આજે એક બેસણામાંથી આવી ને તાત્કાલિક લખાયેલ શબ્દો કોઇ એડીટીંગ વિના…..
અંતિમ વિદાયવેળા…
લો, ચાલો ત્યારે…
હળવા મળવાના હરખ શોક
સૌ પૂરા થયા…
બસ…આ બે ચાર.
અંતિમ શ્વાસ..
ઉઘડે ઉજાસ પ્રાણોમાં..
ફરકાવી આછેરું સ્મિત
લો, શણગારી લઉં
આ અંતિમ વિદાયવેળા…
મજા આવી ..જીવી જવાની..
આ પરમ પળને યે લઉં જીવી
આંખમાં ઓઢી.. આછેરી ઓળખાણનું સ્મિત,
સૌ સ્નેહીઓને.. કરી જાજેરા જુહાર..
લો, માણી રહું …
આ અંતિમ વિદાય વેળા.
મારી છબીને કયાં છે ખપ ?
હાર સુખડ કે ફૂલ ગુલાબનો ?
જુઓને.
આ અંતિમ શ્વાસ…
પણ કયાં ઓછા સુરભિત ?
આ અક્ષત,કુમકુમ ચોખા..
લો, વધાવી લઉં..
આ અંતિમ વિદાયવેળા..
આત્મા છે અમર..
જાણ છે મને એની,
ગીતાપાઠ કે ગરુડપુરાણનો
મને કયાં છે કોઇ ખપ ?
મનગમતું એકાદ ગીત..ગઝલ
ગુનગુનાવી,
લો ઝંકારી લઉં..
આ અંતિમ વિદાયવેળા…
બેસણા કે પ્રાર્થનાસભાનો
ઠાલા આશ્વાસનો,
શોકથી મઢયા
મહોરા ઓઢયા ચહેરાઓ..નો
મને કયાં છે કોઇ ખપ ?
તુલસીકયારે..પ્રગટાવી
એક નાનુ શુ કોડિયું..
લો,અજવાળી લઉં..
આ અંતિમ વિદાયવેળા…
શોકસંદેશાઓ કે શ્રધ્ધાંજલિઓનો..
મને કયાં છે કોઇ ખપ ?
બસ..એકાદ ક્ષણ..
આપમેળે આંખો જરી થાય ભીની..
કો’. પાંપણે ચમકી રહે બે બુંદ છાના..
બસ એકાદ ક્ષણ..
કો’ કીકીઓમાં.. તરવરી રહે
છબી મીઠી સ્મૃતિઓની
લો, પરમ શાંતિથી..
મીંચી જાઉં આંખો…
ને છલોછલ..
આ અંતિમ વિદાયવેળા…
સુંદર રચના…
સરસ કવિતા.
જુદી જુદી ક્રિયાઓમાં પણ ભાવનું સાતત્ય અને દેખી ન શકાય એવો લય પ્રગટે છે.
સુંદર રચના… એડીટીંગની જરૂર જ ક્યાં છે?
અત્યંત સુંદર રચના ! મૃત્યુના ઉપહાસ પર ચોટદાર અને સચોટ કટાક્ષ.
Sundar creation !
જીવતા કોઈ જીવને જાણે નહીં,
મર્યા પછી પોક !શા કામની?
મુલ્ય કોઈ મૂર્તિમાં કરશો નહી!
jeevtaa jagat ane martaa manno ehsaas thayo !
wah bena !
એમ થાય છે કે હું તો હજી જીવનથી જ ભરી છું….
આમ તો ક્યાંક ઉંઘતી ઝડપાઇ જઇશ..
ચાલ, હું યે તૈયારી શરુ કરી દઉં…
http://www.readsetu.wordpress.com
એમ થાય છે કે હું તો હજી જીવનથી જ ભરી છું….
આમ તો ક્યાંક ઉંઘતી ઝડપાઇ જઇશ..
ચાલ, હું યે તૈયારી શરુ કરી દઉં…
Lata Hirani
Very nice creation…really apt one too..
માધવ રામાનુજનું “અમે કોમળ કોમળ” યાદ આવી ગયું.
બહુ જ સરસ શૈલી છે , બહેન! અને ભાવની અભીવ્યક્તી તો તમને ગળથુથીમાં મળી લાગે છે !
pls donot write like this.reality is always real we all know but when we go through it ,it pinches.write lively lively things je jivadva ma maza karave badhu bharyu bharyu rakhe…..jivan thi thabakatu….
kharekhar aapni lekhan shaili ma je anokhu tatv chhe je hraday ne unde sudhi sparshi jaay chhe..!!!!.. Abhinanadan..!
nice one. it expressed the capacity of rhymes and rythm that is so well inside.