આપણો સંબંધ…

આપણો સંબંધ સખી…
લીલેરું પાન ?
લીલું પાન તો કાલ પીળુ થાય…

આપણો સંબંધ સખી…
સમંદરના મોજા ?
મોજા માં તો ભરતી ને વળી ઓટ….

આપણૉ સંબંધ સખી…
ઊગતી સવાર ?
સવાર તો સાંજ બની સરી જાય..

આપણૉ સંબંધ સખી…
ઉઘડતું એક ફૂલ
પાંખડી ખરે તો યે રહી જાય સુગંધ..

13 Comments

  1. બહુજ સુંદર ગીતની કક્ષાનું કાવ્ય.
    શબ્દોના નજીવા ફેરફારથી પાક્કું લયબદ્ધ ગીત બની જાય!

  2. ચોટદાર ગીત છે; ફક્ત આગળ કહેવાયું એમ લય જો જળવાઈ/રચાઈ જાય !
    કાવ્યમાં મઝાનો ભાવ-ક્રમ મળ્યો છે. છેલ્લે તો એક જ શબ્દે સાર વહાવી દીધો છે.
    દરેક કડીની અંતની પંક્તિઓમાં પ્રાસની યોજના થાય તો ચાર ચાંદ લાગી જશે.

  3. 3
    chetu Says:

    ekdm saras..! congrats didi..!

  4. 4

    આપણો સંબંધ સખી હૈયા નો હાર
    લાગણીના ફુલો કદી ન કરમાય

  5. 5

    u r right,panchambhai and jugalbhai….
    છંદ શીખવાની શરૂઆત તો જુગલકિશોરભાઇ પાસેથી કરેલ..પણ દુર્ભાગ્યે પૂરો સમય ન આપી શકી. ગીત બનાવવાની જવાબદારી આપ ને સોંપી દઉં ?
    આભાર ..

  6. 6
    raj Says:

    Hi ! Neelam Ji

    First of all I am very new to your blog and as so far i am through your all Creations, it is impossible for me to figure out the best one!

    All simply heart touching!

    I have started it to read out some love related topics but i hardly found it.

    Could i request you to create some “Heart Paining” topics.

    Many thanks in advance
    Raj

  7. 7

    આ કાવ્ય વાંચતાની સાથે ગીત વાંચતો હોઉં એવો ભાવ થયો પણ લય યોગ્ય ન હોવાના કારણે એમ કહેવાનું મન થયું કે થોડી કાળજી લઈ આ કાવ્યને ગીતમાં પલોટી શકાય તો એની કિંમત અણમોલ થઈ શકે… પણ પ્રતિભાવ આપવા બેઠો તો જોયું કે પંચમદા અને જુગલભાઈ એ જ વાત કરી જ ચૂક્યા છે. અને તમારો પ્રતિભાવ પણ જોયો… ગીતના લય શીખવાનું ખૂબ જ આસાન છે. જાતે જ મઠારી શકાય તો ઉત્તમ કેમકે જે ભાવ તમારા હૃદયમાં હોય એ અન્યના હૃદયમાં કદી જન્મી જ ન શકે…

  8. 8
    Rekha Sindhal Says:

    aapno sabandh sakhi haiyana hetno, varso vitata toye chhalkato jaye.

    I am trying to download Gujarati fonts to use. can you please tell me steps for how to?
    I can not wait to see you. i am trying to plan my trip to Ahmedabad as soon as possible.

  9. 9
    manvant Says:

    Lileru paan..samandarna moja..oogati savaar..
    ooghadtu ek phool…
    AA badhama,paan pilu,samandarnaa mojaama
    bharti ne oat aave..savaar paછ્i saanj pade ..pan
    pandadi khare toye sugandh rahe !wah Bena!!!!!

  10. 10
    readsetu Says:

    આપણો સંબંધ…..

    Lata

  11. 11
    nalini jatania Says:

    Congrates.Heart touching geet.ava geeto vadhu sfure evi dil ni ……….

  12. 12
    Gira Says:

    khub j saras…….. i like it very much didi…….

  13. [...] (8)  શ્રીમતી નીલમબહેન દોશીના બ્લોગ “પરમ સમીપે” પર   http://paramujas.wordpress.com/2007/08/19/sjdyrt-gkhiu/ [...]


RSS Feed for this entry

Leave a Comment