એક અનુતર પ્રશ્ન….
September 19, 2007 “ તેજ દઇ તારા નહીં તો ના તૂટે, સુખ તળે સંતાપના ભણકારા હોવા જોઇએ. “
રાત્રિના અંધકારમાં તેજ લિસોટાની જેમ ખરતા તારા ને જોઇ ઇશાના મનમાં વિચારોના વંટોળ ઉઠી રહ્યા. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ નો સિધ્ધાંત સર્વત્ર સાચો જ છે ને ?
આસમાનમાં છવાયેલ ગોરંભો તો સાંજે જે ધોવાઇને સ્વચ્છ થઇ ગયેલ. પણ મનમાં છવાયેલ આ [...]
