ તમને નીરાંતે આપીશ.
    ક જે જોઇને કાંઇ કરવાની ઇછ્છા જ નથી થાતી.

    દરેક કાર્ય ને માટે સમય હોય છે અને દરેક સમય માટે કાર્ય.
    એ પન હુ માનુ છુ.

    પણ ત્રીજી વાત માટે મને કહો કે કોઇ લોકો માટે જો લગુતા ગ્રન્થી બંધાઈ ગઈ હોય તો એની કાંઇ દવા છે.
    ક્યારેક પોતાનાં વિચારો ને લિધે સચ્ચે પોતાને જ બહુ તકલિફ થાય છે .
    પણ મન જીદ્દી છે .
    એ કોઇ નુ માનવા તૈયાર જ નથી.

  4. 4

    નીતાબહેન, એક વાત કહું ? જે સૂતા હોય તેને જગાડી શકાય..પરંતુ જાગતાને કોઇ જગાડી શકે ખરું ? તમે બધુ સમજો જ છો….જેથી સમજાવવાની કદાચ જરૂર નથી જ. બસ..જરૂર છે થોડા પોઝીટીવ વલણની. આગ્રહો છોડવાની..સંપૂર્ણ ન છોડી શકાય..તો પણ પ્રામાણિક પ્રયત્ન કર્યાનો નો સંતોષ તો મળશે જ ..અને એજ અંતે મદદરૂપ થશે.

    બાકી તો ખુદનો ભરોસો હોય નહીં
    એને ખુદાનો ભરોસો નકામો..

    મન માનશે..જરૂર માનશે..
    તમારી આટલી જાગૃતિ છે..એ જ બહુ મોટી વાત છે.

  5. 5
    neetakotecha Says:

    કોશિષ વર્ષો થી ચાલુ છે અને ચાલુ જ રહેશે.

    આપનો ખુબ ખુબ આભાર.

  6. 6
    manvant Says:

    મનુષ્ય પ્રયત્ન……ઇશ્વર કૃપા !
    યત્ને કૃતે યદિ ન સિધ્યતિ કો અત્ર દોષ: ?

  7. 7

    મોટાભાઇ, આભાર..આપની કોમેન્ટો પ્રેરક બળ બની રહે છે.

  8. 8

    કોઈ પણ વ્યક્તિ ખરાબ નથી હોતી. માત્ર આપણી દૃષ્ટિનો તફાવત છે.
    સારા વિચારો અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવો એ જ જીવનને સફળ
    બનાવવાની ચાવી છે.
    નિલમબેન, ‘રત્નકણિકા’ ખૂબ સરસ લાગેછે.


RSS Feed for this entry

Leave a Comment