જડયા છો… August 31, 2007
કોઇ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડયા છો,
આપમેળે સૂર ઉમટે તમે હોઠની ઉપર એમ ચડયા છો.
એમ તો અમે નીરખ્યું હતું
સાંજને સમે સૂરનું આખું ગામ,
ગામને કશી ગમ નહીં ને
ગણગણે બસ ગમતું એક નામ;
સીમમાં ખેતર કયારડે રેલા જળના દડે એમ દડયા છો !
કોઇ ખોવાયા ગીતનો અંતરો જડે તમે એમ જડયા છો.
આપણું એમાં કંઇ ન ચાલે
દીપ કહે તો દીપ ને કહે તો થાવું ધૂપ,
એમને કારણ ગીત ગાવાનું એમને કારણ
તાલ દેવાનો આપણે કારણ ચૂપ;
રોજ સવારે જોઇને ઝાકળ પૂછવું કોને આટલું બધું શીદ રડયા છો ?
કોઇ ખોવાયા ગીત નો અંતરો જડે તમે એમ જડયા છો.
(હર્ષદ ત્રિવેદી: સંપાદક શબ્દ સૃષ્ટિ)

સરસ ઉપાડ !
ખૂબ સુંદર ગીત….
પણ મને એમ લાગે છે, નીલમબેન કે તમે કવિના નામ પાછળ સંપાદક શબ્દ વાપરીને કવિની ગરિમા ઘટાડી નાંખો છો…. શબ્દસૃષ્ટિ કદાચ આજની તારીખે પ્રગટ થતા તમામ ગુજરાતી સાહિત્ય-વિષયક સામયિકોમાં એક આગવું સ્થાન ધરાવે જ છે. એમાં છપાતાં કાવ્યો અને લેખો અને ખાસ તો પ્રિંટીંગની ગુણવત્તા એને ગાડરિયા પ્રવાહથી અલગ ચાતરી જ દે છે… પણ મારી દૃષ્ટિએ હર્ષદભાઈ એક કવિ પહેલાં છે અને સંપાદક પછી… કવિને કવિ કહેવામાં જ કદાચ સાચું બહુમાન છે… ખેર, આ મારું મંતવ્ય છે….
લાગે છે..આ વિશે હર્ષદભાઇને જ પૂછી જોઇએ..તેમને કવિ તરીકે ઓળખાવું વધારે ગમશે કે સંપાદક તરીકે. ? આનો જવાબ તેઓ જ અહીં આપે તેવી વિનતિ હુ તેમને કરીશ
jadya cho tame andharama male mani no prkash kanma gujyo butni khi
mathi nirdosh prem dosti no aavaj man nachi uthu klakrta mor ni jem
varsi gau ghana kala badlo nijem jadiya cho tame jigar nijan ni jem
jadiya cho tame achanak malta dhan kuber chru ni jem
અંતરના ઊંડાણમાંથી નીપજેલું આ કાવ્ય છે.
કવિને અભિનંદન! ભાષા પણ સુન્દર છે !
sunder kavya !
Abhinandan
Difference between to be and being ?
priy vivek ane nilambahen,
tamara banneni vaat manthi hu etlu samjyo ke tame mara shabd na chahak chho. koi mane kavi, vaartakar, vivechak,balsahityakar ke sampadak kahe mane kai j fer padto nathi. kavita sandrbhe maatra kavi tarike olkhavu game, e j rite anya svaroopma pan. “sampadak” shabd kavi ni pankh maate kadach vajandaar purvaar thay pan udaan ma avrodh ubho kari shake ! tamaro sadbhav sar aankho par…..
taaru bibu mubarak, maaro mijaj judo,
lai ne alag pravahi dhalu kashuk judu !
-Harshad trivedi
પ્રિય હર્ષદભાઈ,
આપનો મિજાજ સ્પર્શી જાય એવો છે. ‘શબ્દસૃષ્ટિ’ હજી વિશાળ બને એવી શુભેચ્છાઓ… ઘણા માંધાતા કવિઓને ‘સંપાદક’ વિશેષણ વજનદાર લાગ્યું છે… આપની વધુ કૃતિઓથી હું માહિતગાર પણ નથી. છતાં જે થોડીઘણી રચનાઓ વાંચી છે એમાં અભિવ્યક્તિની તાજગી સ્પર્શી જાય છે… પંખીઓની પાંખોનો ફફડાટ અને ઝાડના ઊડવાનું કલ્પન તો હૃદયમાં જડાઈ ગયું છે…
રોજ સવારે જોઇને ઝાકળ પૂછવું કોને આટલું બધું શીદ રડયા છો ?
khub j adbhut ane sundar kalpana… !!!
ek navo j taste …. sundar shabdo