શગુન ના ઘરમાં જાણે સુખનો સાગર છલકાતો હતો.અખિલ જેવો પ્રેમાળ પતિ, પરી જેવી સુંદર ત્રણ વરસની પુત્રી અને વિભાબહેન જેવા સમજદાર સાસુ.પૈસાની કે સ્નેહની કોઇ કમી નહીં.બધા તેને કહેતા કે શગુને તો પાંચે આંગળીએ અક્ષત ચોખાથી ગોરમા પૂજયા છે.
શગુનના લગ્નને પાંચ વરસ થઇ ગયા હતા.આ પાંચ વરસમાં તે સુખથી, આનંદથી છલકાઇ ગઇ હતી તેમ જરાયે અતિશયોક્તિ સિવાય કહી શકાય.જીવનની એક એક ક્ષણ તેની જીવંત હતી.ચૈતન્યથી ભરપૂર અને દિલની અમીરાતથી સભર હતી.ઇશ્વરે તેને આપવામાં કોઇ કંજુસાઇ નહોતી કરી.અને સુખની ક્ષણો હમેશા ઝડપથી પસાર થઇ જતી લાગે છે ને?
વિભાબહેને ફકત બોલવા ખાતર જ નહીં સાચા અર્થમાં વહુને દીકરી તરીકે સ્વીકારી હતી.અને પ્રેમનો પડઘો પડયા વિના થોડો રહે?સાસુ વહુ વચ્ચે હેતનો હરિયાળો નાતો જોડાયો હતો.શગુન પણ એટલી જ ઉત્કટતાથી આ નાનકડા સંસારમાં ગોઠવાઇ ગઇ હતી.મા દીકરા વચ્ચે દૂધમાં સાકરની જેમ મીઠાશથી સમાઇ ગઇ હતી.અને સાસુ વહુ વચ્ચેની આવી મધુરતાથી અખિલ પોતાની જાતને નશીબદાર માનતો.આમ આ નાનકડા માળૉ લીલાછમ્મ ટહુકાથી ગૂંજતો રહેતો.
પણ છેલ્લા એક વરસથી શગુન થોડી અપસેટ સ્વાભાવિક રીતે જ રહેતી.એમાં તેનો કોઇ દોષ નહોતો.તેના પપ્પા અચાનક હાર્ટ એટેક આવતા દુનિયાને અલવિદા કરી ગયા.શગુન એક માત્ર પુત્રી હતી.શગુનની મમ્મી હવે એકલી થઇ ગઇ હતી.અને પતિ ગયા પછી તે શારીરિક અને માનસિક બંને રીતે પડી ભાંગી હતી.આજુબાજુ એવું કોઇ નહોતું જે તેનું ધ્યાન રાખે કે થોડી સંભાળ લે.આર્થિક રીતે જોકે કોઇ પ્રશ્ન નહોતો.એટલે કામ કરનાર તો મળી રહેતા હતા.પણ કામવાળા ને ભરોસે મમ્મીને મૂકવા પડયા.તેથી શગુનને હમેશા તેની ચિંતા રહેતી.
આમ તો તેના મમ્મી બાજુમાં જ લગભગ 50 કિ,મિ.ના અંતરે જ હતા.અને શરૂઆતમાં તો શગુન વારંવાર મમ્મી પાસે જઇ આવતી.ઘરમાંથી કોઇની રોકટોક નહોતી.પણ એક તો હવે સાસુની ઉમર થઇ હતી.તેથી પોતે વારેઘડીએ જાય તો તેમની પર બધી જવાબદારી આવી જાય એ શગુનને યોગ્ય નહોતું લાગતુંઅને આ ઉપરાંત હવે નાનકડી પ્રિયા પણ સ્કૂલે જવા માંડી હતી.તેથી અવારનવાર જવું હવે અઘરુ થતું હતું. જોકે શગુન દિવસમાં એક વાર રોજ મમ્મી ને ફોન જરૂર કરતી. તેની મમ્મી ફોનમાં દીકરીનો અવાજ સાંભળી રડી પડતી.તે ઢીલી પડી ગઇ હતી.
શગુનને થતું કે મા માટે પોતાની યે જવાબદારી છે.દીકરો નથી ત્યારે તો ખાસ જવાબદારી કહેવાય.મા બાપે અસીમ સ્નેહથી તેને મોટી કરી હતી.હવે આજે શું તેની જવાબદારી નથી?જ્યારે મા ને તેની જરૂર છે ત્યારે પોતે કામ નથી લાગી શકતી..એ વિચાર તેને ઉદાસ બનાવી દેતો.મા ની જરૂરિયાત આર્થિક નહોતી.નહીંતર તો તે અહીંથી પણ પૂરી કરી શકે તેમ હતી.પણ આમાં તે શું કરે?કાયમી કોઇ ઉપાય તેને દેખાતો નહોતો.અખિલે તો કહ્યું હતું કે આપણે મમ્મી ને કાયમ માટે અહીં ..આપણી સાથે રાખીએ.પણ એ માટે શગુનની મમ્મી જ તૈયાર નહોતી થતી.કંઇ દીકરી ને ઘેર કાયમ થોડું રહેવાય? આ ભાવના ..સમાજની આ માન્યતા તેનામાં પણ હતી. અને શગુનને પણ થતું કે સાસુ બોલે નહીં પણ કાયમા માટે તેને અંદરથી ન ગમે તો?અને ઘરમાં પોતાની મમ્મીને લીધે જરા સરખું પણ વાતાવરણ તંગ બને કે ડહોળાય તે તેને સ્વીકાર્ય નહોતું.એટલે તે પણ મમ્મીને પરાણે આવવાની જીદ નહોતી કરતી.
અને આમ ને આમ સમયની રેતી સરતી રહી.શગુન ઘણીવાર મનમાં અક્ળાતી.મૂંઝાતી.વિભાબહેન તો કહેતા કે જયારે મન થાય ત્યારે જઇ આવવું.પ્રિયાને હું રાખીશ.પણ એમ કયાં સુધી ચાલે?એ કંઇ કાયમી ઉકેલ થોડો હતો?અને એક મમ્મી માટે થઇ ને બીજી મમ્મીને હેરાન થવું પડે તે પણ તેને પસંદ નહોતું.વિભાબહેન જેવા સાસુ મળવા બદલ દિલથી તે પોતાને ધન્ય માનતી.અને એમની લાગણી નો દુરુપયોગ કરવાનું તે કયારેય પસંદ ન કરે.સ્નેહનું સામ્રાજય જળવાઇ રહે માટે એટ્લો ભોગ તેણે આપવો જ રહ્યો.પપ્પાના અચાનક મૃત્યુથી બધા સમીકરણો બદલાઇ ગયા હતા.
એમાં વિભાબહેનની એક બહેનપણીના દીકરાના લગ્ન હતા.અને વિભાબહેનને જવું પડે તેમ હતું.તેથી તે બે ત્રણ દિવસ માટે ગયા. આજે શગુનનો જન્મદિવસ હતો.દરવખતે સાસુ વહુના જન્મદિવસ ધામધૂમથી ઉજવાતા.બંને એકબીજાના જન્મદિવસની સરસ તૈયારી કરતા.પણ આ વખતે વિભાબહેન હાજર નહોતા.તેથી શગુનને જાતે કંઇ કરવાનું મન નહોતું થતું.ત્યાં સાસુનો ફોન સવારે જ આવ્યો,:કે” હું સાંજ સુધી માં પહોંચુ છું..કેક તૈયાર રાખજે હોં બેટા, અને તારે માટે શું ગીફટ લઇ આવું?”
“મમ્મી મારી ગીફટ તો તમે જ છો..બસ..જલ્દી આવી જાવ.તમારા વિના ગમતું નથી.”શગુન ફોનમાં રડી જ પડી.
“અરે બેટા,ઢીલુ ન થવાય.અખિલ હમેશની જેમ બહુ કામમાં લાગે છે.ખીજાવું પડશે તેને.સાંજે હું આવું એટલી વાર.”
“મમ્મી,હું કંઇ ન જાણું,..સાંજે તમે અહીં હોવા જોઇએ.” ”હા,બેટા,તારો બર્થ ડે હોય અને હું ન પહોંચુ એવું બને?આમે ય હવે લગ્ન પતી ગયા છે હું નીકળુ જ છું.” શગુન થોડો સંતોષ અનુભવી રહી.સાંજે તે સરસ તૈયાર થઇ અખિલ પણ આવી ગયો હતો કેક કાપવા માટે વિભાબહેન ની રાહ જોવાતી હતી.ને તે પહોંચવા જ જોઇએ ફોન આવી ગયો હતો. પ્રતીક્ષાની પળૉ આમેય હમેશા લાંબી જ હોય છે ને?
અને અંતે દરેક પ્રતીક્ષા ને એક અંત પણ હોય જ છે ,વિભાબહેન આવી ગયા…પણ..પણ એકલા નહીં. સાથે હતા શગુનની મમ્મી. ”ઓહ ! મમ્મી.”શગુન ને નવાઇ લાગી. ” હા,બેટા, તારા જન્મદિવસની ભેટ…”વિભાબહેન હસતા હસતા બોલ્યા. ”એટલે?” ”એટલે એમ જ કે તારા જન્મદિવસની ભેટમાં હું તારા મમ્મી ને અહીં લાવી..કાયમ આપણી સાથે રહેવા.બોલ,મારી ભેટ તને ગમી કે નહીં?પણ, હા,આ તારી ભેટ લાવવા માટે મારે છેક તારા ગામ સુધી ધક્કો ખાવો પડયો.. અને કેટલા મનામણા કરવા પડયા હોં !” વિભાબહેનનો અવાજ કેટલો મીઠો લાગતો હતો !!! ”પણ મમ્મી…” ”બેટા,તારો સંકોચ હું સમજતી હતી.તારી મમ્મી તો દીકરીને ઘેર રહેવા તૈયાર નહોતા..પરાણે મારે તૈયાર કરવા પડયા.માંડમાંડ સમજાવ્યા.
“તે તમે ત્યાં ગયા હતા?” ”હા,બેટા,તારી મમ્મી ને લેવા જ ગઇ હતી.એક આખો દિવસ તેને સમજાવવામં ગયો અને બીજા બે દિવસ બધી વ્યવસ્થા કરવામાં ગયા. ”મમ્મી…” શગુન આગળ બોલી ન શકી. ”અરે,બેટા,મને યે તારી મમ્મી આવી જવાથી કંપની મળશે.અમે બે ય બુઢ્ઢા..હવે શાંતિથી દેવદર્શન કરશું ને ગપ્પા મારશું.અને આ પ્રિયાને તો દાદી અને નાની બંને નો પ્રેમ મળશે.
અને બેટા,એકલતા શું છે..એનો મને કયાં અનુભવ નથી?પણ મારે દીકરો હતો ને એમાં ભગવાને તારા જેવી પ્રેમાળ વહુ આપી..એટલે હું તો એકલતા જીરવી ગઇ.પણ તારી મમ્મીને તો દીકરો કે દીકરી જે ગણો તે તું જ છે ને?જેમ અખિલની મારે માટે ફરજ છે.તેમ તારી મમ્મી માટે પણ તારી ફરજ ખરી કે નહીં?દીકરીની ફરજ ખાલી લેવામાં જ છે?.અને તું કેટલી અપસેટ રહેતી હતી એ શું મારાથી અજાણ્યું હતું? અને તેં મને કેટલો સ્નેહ આપ્યો છે ! તેં તારી ફરજ બજાવી છે.હમેશા મને ખુશ રાખી છે.હવે તને ખુશ રાખવાની મારી ફરજ ખરી કે નહીં ? “
શગુન વિચારી રહી…આવી સમજણ આપણા સમાજમાં બધામાં કયાં હોય છે?તે મૌન બની સાસુને વંદી રહી.
અને સ્નેહના આ સંગમ આગળ શબ્દો ની જરૂર પણ કયાં હતી?
khub j saras vat didi……. it touches my heart…….
આવું આપણા સમાજમાં સૌ સમજે તો કેટલું સારું?
“વહું” ને બદલે ઘરમાં દિકરો પરણે ત્યારે મારે ત્યાં “દિકરી”ની પધરામણી થઈ એવું કહેવામાં આવે તો કેટલું સારું?
kashhhhhhhhhhh aavu badha samji sakta hot. to kadach koi samasya j n rahet.
southi vadhare to sasu vahu na sambandho mate man jagiu.
k ek bijani ichcha ne ketlu mahtva aapiu che .
gr88888888
nilam ji
Really very touching story…more so coz I know that you are putting this into practise in real life…
nice story nilam aunty…….
આ શક્ય છે.. mentality નું આવું transformation શક્ય છે..
પણ એના માટે બીજા બધા પ્રયત્નોની સાથે જો ટીવી પર આવતી નકામી સીરીયલ્સ જોવાનું બંધ કરી દેવામાં આવે અને મગજમાં નેગેટીવ ઈમેજીસ બનતી અટકાવવામાં આવે તો હું દ્રઢપણે માનું છું કે પરીસ્થિતીમાં ઘણો મોટો ફરક પડી શકે…
બીજાનું મંતવ્ય શું હોય શકે આ સોલ્યુશન વિશે એની મને ચિંતા નથી..
કુણાલની વાત મહદ અંશે સાચી છે. જે રીતે આપણા દેશમાં સીરીયલો દેખાડવામાં આવે છે જેથી અણસમજુ માનસપટ પર આ સીરીયલો ખૂબ અસર છોડી દે છે. સમજદારીથી સંબંધો સાચવવામાં આવે તો દુનિયા બદલાઈ જાય જ ને !!!!!!!!
nice story
nilamben EKTA KAPUR na samrajyama
aneru kiran.
gud relationship.
After reading this very emotional I literally cried. I think it’s too hard for our society to accept this kind of cases because of the societal bound they have created themselves.
Very touching story indeed