ભિખારી નથી….
June 5, 2007થાકી ગયેલ માણસની જેમ ટ્રેન પણ ઘડીકમાં ધીમી તો ઘડીકમાં તેજ ગતિથી પોતાની મંઝિલ તરફ જઇ રહી હતી.ડબ્બાની અંદર બેસેલ શંભુમેળાના કલરવથી બેખબર,નિ:સ્પૃહ બની તે ભાગી રહી હતી.અંદર પંખીના માળામાં જાતજાતના પંખીઓ પોતપોતાની આગવી રીતે કલરવ મચાવી રહ્યા હતા.દરેક ડબ્બામાં એક ક્ષણિક દુનિયા રચાઇ હતી.
મલ્હારભાઇ પણ બીજા પ્રવાસીઓ સાથે થોડો પરિચય કેળવાતા ગપાટા મારી રહ્યા [...]
