મીટીંગ …હળ્યા…મળ્યા..માણ્યા..જાણ્યા….

મિત્રો,

મળ્યા તેનો ખૂબ આનંદ માણ્યો. ન મળી શકયા તેને યાદ કર્યાનો….

શબ્દોથી કે અવાજથી જેમને ઓળખતા હતા. તેમને રૂબરૂ મળ્યાનો લહાવો માણ્યો. એ અનુભવ ખૂબ સરસ રહ્યો. શ્રી જુગલકાકા,શ્રી હરીશભાઇ દવે જેવા વડીલો નો પરિચય મનને છલકાવી ગયો.
પીન્કી, મીના,જયશ્રી, કોમલ,કવિ, વિવેકભાઇ,સર્જીત,ભાવિન,મંથન,શલ્યભાઇ, ગુંજનભાઇ, વિગેરે બધાની સરળતા અને સહજતાનો પરિચય મેળવી આનંદ..આનંદ.જરાયે અપરિચિત કોઇ ન લાગ્યું.
જુગલકાકાની અણમોલ મહેમાનગીરી માણવાના આનંદ સાથે તેમના ઉદાત સ્વભાવનો પરિચય સોનામાં સુગંધ સમાન રહ્યો.આભાર જુગલકાકા.
મૈત્રી એ તો જીવનની મોંઘ્રી મૂડી છે. બજુ બધું તો થશે અને થતું રહેશે..પણ મૈત્રીની જે અમૂલ્ય સોગાદ નેટ જગતે આપી છે તેનું મહત્વ ઓછુ કેમ આંકી શકાય ? એ મૈત્રી, એ પરિચય સમયની સાથે વધુ પરિપકવ થતાં રહેશે એ આશા અસ્થાને નથી જ ને ?
ખૂબ ખૂબ આભાર સાથે

સુરેશદાદા,ઉર્મિ, ચેતના, નીલાબહેન,નીલેશભાઇ, વિજયભાઇ, વિશ્વદીપભાઇ…વિગેરે …વિગેરે સૌ મિત્રોની ખોટ જરૂર અનુભવી.

17 Comments

  1. 1
    jugalkishor Says:

    આ આનંદ આપણા આવી રહેલા સમયને અને આપણી આવતીકાલની કામગીરીને પણ પરિપ્લાવિત કરી મૂકશે એમાં હવે શંકા નથી.

  2. 2

    ખુબ જ આનંદ થયો કે આપ લોકો મળ્યા અને વિચારોની આપ લે કરી. ગુજરાતી નેટ જગત માટે આ ખુબ જ અગત્યનું પગલું છે.

  3. 3

    તમે બધા મળ્યા એ જાણીને અમને જે આનંદ મળ્યો, એ આનંદ તો તમને ના જ મળ્યો હોં આંટી!! (સાલું આ મનને પણ એવું ઊલટું સમજાવવું તો પડે કે’ની?!! :-D )

    બધા મુલાકાતીઓને આ સુંદર મુલાકાત માટે અભિનંદન… અને અમે બાકી રહી ગયેલાંઓ તો તમારા સૌના ફોટાઓ અને આવું બધું લખેલું વાંચીને બધાને મળ્યાનો આનંદ લઈ લઈશું!
    અને એમ પણ તમે અમને યાદ કર્યા એટલે અમારી સૂક્ષ્મ હાજરી તો પૂરાઈ જ ગઈ ને?!!

    તમારો આનંદ વહેંચવા બદલ આભાર આંટી!

  4. 4
    chetu Says:

    didi, aape amne yaad karyaa emaa j badhu avi gayu…!samosa no test b amne mali gayo ho k..!ane urmi ni vaat ekdm sachi che …man ne ultu samjavi ne khush rahevanu…!pan sache j aap sahu malya ethi pan amne khub j khushi thai chhe..! n u know..atyare hu baaharin airport par chhu…thoda hrs no holt chhe..so thayu k chalo jaldi mitting vishe mahiti medvi laie..!!..london pahochi ne vachu etli b dhiraj na rahi..!pan kahrekhar khub j khushi thai chhe..!..amne mahiti apva badal thanks

  5. 5

    Nilamben, lahaavo chuki gayaanu dukh chhe ane maitribhavnu navu jharaNu vahi rahyu chhe e badal aanand khub khub chhe.

  6. 6
    Sarjeet Says:

    આ દુનિયા બહાર (કે અંદર?) એક સ્વચ્છ, રસિક અને મૈત્રીભાવથી જોનારોની એક દુનિયા છે એ જોઇને હું છક થઇ ગયો. સૌનો આભાર..ખાસ કરીને જુગલકાકા નો.

  7. 7
    Sarjeet Says:

    જોનારાઓની*

  8. 8

    atleast aa vaachi ne ghano anand thayo..

  9. 9
    vijayshah Says:

    abhinandan…
    anand pan thayo ane afasos pan..
    aa amaaru svapn hatu ahi houston khate ..karavaanu…
    anand ke te beejankuran thayu..

  10. 10
    Jugalkishor Says:

    કુણાલ, હવે તો ” મહાસંમેલન થશે જ !” નો નારો પ્રચલીત કરવાનો છે. ગુરગાઁવથી (વાયા નવસારી) અમદાવાદ આવીને ઝંડોય ઉપાડવાનો થશે !! તૈયાર ??

  11. 11

    ekdum ready jugalkaka.. ..

  12. 12
    vijayshah Says:

    કેમ અમને નાત બહાર રાખવાના છે?

    સુરેશ દાદાએ અમિતભાઇએ મૃગેશભાઇએ અને જયશ્રીએ તો આ લગની અમને પણ લગાડી છે પૈસા મળશે તો તમને બધાને અહી બોલવવા છે અહી આપણે મહાસંમેલન ગોઠવશું વૈશ્વિક સ્તરનું બરોબરને ઉર્મિબેન?

  13. 13
    shivshiva Says:

    તમે સહુ મળ્યા અને આનંદ અમે અનુભવીયે છીએ.

  14. 14

    અમે ભલે ન આવ્યા, પણ તમે સૌ રાજી તો અમે યે રાજી. તમારા આનંદમાં અમે અહીં જ આઈસક્રીમ ખાઈને આનંદ માણ્યો.
    પુનીત મહારાજનું એક ભજન યાદ આવી ગયું -

    રાજી, રાજી, રહેજો મારા રણછોડરાયજી ….

    અને ઉમેરું………
    રાજી અમને કરજો વ્હાલા જુગલકીશોરજી!!
    સરદારણી થાજો વ્હાલા પીન્કીબહેનજી.

  15. 15

    Bauj Maja Padi…

  16. 16

    આ જાણી ને ખુબ આનંદ થયો. ગુજરાતી નેટ જગત ને આગળ આવવા માટે આ ઘણુ હેલ્પફુલ સાબિત થશે.

  17. 17

    LET US PLAN A MEETING EVERY YEAR IN AN AGREED PLACE.
    GUJARATI BLOGGERS NEED TO MAKE A FORUM AND START WORKING FOR GUJARATI ON THE GLOBE.

RSS Feed for this entry

Leave a Comment