પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ગઝલ ગમતી… August 12, 2007

આંખો મીંચુ-ઉઘાડું ન્યાળુ કશુંક જૂદુ,
ગૂંથાય છે હવે એ જાળુ કશુંક જૂદુ.

અમથી ફર્યા કરે છે,આ ગોળ ગોળ કૂંચી
ઉઘડે ન બંધ થાતું ,તાળુ કશુંક જૂદુ

તારું બિબુ મુબારક.મારો મિજાજ જુદો,
લઇ ને અલગ પ્રવાહી,ઢાળુ કશુંક જૂદુ

ઉકળ્યું છે આંખ સામે,ઘૂંટયું છે આજ હાથે
કિન્તુ અલગ છે ગરણી,ગાળુ કશુંક જૂદુ

આ સાંજની ઉદાસી,ને આ ભભકતું ફાનસ
કરીએ મળીને ચાલો, વાળુ કશુંક જૂદુ.

હર્ષદ ત્રિવેદી (સંપાદક: શબ્દસ્રુષ્ટિ)

 

5 Responses to “ગઝલ ગમતી…”

  1. સુરેશ જાની Says:

    રચના ગમી.
    સત્યશોધકને થતી મુંઝવણનો તાદ્રશ્ય ચીતાર.

  2. પંચમ શુક્લ Says:

    તારું બિબુ મુબારક, મારો મિજાજ જુદો,
    લઇ ને અલગ પ્રવાહી,ઢાળુ કશુંક જૂદુ.

    ખૂબ સરસ અવધૂતી મસ્તી વાળી ગઝલ છે.
    મજાની વાત એ છે કે પ્રવાહીની વાત હોવા છતાં પિયક્કડ શાયરાના અંદાજ બીલકૂલ નથી.

  3. વિવેક Says:

    સુંદર ગઝલ… કાફિયા-રદીફની ગોઠવણી મજાની થઈ છે… બધું મળીને સરવાળે ગઝલ પણ બીજી ગઝલોની વચ્ચે “જુદી” તરી આવે છે…

  4. વિશ્વદીપ બારડ Says:

    આ સાંજની ઉદાસી,ને આ ભભકતું ફાનસ
    કરીએ મળીને ચાલો, વાળુ કશુંક જૂદુ.

    સુંદર રચના છે.

  5. Harshad Trivedi Says:

    tame mari rachnane aa rite mahttva aapyu e mate aabhari chhu. pratibhavo aapnaar mitro ni shabdo sathe ni nisbat pan pramanu chhu.
    thanks..

Leave a Reply