શ્રધ્ધાંજલિ જાત ને… August 22, 2007
હવે સાતતાળી..હાથતાળી દ ઇ…
કયાં સુધી છટકતા રહેવું ?
આખરે તો એક દિન..
જવું પકડાઇ …
આજની ઘડી રળિયામણી,
લે,હરિ હેઠા મૂકયા મેં હથિયાર સઘળા..
અલવિદાનો ફરકાવ્યો પાલવ…
લો તંયે..આવજો કરી દઇએ…
પણ..ના.. મારું કામ.. જાતે જ કરવાની
મને છે જૂની આદત..
જતાં પહેલાં ચાલ, લખી નાખું ..
શ્રધ્ધાંજલિ મારી…
નાહક કોઇને આપવી તકલીફ ?
ખોટા..મોટા શબ્દો કોઇએ
નાહક વહેતા મૂકવા ?
આ તો મારું જ કામ…!!!
બહેન આમ તો થોડા સારા હતાં..
વળી થોડા નઠારા યે હતાં
પણ….
માણસ એક મજાના હતાં…
આવું લખી શકીશ..
પૂરી ઇમાનદારીથી..?
બહેન, આસ્તિક તો નહોતા,
થોડા નાસ્તિક પણ કયાં હતા ?
દુ:ખીઓમાં ઇશ્વરને જોતા હતાં..
આવું લખી શકીશ..
દિલની પૂરી સચ્ચાઇથી ?
બહેન ,આમતો બહુ શ્રીમંત નહોતા
ગરીબ પણ કયાં બહુ હતા ?
અંતરની અમીરાતથી છલકતા હતા..
આવું લખી શકીશ..
પૂરી પ્રામાણિકતાથી ?
બહેન આમ તો રોજ હસતા હતા..
કદીક રડયા યે કયાં નહોતા ?
કોઇની આંખોના બે અશ્રુ લૂછતા પણ હતા..
આવું લખી શકીશ..
દિલની પૂરી ગહરાઇથી ?
બહેન ,આમતો બુઢ્ઢા નહોતા..
આમ તો યુવાન પણ કયાં હતા ?
શિશુ સાથે આનંદે રમી શકતા હતા..
આવું લખી શકીશ પૂર્ણ સચ્ચાઇથી ?
બહેન, પૂજાપાઠ કે હવન હોમ કરતા નહોતા
કથા વાર્તા યે કયાં સાંભળતા હતા ?
માણસને માણસ બની મળતા હતા..
આવું લખી શકીશ
પરમ ઉજાસથી ?
જવાબ અગર હા છે..
તો.. રહેવા દો..
કોઇ શ્રધ્ધાંજલિની હું
મોહતાજ નથી.

I can write my name under this Shradhdhajali… without anu hasitation..
Lata Hirani
આમાં બહેનને બદલે ભાઈ લખી દઈએ તો મારી પણ શ્રધ્ધાંજલી લખાઈ ગઈ !
એકદમ તરોતાજા, ખુશનુમા.. જીવંત… માણસાઈથી છલોછલ .
અમૃત ઘાયલ યાદ આવી ગયા …
“મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો લે.”
મને તમારી આ જીવતક્રીયા બહુ જ… બહુ જ… ગમી.
Excellent! Very well written. Thank you NilamBen.
સુંદર રચના!
જવાબ અગર હા છે..
તો.. રહેવા દો..
કોઇ શ્રધ્ધાંજલિની હું
મોહતાજ નથી.
ખૂબ સુંદર રચના.
ઘણી જ ગમી… રોજેરોજ જાતને પુછવા જેવા સવાલો છે. અને જો જવાબ હા હોય તો ચોક્કસ કોઈ શ્રધ્ધાંજલીની મોહતાજી નથી જ નથી…
Very novel concept and very very realistic yet thought provoking…
YOU HAVE PUT THE REFLECTION OF LIFE.
SAD BUT NICE POEM…..
ekdam hraday sprshi…!..very nice ..didi..!!
saras !
આવું લખી શકીશ
પરમ ઉજાસથી ?
હા આવુ જ લખો છો
તેથી તો ખીલેછે ગુલાબ
ખુબ હળવાશથી!
તમને ખબર છે સામાન્ય મણસ અને સાહિત્યપ્રેમી - કવિ વચ્ચે કેટલો તફાવત છે?
એક જ પ્રશ્ન બન્ને ને પુછીએ કે તમે તમારૂં જીવન કેવૂં ગાળ્યું? તો સામાન્ય માણસને જીભે થોથા વળી જાય.. શું કેહવૂં શું ના કેહવું? પાના ને પાના લખાય તો ય આવા પ્રશ્નો ને તે ન્યાય ન આપી શકે. પણ જ્યારે વાત કોઈ કવિની આવે છે તો ખુબ સરળતા અને સહજત્તા થી એ માત્ર ચાર પંક્તિમાં તેનૂ સમગ્ર જીવન ચિત્રણ કરી શકે છે.
આન્ટિ આપની આ કવિતા તો એનું જીવંત ઉદાહરણ છે. આપે આપની સમગ્ર જીંદગી કેવી ખેલદિલી પૂર્વક લાગણી થી , પ્રેમ થકી વિતાવી હશે તે આ પર થી સહજ રીતે જાણી શકાય છે.
em kahevay chhe ke mryutyu no vichar aavvo e pkvta ni nishani chhe. pan khudni j shrddhanjli lakhvi e paripkvta ni nishni ganay to pan, gangane ena nir dvara anjli apaay, vyakti ne to bija anjli aape ej thik. aapan ne mryutu baad sari anjli mali rahe evi kaamna karie!!!!
મારી પત્રશ્રેણી પૂ મોટાભાઇ (બાવીશ)માં આ કવિતાનો અંશ લીધો છે. આપને પરવાનગી અને જાણ માટે..