ભાવવિશ્વ..23..મહેંદી તે વાવી માળવે….
June 8, 2007મહેંદી રંગ
ઉઘડતો હાથમાં
હૈયે ઉજાસ.
વહાલી ઝિલ,
“મહિયરના માંડવે મહેંદી મૂકાતી,
મહેંદીમાં ઉઘડયા સાજનના હેત,
રાતાચોળ રંગમાં ઓરતા અકબંધ
કુમકુમ પગલામાં કુંવારી ભાત.”
કેવું મનભાવન દ્રશ્ય છે.! એકીસાથે કેટલા બધા હાથોમાં મહેંદી મૂકાઇ રહી છે.બધા વારે વારે પોતાના હાથની ડિઝાઇન જોતા રહે છે..એકબીજાને બતાવતા રહે છે.કોની વધુ સારી મૂકાણી છે..એની સરખામણી [...]
