અરે,નિરાલી,જરાક વાર પગ વાળી ને બેસતી હો તો..!!આ તારા મામી બિચારા તને મળવા આવ્યા છે ને તું જરા વાર શાંતિથી એની સાથે બેસતી યે નથી.કામ તો થયા કરશે….અનિલાબેને નિરાલી ના મામી અમેરિકાથી આવ્યા હતા અને નિરાલી મળવા આવી શકે તેમ નથી એમ ખબર પડવાથી એક દિવસનો સમય લઇ ને મળવા આવ્યા હતા.સાંજે તો પાછા જવાના હતા.
પણ ………. નિરાલી શું કરે?કે શું કહે?કહેવાનુ કે બોલવાનુ તો તેના સાસુ ને હતું.
અને સાસુ જી બોલતા જ હતા ને? “આ તમારી ભાણેજ નો સ્વભાવ જ એવો ..જરાયે જીવને જંપ જ નહીં ને !! એક મિનિટ નવરું બેસવું ગમે જ નહીં ને?! શું ચંચળ છે તમારી ભાણેજ…!! હું તો કેટલું યે કહું… અત્યારે તમારા હરવા ફરવાના દિવસો છે…અત્યારે નહીં ફરો તો કયારે અમારી જેમ ઘરડા થશો ત્યારે ફરશો? કહી ખડખડાટ હસતા હસતા સાસુજીએ આગળ ઉમેર્યું..પણ આ આજકાલના છોકરા…આપણું સાંભળે ખરા?એમને જે ગમે તે ઠીક..મેં તો હવે શેમાં યે માથુ મારવાનું કે કહેવાનું જ છોડી દીધું છે.એનું ઘર છે..એને કરવું હોય તે કરે…બરાબરને?..નિરાલીના મામી ને શું બોલવું..શું જવાબ આપવો તે સમજ ન પડી. ..અને સાસુજી ને જવાબ ની જરૂર પણ કયાં હતી? ”અરે,નિરાલી,એક કામ કર…એક સરસ મજાની ગરમાગરમ કોફી અમને બંને ને પીવડાવી દે…ચાલ,તું તો જલ્દી બહાર નહીં નીકળ..હું જ તારા મામી ને જરા મંદિરે લઇ જાઉં..પેલુ નવું થયુ છે ને તે બતાવી આવું.ત્યાં તારે યે રસોઇ પતી જાય અને પછી જમી ને તમે નિરાંતે મામી ભાણેજ વાતો કરી શકો! “ નિરાલી મૌન રહી ને કોફી બનાવવા ગઇ.શું બોલે?તે જાણતી જ હતી..કે પોતે મામી સાથે એકલી વાત નથી જ કરી શકવાની.એવો મોકો સાસુ આપવાના જ નથી.નિરાલી ના લગ્નને એક વરસ થયું હતું.પિયરમાં ડાયેટીંગ કરી કરી ને થાકી જતી નિરાલીનું વજન કેમે ય ઘટતું નહીં.પણ અહીં તો વગર ડાયેટીંગે..નિરાલી અડધી થઇ ગઇ હતી.સાસુમા પોતે સારા રહી ને યે વહુને કેમ બીઝી રાખી શકાય તે કલામાં નિષ્ણાત હતા.
અને કોફી પી ને પછી મામી માટે સરસ રસોઇ બનાવવાનું સૂચન મધ મીઠા અવાજે કરી સાસુજી મામી ને મંદિરે લઇ ગયા.મામી ને તો શું બોલવું તે યે કયાં સમજાતું હતું? આ જ નિરાલી ને તેમણે પિયરમાં પતંગિયાની જેમ ઉડતી જોઇ હતી.અહીં દબાયેલ ધીમા અવાજે હા જી હા કરતી નિરાલી ને તે જોઇ જ રહ્યા.
બપોરે જમીને મામીને હતું કે હવે થોડી વાર નિરાંતે નિરાલી સાથે વાત કરી શકાશે.જમાઇ તો સવારે ગયા હતા તે રાત્રે આવવાના હતા.હવે નિરાલી નવરી પડશે.માની મામી રાહ જોતા હતા.અને તેણે નિરાલી ના સાસુને કહ્યું,”તમે તમારે થોડી વાર સૂઇ જાવ..થાકી ગયા હશો..” ”ના,રે.મને બપોરે સૂવાની ટેવ જ નથી ને !! અને હોય તો યે તમારા જેવા મહેમાન આવ્યા હોય ને શું હું એક દિવસ જાગી ન શકું ?નિરાલી,આવ..કામ તો થતું રહે શે..આ જરા વાર મામી સાથે નિરાંતે બેસ તો ખરી.નિરાલી આવી..તેને થયું કે મામી ને પોતાના રૂમ માં જરા વાર લઇ જાય..જેથી મન મૂકી ને વાતો થઇ શકે..પણ ….ત્યાં…”અરે.નિરાલી,કાકી હમણાં તારા મામી ને મળવા આવવાના છે.આટલે દૂરથી આવ્યા હોય ને એટલે મળવા તો આવવું જોઇએ ને? મેં હમણાં જ એને ફોન કર્યો.. આવવા જ જોઇએ.અને ત્યાં જ કાકીજી સાસુ મામી ને “મળવા “આવ્યા.અને નિરાલી હવે કાકીજી સાસુની સરભરામાં લાગી ગઇ.
સાંજે મામી ને જવાનો સમય થયો ત્યાં સુધી બધાએ સાથે મળીને ખુબ ખાધુ પીધુ અને મજા કરી.!! નિરાલી પણ નિરાંતે મામીને” આવજો “જરૂર કહી શકી.મામી પોતાની “ચંચળ ભાણેજ” ને સજળ નેત્રે જોઇ રહ્યા.

આ તો ઘર ઘરનું દર્દ છે.આપણા સમાજમાંથી આવી સાસુઓનું અસ્તિત્વ ક્યારે દૂર થશે ?
This is sadly true. In this morden day & age we can find Nirali in almost each household.
Ironically,
No Comments… !!!