પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ગાથા સમર્પણની… September 17, 2007

કળીમાંથી ફૂલ બનવાની પ્રક્રિયા,
શીખવતા શીખવતા..
વનસ્પતિશાસ્ત્રના વિદ્વાનની
નજર દોડી બારી બહાર
ત્યાં……..

ઝાકળ સ્નાનથી
સધ્ય:સ્નાતા બનેલ
શ્વેત કળી..
સૂર્યકિરણના સ્પર્શે
ફૂલ બનતી હતી…
બોટની ભૂલી,
વાતો પુષ્પની રચનાની ભૂલી
વિદ્વાન સર
ગાથા ગાવા માંડયા…
પુષ્પની કોમળતાની…
ઋજુતાની….સૌન્દર્યની…
સુવાસની..સમર્પણની…!!!
ને વિધ્રાર્થીઓ સ્તબ્ધ!!