આજની ખાટી મીઠી…
September 28, 2007દુશ્મનને માફ કરવો સહેલો છે.મિત્રને માફ કરવો અઘરો.
રચયિતા : નીલમ દોશી
દુશ્મનને માફ કરવો સહેલો છે.મિત્રને માફ કરવો અઘરો.
ઘણાં માણસો એટલા બધા પરોપકારી હોય છે કે મદદ ન જોઇતી હોય તેને પણ મદદ કરી જ નાખે. જાણે માંડ કોઇ બલિનો બકરો હાથમાં આવ્યો. તેના ઉત્સાહને બ્રેક હોય જ નહીં. ને બ્રેક વિનાની ગાડી થી બચવું કંઇ આસાન થોડુ છે ? એ તો હડફેટમાં આવનાર કોઇને પણ….
આ બાબુભાઇ બોખીરીયા પણ [...]
તમારી પત્ની વધુ સલામત પણે કાર ચલાવશે જો તમે તેને એક વાતે ચેતવી દો ” અકસ્માતના હેવાલમાં સાચી ઉમર પણ લખવી પડે છે.!!!! “
વહાલા હાર્દિક,
જીવનના 23 વરસો સુધી સતત સાથે રહ્યા બાદ આજે છેલ્લા બે વરસથી તને જોયો સુદ્ધાં નથી,.(વેબ કેમેરા માં જોયાનો ક્ષણિક આનંદ સિવાય.) એવું જીવનમાં પ્રથમ વાર બન્યું છે.જોકે જીવનમાં દરેક વાત કયારેક તો પ્રથમ વાર બને જ છે ને ? પાંપણૉ અનાયાસે છલકાઇ આવી છે. તને કેટલો મીસ કરીએ છીએ વ્યકત કરવા કોઇ શબ્દો [...]
મિત્રો,
મળ્યા તેનો ખૂબ આનંદ માણ્યો. ન મળી શકયા તેને યાદ કર્યાનો….
શબ્દોથી કે અવાજથી જેમને ઓળખતા હતા. તેમને રૂબરૂ મળ્યાનો લહાવો માણ્યો. એ અનુભવ ખૂબ સરસ રહ્યો. શ્રી જુગલકાકા,શ્રી હરીશભાઇ દવે જેવા વડીલો નો પરિચય મનને છલકાવી ગયો.
પીન્કી, મીના,જયશ્રી, કોમલ,કવિ, વિવેકભાઇ,સર્જીત,ભાવિન,મંથન,શલ્યભાઇ, ગુંજનભાઇ, વિગેરે બધાની સરળતા અને સહજતાનો પરિચય મેળવી આનંદ..આનંદ.જરાયે અપરિચિત કોઇ ન લાગ્યું.
જુગલકાકાની [...]
“ આસમાને સંકેલ્યા રૂપેરી શણગાર,
ચાંદની ગઠરી બાંધી ,
છાને પગલે રજની લે વિદાય. ”
આસમાને પોતાના શણગાર સંકેલવા માંડયા. સૂરજ ની હાજરી માં આમે ય એના શણગાર કેવા ફિક્કા પડી જાય છે. એના કરતાં સમજી ને સામે થી જ ગૌરવભેર વિદાય કેમ ન લઇ લેવી [...]
પોતાની પાસેની માહિતી પ્રગટ કરી દેવાની તક સાંપડે એવો ખુશાલીનો પ્રસંગ અજ્ઞાન માણસ માટે બીજો કોઇ નહીં હોય.
અસંખ્ય લોકો પોતાનું અજ્ઞાન જાળવવા આવેશભેર લડતાં હોય છે.
“ તેજ દઇ તારા નહીં તો ના તૂટે, સુખ તળે સંતાપના ભણકારા હોવા જોઇએ. “
રાત્રિના અંધકારમાં તેજ લિસોટાની જેમ ખરતા તારા ને જોઇ ઇશાના મનમાં વિચારોના વંટોળ ઉઠી રહ્યા. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ નો સિધ્ધાંત સર્વત્ર સાચો જ છે ને ?
આસમાનમાં છવાયેલ ગોરંભો તો સાંજે જે ધોવાઇને સ્વચ્છ થઇ ગયેલ. પણ મનમાં છવાયેલ આ [...]
ચર્ચાના વિષય અંગે માણસ જેટલો વધુ અજ્ઞાન હોય તેટલા પ્રમાણમાં તેને ખાતરી હોવાની કે હું જ સાચો છું.!