પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

અભિશાપ… July 11, 2007

નખશિખ સૌન્દર્ય બની ગયું,
એનો અભિશાપ..
એ નગરવધૂ જ બની શકે
કૂળવધૂ નહીં…
રાજ્ય આખાનું મનોરંજન કરી શકે..
પોતાનું નહીં!
લોકો પોતાનો થાક ઉતારવા..
ગમ ભૂલાવવા…
એના સપ્તભૂમિપ્રાસાદે પધારે..
આમ્રપાલી એનો ગમ
કયાં જઇને ભૂલાવે?
એનું અંતર કયાં જઇને ખોલે?
એના સૌન્દર્યનો થાક કયાં ઉતારે?

નીલમ દોશી.

 

આજની ખાટી મીઠી… July 11, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:37 am

લીલી બત્તી કરતાં ઘણાંને એમ્બ્યુલન્સ માટે રાહ જોવી વધુ ગમે છે.