પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

હાઇકુની સંગતે…. August 10, 2007

કુટિર નાની,
સામાન છલોછલ
કરીશું ખાલી ?

દરિયો તારો,
ઉછળે મોજા મારા,
નાખુદા કોણ ?

મનના તેજ
મબલખ,તમસ
આ શરમાય.

ઉઘાડ બારી,
લંબાવ હાથ,પળ
પારિજાતની.

નવો નક્કોર
આવ્યો કયાંથી હૈયે
આ કલરવ ?

સળવળે કૈં
ભીતરે ભીનું ભીનું
ઝળહળ હું.

રક્ત ગંઠાયું
કે ગંઠાઇ લાગણી ?
થીજતું હૈયુ.

 

4 Responses to “હાઇકુની સંગતે….”

  1. પંચમ શુક્લ Says:

    કુટિર નાની,
    સામાન છલોછલ
    કરીશું ખાલી ?

    હમણાંથી લબાચા બહુ ફેરવવા પડે છે એટલે આ હાઇકુ તરત મનને અડી ગયું.

  2. વિશ્વદીપ બારડ Says:

    બધાં હાયકુ.. સુંદર અને ઉંડા ભાવો લઈને આવે છે!
    મારી દ્રષ્ટી એ હાયકું એટલે.. હૈયાંમાં સોસરવું ઉંડે સુધી ઉતરી જાય અને હૈયાને હચમચાવી દે !

  3. nilam doshi Says:

    આભાર. અહીં મનના લબાચા…રાગ,દ્વેષ,ઇર્ષ્યા,મોહ…વિગેરેની કરેલ વાત..સ્થૂળ અર્થ માં પણ આપની જેમ મને પણ અત્યારે લાગુ પડે છે.

  4. નીલા Says:

    કુટિર નાની,
    સામાન છલોછલ
    કરીશું ખાલી ?

    વો દિન યાદ કરો

Leave a Reply