ઘણાં માણસો એટલા બધા પરોપકારી હોય છે કે મદદ ન જોઇતી હોય તેને પણ મદદ કરી જ નાખે. જાણે માંડ કોઇ બલિનો બકરો હાથમાં આવ્યો. તેના ઉત્સાહને બ્રેક હોય જ નહીં. ને બ્રેક વિનાની ગાડી થી બચવું કંઇ આસાન થોડુ છે ? એ તો હડફેટમાં આવનાર કોઇને પણ….
આ બાબુભાઇ બોખીરીયા પણ આવા જ ઉત્સાહી..પરોપકારી, પરદુ:ખભંજન જીવ. કોઇ પણ ને મદદ કરવાનો તેમને ભારે ચસ્કો.. એ તેનો એક્માત્ર શોખ..તેમના બે ચાર કિસ્સાની હું સાક્ષી હોવાથી અમે તેમનાથી બચીને રહેવાનો પરમ પુરુષાર્થ કરતા રહીએ છીએ. જોકે છતાં કયારેક….
કોઇ જરાક માંદુ પડે એટલે તરત એમને ઘેર પહોંચી જાય.જરાક શરદી ઉધરસ થયા હોય..તો યે એમની પાસે જઇ ને બે કલાક ટી.બી.કે અસ્થમા અને કેન્સર થી લઇ ને એઇડસ સુધીના રોગનું વિગતવાર વર્ણન કરી આવે.સલાહ સૂચનાઓ નો તો તેમની પાસે વણખૂટયો ખજાનો!!
અને પાછા પરોપકારી એવા કે કોઇ ને એ ખજાનાથી વંચિત ન જ રાખે.!! તેમને સામેથી આવતા જોઇને ભલભલા રસ્તો બદલાવી નાખે.હમણાં એકાદ સોનેરી સલાહ સૂચના ફ્ટકારી દેશે..તે ડર સૌને લાગે.અને સલાહો યે પાછી કેવી વિગતવાર ! પોતાના અનુભવો સાથે સાથે અખૂટ રસદર્શન કરાવવાનું પણ ન જ ચૂકે. અને જતા જતા પાછા કહે પણ ખરા ! ”ભાઇ, સોરી હો ! આજે જરા ઉતાવળ છે…કાલ ,પરમદિવસે નિરાંતે તમારે ઘેર આવી ને વિગતવાર સમજાવીશ.
અનુભવ તો ભઇ મોટી ખાણ છે.!! અને જ્ઞાન તો આપવાથી વધે..એમ માનતા બાબુભાઇ પાસે હવે તો વધી વધીને જ્ઞાન નો ભંડાર થઇ ગયો હતો ! આપણે ભલે ને મનમાં કહીએ કે મારા બાપલા ! મને એ વહેચણીમાંથી બાકાત રાખને ! પણ મોઢે કહેવાની હિમત જો કરી તો….તો નવી પેઢી વિષે એકાદ બીજુ લેક્ચર સાંભળવું જ પડે ! આપણે તો બસ એટલું જ કરી શકીએ..પ્રતીક્ષા ! એમના મૌન થવાની પ્રતીક્ષા! બાકી રીમોટ તો આપણી પાસે છે નહીં કે આપણે છાનામાના સ્વીચ દાબી દઇ શકીએ !
આવા બાબુભાઇએ એકવાર જલારામબાપાની ચોપડીમાં વાંચ્યું કે તેમણે પોતાની પત્ની એક સાધુમહારાજ ને દાન માં દઇ દીધી હતી.!!! બસ…બાબુભાઇને થયું કે…દાનમાં દેવી તો પત્ની જ દેવી!!! પત્નીદાન જેવું બીજુ કોઇ ઉત્તમ દાન નથી!!તેને થયું કે હું જલારામ બાપાનો ખાસ ભક્ત!! અને એને ચીલે ન ચાલું તો મારું જીવન નકામું કહેવાય!!!( એ દાન ..લેનારનું જીવન નકામુ થઇ જાય..તેનો વાંધો નહીં!!!)
એમાં એકવાર મંદિરના નિર્માણ માટે તેમની પાસે કોઇ ફંડફાળો ઉઘરાવવા આવ્યું.તેમને તો જાણે સુવર્ણાવસર મળ્યો… ”લખો મારો ફાળો: …પત્ની નંગ એક….સાજી સારી..અખંડ…
ફાળૉ ઉઘરાવનાર ભાગી ગયો..મારે એક પણ નથી સચવાતી ત્યાં……
પછી તો તેમણે રીતસરની ઝૂંબેશ ઉપાડી…પત્નીનું દાન કયાં સ્વીકારાય છે..તે શોધવાની ખૂબ મહેનત કરી.કોઇ કોમ્પ્યુટર ના રસિયાએ વળી સલાહ આપી,”ગૂગલમાં નાખી ને શોધો,,,કોઇ વેબસાઇટ કદાચ મળી આવે…!!!”
બાબુભાઇએ તો પત્નીદાન માટેની સાઇટ શોધવાની ખૂબ મહેનત કરી.પણ ..એમાં એને બિચારાને કોઇ સમજણ ન પડી કે ગુગલ ચકરી ખાઇ ગયું!!! પણ એમાં યે એમની અદભૂત ઇચ્છા પૂરી ન થઇ.અને જાણીતા માંથી યે કોઇ આ દાન સ્વીકારવા રાજી ન થયું!!(અલબત આ દાન દેવાની તત્પરતા ઘણાં એ બતાવી !!!)
હવે?હવે કરવું શું?શું જલારામ બાપા જેવા ભકત થવાની પોતાની ઇચ્છા અધૂરી જ રહેશે કે શું? પણ..ત્યાં બાબુભાઇએ કયાંક ગુપ્ત દાન વિષે વાંચ્યું.અને તેને થયું કે બસ…દાન કરવું તો ગુપ્ત જ કરવું!! દાનની પ્રસિધ્ધિના વળી ધખારા…અભિમાન શા ? જમણા હાથે આપીએ તો ડાવા હાથને યે ખબર ન પડવી જોઇએ!!પોતે આવડા જ્ઞાની થઇ ને ગુપ્ત દાન નો મહિમા કેમ ભૂલી ગયા?અને એટલે જ વેબસાઇટ પર એની માહિતી ન મળી!!બધાએ પત્નીના ગુપ્ત દાન જ કર્યા હશે!!!!
અને હવે બાબુભાઇ સજોડે ઉપડયા…પ્રસિધ્ધ યાત્રાધામની મુલાકાતે !! અને ત્યાં ભગવાનની સામે પત્ની સાથે ઉભી…હાથ જૉડી,…મનોમન પત્ની અર્પણ કરી..પ્રાર્થના કરી..દાનની પહોચ સુધ્ધાં લેવાની આંકાક્ષા રાખ્યા વિના…કોઇને યે….. ડાબા કે જમણા હાથ ને તો શું ખુદ પત્ની ને યે ખબર ન પડે તેમ ..ધીમેથી ત્યાંથી સરકી ગયા! હવે ઇશ્વર સ્વીકારી લેશે આવી અનુપમ ભેટ!!!(હવે ઇશ્વર જાણે ને એની ભેટ જાણે!!!આપી દીધા પછી તેની સામે થોડુ જોવાય?)
અને પરમ સંતોષ પામતા બાબુભાઇ પોતાને જલારામબાપાની કક્ષાના ગણી ને જીવનની સાર્થકતા અનુભવી રહ્યા!!!પણ ..એ સાર્થકતા એકાદ દિવસ માંડ ટકી શકી!!કેમકે બીજે જે દિવસે પત્ની બચીબેન ઘેર પહોચી ગયા. અને..બાબુભાઇ નો ઉધડો લીધો!!!તેનું ચંડિકારૂપ જોઇ ડઘાયેલ બાબુભાઇ પોતાનું ગુપ્ત દાન નિષ્ફળ જવાથી કંઇ ન બોલવુ જ વધારે સલામત લાગવાથી..જિંદગી માં કદાચ પહેલીવાર કોઇ સલાહ કે સૂચના આપ્યા સિવાય..મૌન બની સૂઇ ગયા.અને ઇશ્વરને ફરિયાદ કરવા લાગ્યા..મનોમન કેમ તેમનું અમૂલ્ય દાન તેમણે ન સ્વીકાર્યું!!! (ઇશ્વરને યે પ્રોબ્લેમ છે કે શું?)
અને આજે યે બાબુભાઇ ના મનમાં એક વસવસો કાયમ માટે રહી ગયો છે કે..પોતાનું પત્નીદાન નિષ્ફળ ગયું!!!જોકે પત્ની માટે એને પ્રેમ તો ખૂબ હતો જ.આ તો જલારામા બાપાના પરમ ભકત હોવાથી તેમને પગલે ચાલવાની અદમ્ય ઇચ્છાથી જ તેમણે પોતાની પ્રિય પત્નીનું દાન આપવાનું નક્કી કરેલ.અને આજે યે જોકે એમની ભાવનામાં કોઇ ફરક નથી જ પડયો!!! આજે યે તેઓ તત્પર છે જ પત્નીદાન કરવા!!!
છે કોઇ દાન સ્વીકારનાર ?
છે કોઇ દાન લેનાર!!!????
nilam doshi

સાચ્ચુ કહુ છુ ખુ હસિયા અમે. અને આમ તો હુ અને મારા વરજી સાથે બેસિને વાંચિયે નહી . પણ જોગા નુ જોગ આજે જ સાથે બેઠા હતા. અને મને તો સમજ જ નહોતી પડતી કે હુ હસુ કે નહી. પણ છેલ્લે કાબુ ન જ રહ્યુ.અને અને અમે હુ પણ જોરથી હસી આજ પડી.
સજોડે હસ્યા એ ખૂબ ગમ્યું.
દાન આપવાની કોઇને પ્રેરણા ન મળી ને ??????
just joking ho..
બહેના ! મને આવું દાન આપવામાંથી મુક્તિ આપશો ?
ઘણી મીઠી ભાષામાં લેખ લખાયો છે.અભિનંદન !
Nilamben, tamari varta vaanchi ne purusho ne patnidan karwani khatarnak prerana malshe to Babubahai ni jem emne pan bhon bhare padi jashe.Superb….very hilarious narration……….
મોટાભાઇ, આપને આ દાન કરવાની જરૂર ભાભી તો અણમોલ છે. અવું દાન બાબુભાઇને જ મુબારક.
ઉષા, આપણા પતિદેવો એવી ભૂલ કરવાની ભૂલ કરે જ નહીં. બરાબર ને ?
આભાર.
babubhai bokhariya is residence of porbandar and politician.