પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

હાઇકુની સંગે.. May 12, 2007

ફિક્કો સૂરજ
ડૂબે, ને ઝળહળે
સાંધ્ય દીપ.

માટી કોડિયુ,
દીપથી દીપ જલે
શ્રધ્ધા છલકે

દીકરી લક્ષ્મી
કહે સૌ,લાગતી કાં
સદા વસમી?

ઓઢી ઉદાસી,
પ્રિયની પ્રતીક્ષામાં,
અધીર રાત

નીલમ દોશી

 

કાવ્ય ગમતું… May 12, 2007

Filed under: કાવ્યસંગીત, ગમતાનો ગુલાલ — nilam doshi @ 10:44 pm

આ તો
તને જ કહેવાની વાત
તું ખીલત ને
હું ગીત ગાત
તો પછી
જળને પહેરીને
સાવ સુંવાળો
વાયરો અહીં વાત……………..

લતા હિરાણી

(કાવ્ય સૃષ્ટિ ફેબ્રુઆરી માર્ચ 2006)

 

રમણીય ખાંચા… May 12, 2007

હવે ન ઝાઝા વધારો લબાચા,
અહીં બધા કૉટડા સાવ કાચા.
અમારું છે કેવું સહુને ખબર છે,
નથી તમારા ય મજબૂત ઢાંચા.
બડી હસ્તીઓને કયાં કૈં પડી છે?
નડે બધે રોજ ટૂંકા ને ટાંચા!
બધું જ સાચું કે ભટકયા ઘણું પણ-
ઘણાં મળ્યા છે રમણીય ખાંચા.!
મળે ન ઊંજણ ન કોઇ મરામત,
હવે સમયના ભરોસે જ સાચા.!

હર્ષદ ત્રિવેદી

 

આજની ખાટી મીઠી… May 12, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 7:22 am

ફિલોસોફર પોતે જે જુએ છે તેનો યથાવત સ્વીકાર કરી લેશે નહીં,કેમકે એ જે જોતો નથી તે અંગે અનુમાનો કરવામાં ખૂબ રચ્યો પચ્યો રહે છે.