કોઇ ની જીત
બે ધારી તલવાર
કોઇ ની હાર
તારી સ્મૃતિ, ને
મૌન ના એકાંતમાં
પાંપણે મોતી
ઝાલર ટાણુ
તારા પગનો રવ
મન ભીંજાણુ
સફર અહીં,
રસ્તો તો આ આટલો
પણ હું ક્યાં ?
કાળ અકળ
જાણી શકે ન કોઇ
મંઝિલ કયાં ?
વધે અપેક્ષા
સ્નેહ લાગતો ઓછો
કારણ મન.
બદલે દ્રષ્ટિ,
વિશ્વ સુંદર દીસે
ભરેલ પ્યાલે.
મનમર્કટ,
સાવ અકારણ એ
રડે ને હસે.

બહુ સુંદર હાઈકુઓ. છેલ્લું હાઈકુ ખાસ ગમી ગયું !
bedhari talvar
banne ne chire
કોઇ ની જીત
બે ધારી તલવાર
કોઇ ની હાર
તારી સ્મૃતિ, ને
મૌન ના એકાંતમાં
પાંપણે મોતી
મનમર્કટ,
સાવ અકારણ એ
રડે ને હસે.
- સુંદર હાઈકુઓ… ખૂબ ખૂબ અભિનંદન… લાઘવમાં અભિવ્યક્તિની પણ કંઈ ઓર જ મજા હોય છે… મને તો એમ કે તમને લાંબા લખાણો જ લખવાનું ગમે છે…