ભેટ…
September 11, 2007શગુન ના ઘરમાં જાણે સુખનો સાગર છલકાતો હતો.અખિલ જેવો પ્રેમાળ પતિ, પરી જેવી સુંદર ત્રણ વરસની પુત્રી અને વિભાબહેન જેવા સમજદાર સાસુ.પૈસાની કે સ્નેહની કોઇ કમી નહીં.બધા તેને કહેતા કે શગુને તો પાંચે આંગળીએ અક્ષત ચોખાથી ગોરમા પૂજયા છે.
શગુનના લગ્નને પાંચ વરસ થઇ ગયા હતા.આ પાંચ વરસમાં તે સુખથી, આનંદથી છલકાઇ ગઇ હતી તેમ જરાયે [...]
