પ્રશ્ન…

તારી અપેક્ષાઓના

ઘેઘૂર વાંસવનમાં..
ઊણી ઉતરીશ હું સદા
ચાલ, પાલવ અલવિદાનો..
ફરકાવી જઇએ..?
સમયવનમાંથી
પસાર થતાં..
કયારેક,કયાંક..
કોઇ રસ્તે ..
ફરી એકવાર અથડાઇ જશું તો..
આપીનહીં બેસે ને ?
અપરિચિતતાનું એક સ્મિત..?
જરી આવકાર
આંખોથી..
તો આપી શકીશ ને?

8 Comments

  1. 1

    અનપેક્ષા….સુખનું કારણ…સુંદર…
    પેલું ગીત યાદ અવી ગયું….
    “ચલો એક્બાર ફિરસે,અજનબી બન જાયે હમ દોનો…”

  2. 2

    સુંદર રચના….

  3. 3
    chetu Says:

    yes devika bahen is right..!…

  4. 4
    Lata Hirani Says:

    સ્મિત અને અપરિચિતતા બંને સાથે કેમ હોય

  5. 5
    wafa Says:

    Beautiful.
    Could I seek the permission sharing your poetical phrases in a Gazal or Nazam.
    wafa

  6. 6

    आभार…

    sure..wafa saheb…thanks.it will be my pleasure.

  7. 7

    કોઇ રસ્તે ..
    ફરી એકવાર અથડાઇ જશું તો..

    khub j saras

  8. 8

    ખૂબ સરસ. અને દેવિકાબેને સુંદર ગીત રજુ કર્યું છે. બરા બર બંધ બેસતું.

RSS Feed for this entry

Leave a Comment