આજની ખાટી મીઠી..
June 2, 2007સફળ પત્રકાર થવું એટલે,પોતે જે વિચારે છે તે નહીં,પણ લોકો જે વિચારે છે તે તંત્રીલેખમાં લખવું.
રચયિતા : નીલમ દોશી
સફળ પત્રકાર થવું એટલે,પોતે જે વિચારે છે તે નહીં,પણ લોકો જે વિચારે છે તે તંત્રીલેખમાં લખવું.
એકવાર આપણા બાબુભાઇને હાસ્યલેખ લખવાનો ધખારો ઉપડયો.કેમકે તેણે કયાંક વાંચી લીધું હતું કે,”હસે તેનું ઘર વસે”…અને હજુ તેનું ઘર વસ્યું નહોતું!!!તેને થયું કે હું એકાદ મજાનો હાસ્યલેખ લખું તો મારું તો ઠીક પણ મારો લેખ વાંચી ને કેટલાયે હસે અને તો કેટલાયનું ઘર વસી શકે!!!આ યે એક જાતની સમાજસેવા જ થઇ ને?આવા શુભ આશયથી [...]
તારા વાસંતી ટહુકાઓને
મેં ગોપવી રાખ્યા છે
હૈયાની હુંફાળી ધરતીમાં
રાહ જોયા કરું છું
કશુંક નવું ફૂટવાની
તેં આપેલો
ચપટીક સોનેરી તડકો
એના પર રેડ્યા કરું છું
અને
મારા નયન નીતરી જાય
એવો અજવાસ પ્રકટવાની તરસ જીવ્યા કરું છું
(કવિલોક જુલાઇ-ઑગસ્ટ 2002)
[...]
જે કહેવા બદલ અગાઉ બાળકને થપ્પડ પડતી હતી..તે જ કહેવા બદલ આઆઆજે તેમને ચબરાકનું લેબલ લગાડાય છે.
જીભ ભલે ત્રણ ઇંચિયા હોય,તે છ ફૂટિયા માણસને ઘાયલ કરી શકે છે.