ક્રિશ્ના….

ક્રિશ્ના….
આ કાળી ડીંબાંગ રાત
મને અતિ પ્યારી

કારણ…
કારણ તું

કારણ…
આ કાળી રાત માં
તારા સિવાય કશું જ
ના જોઇ શકાય

અને
અનાયાસે
મનમીત મળી જાય તો….
ધવલ રાતની
પ્યાસ ક્યાં છે મને ?

તું…
તારો સ્પર્શ
તારા ચરણ કમળ નો સ્પર્શ

તારો નિર્વ્યાજ પ્રેમ
અને શ્યામ રાત્રિ
એમાં શ્વેત સિતારા સમ
ચમકતા તારા નેત્રમાં
કેદ થયેલ હું

હવે
શાને શોધું
હું સ્વર્ગને .

હરીશ દોશી.

5 Comments

  1. ખુબ સરસ છે, પણ મને જરા આ કવિતા અઘરી લાગી સમજ્વા માટે…

  2. 2
    shivshiva Says:

    વાહ વાહ હરીશભાઈ
    આતો શેર ને માથે સવા શેર છે.

  3. 3

    :) નીલા કાકીની વાત એકદમ સાચી..

    ખુબ જ સુંદર…

    આને સાચા અર્થમાં ભજન કહેવાય…

  4. 4
    Lata Hirani Says:

    હરીશભાઇ તમે બીજા કવિઓની છુટ્ટી કરી દેશો……

  5. 5
    nalu Says:

    exellent.hope u canpeak success of horizons.


RSS Feed for this entry

Leave a Comment