પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

પ્રિયની પ્રતીક્ષામાં… April 27, 2007

હે પ્રિય,

આંખમાં આવકારનું આંજણ આંજી,હૈયામાં આસ્થાનો દીપ જલાવી,મેઘની રાહ જોતા ચાતક જેમ હું તારી પ્રતીક્ષા કરી રહી છું.પ્રિય,તું આવીશને?તારા ઇંતજારમાં નયનો બિછાવી,તારા પુનિત પદરવ સાંભળવા..મારા કાન જ નહીં…મારા અસ્તિત્વનો પ્રત્યેક અણુ અધીર બની ગયો છે.મારી આશાભરી આંખો રસ્તા પર દૂર દૂર સુધી દોડતી રહે છે…તારી એક ઝાંખી કરવા માટે હું જલ બિન મછલીની જેમ તડપી રહી છું.તારી ફકત તારી જ પ્રતીક્ષામાં .. જન્મજન્માંતરથી હું ઝૂરતી રહી છું તારા માટે જ…પ્રિય…તારા માટે જ…!!!

હે પ્રિય,તારા વિરહમાં..મેં અનેક કાવ્યો લખી નાખ્યા…જેના કરૂણરસથી દ્રવિત થઇને ભીની થયેલ આંખો વડે કદક વિવેચકોને પણ તે કાવ્યોના વખાણ લખવા પડયા.ને કદાચ ટૂંક સમયમાં તેને બે- ચાર નાના મોટા એવોર્ડ મળવાની શકયતા પણ નકારી શકાય નહીં!.જોકે એમ તો સમયાંતરે તારા અદ્ભૂભૂત મિલનનું સન્નિધ્ય મને મળતું રહે છે…તેનો મારે સહર્ષ સ્વીકાર કરવો જ રહ્યો.મિલન પછી વિરહ અને ઇંતજાર…પ્રતીક્ષાના આ અગાધ મહાસાગરમાં હું વારાફરતી હિલોળા લેતી રહુ છું.

હે પ્રિય,તારું મિલન મને પરમ આનંદની અનુભૂતિ કરાવે છે.આનંદરસના એ મોજા પર સવાર થઇને મારી ઉર્મિઓ છલકતી રહે છે.ને સંવેદનાના એ નીરમાં નહાઇને સદ્વ્: સ્નાતા બનેલ શબ્દો કયારેક અનાયાસે ગીત, ગઝલ કે કાવ્યનું કલેવર ધારણ કરી બહાર આવે છે.આમ જીવનના અદભૂત આનંદરસનું પાન કરાવવા બદલ હે પ્રિય,હું તારી ઓશિંગણ છું.

હે પ્રિય,તો કયારેક અચાનક તું તારા વિરહથી અણધાર્યા, આકસ્મિક, અણચિંતવ્યા વિરહથી મને કરૂણરસના ઘેરા મહાસાગરમાં ડૂબાડી ..જીવનના સૌથી અમૂલ્ય રસનો પરિચય…અનુભવ કરાવી આપે છે.દરિયામાં યે ભરતી ઓટ છે,તો માનવજીવનમાં મિલનના માધુર્ય પછી વિરહની વેદના હોય જ ને?એ મહાન વેદના સાથે કાયમનો અતૂટ નાતો બંધાવી આપવા માટે હે પ્રિય,હું તારી ભવોભવની ઋણી છું ને રહીશ..અને વિરહની મારી ગઝલો તો હવે વિશ્વમાં પ્રખ્યાત થવા માંડી છે.શુધ્ધ વેદનાની શાહીમાં ઝબોળાઇને લખાયેલ એ કાવ્યોમાંથી ટપકતા કરૂણરસથી ભલભલા કઠોર હ્રદયો મીણની જેમ પીગળી ગયા છે.હે પ્રિય,આ માટે હું તારો આભાર ન માનું એટલી કૃતઘ્ન..કે નિર્દય તો હું ન જ થઇ શકું ને?

અને મિલન અને વિરહ વચ્ચે વહેતી પરમ ઇંતજાર…પ્રતીક્ષાની પુનિત ..પરમ પળોનું તો કહેવું જ શું?કોઇ કહેનારે કહ્યું છે કે”પ્રાપ્તિ કરતા પ્રયત્નનો આનંદ વધુ હોય છે…”જોકે મને તો એ કયારેય સાચુ લાગ્યુ જ નથી.તારી પ્રાપ્તિનો જે અદભૂત આનંદ છે એ હું કેમેય જતો કરી શકુ તેમ નથી જ.

પણ પ્રિય.મારી તને એક જ વિનંતિ છે…આજીજી છે..કે પ્રતીક્ષાની આ પળો મહેરબાની કરી હવે બહુ લંબાવીશ નહીં.મારી ધીરજનો..દોર ,આશાનો તંતુ પતંગની જેમ કપાઇ જાય,,,તૂટી જાય, બટકી જાય..એ પહેલા હે પ્રિય,તું આવીશને?મારાથી તારો વિરહ હવે સહન નથી થતો…નથી થતો…

પ્રતીક્ષાની આ પળો મને પરમની સમીપે પણ લઇ જાય છે એની ના નહીં.તારી પ્રતીક્ષામાં મારા બે હાથ અનાયાસે ઇશ્વરને જોડાઇ જાય છે. આ રીતે જીવનના બીજા એક અમૂલ્ય રસ..ભક્તિરસનો પણ તેં મને લાભ આપ્યો છે.
જોકે ભગવાન ના દર્શન કરતીવખતે પણ મારા મનમાં તો તારું જ રટણ હોય છે..એનો સ્વીકાર મારે ખાનગી ધોરણે પણ કરવો જ રહ્યો.

હે પ્રિય,તારો ઇંતજાર કરતી હું અનિમેષ નયને આવતી જતી દરેક વ્યક્તિને નીરખી રહું છું.કાલિદાસના કયા મેઘ સાથે હું તને સંદેશો પાઠવું? એ યે મને સૂઝતું નથી. આવતી જતી દરેક વ્યક્તિમાં તારા દર્શન કરવાની મને તડપ જાગે છે..મારા અસ્તિત્વનો પ્રત્યેક અણુ .તીવ્ર આતુરતાથી તને ઝંખી રહે છે.અને મારી આ ઝંખના નિષ્ફળ જવાથી કયારેક હું રૌદ્ર રસનો પણ અનુભવ કરી કે બીજાને યે કરાવી દઉ છું.પણ હું જાણું છું…મારૂ આ રૌદ્ર રૂપ.મારો આ ગુસ્સો વાંઝિયો છે..કેમકે મારો પ્રેમ એકપક્ષી છે.મારા પ્રેમના કોઇ પડઘા તારા કઠોર હ્રદયમાં નથી પડતા.અને છતાં….છતાં તારા એક દર્શન અને..અને હું બધું જ ભૂલી જાઉ છું.હે પ્રિય તું આમ કઠોર શા માટે થાય છે?તારી ઉપર ગુસ્સો કરવાની મારી હિમત કે શક્તિ નથી જ….!!અને મારી આ મજબૂરી.. પ્રેમની મજબૂરી તું બરાબર જાણે છે…સમજે છે…પ્રિય તું ખૂબ સારી રીતે જાણે છે કે તારા વિના મારી જીવનનાવ સરળતાથી આગળ ચાલી શકે તેમ નથી જ.

પણ હે પ્રિય,મારા આ મજબૂર પ્રેમથી મગરૂર થઇ ને એનો તું ગેરલાભ ન ઉઠાવીશ…પ્રિય ,ન ઉઠાવીશ.તારી દરેક શરત મને મંજૂર છે…મને તારાવિના નહીં ચાલે એનો હું જાહેરમાં સ્વીકાર કરું છું.આ મિથ્યા જગતમાં..તારા વિના મારે બધું જ મિથ્યા છે.આ સકળ વિશ્વમાં મને સૌથી વધુ કોઇ પ્રિય હોય તો એક તું જ છે.”તારા વિના મને જગ લાગે ખારો રે…..”મીરાબાઇની જેમ હું યે આ ગાઇ શકું તેમ છું.

તારો વિરહ મને જેટલી અપસેટ કરી નાખે છે…તેટલુ અપસેટ બીજુ કોઇ કરી શકતું નથી.તારા વિરહનો પ્રતાપ મારા જીવનની એક એક ક્ષણમાં સંકળાયેલ છે,તાણાવાણાની જેમ વણાયેલ છે.હું બધું યે સહન કરી શકુ છુ..જો એક તારો સાથ મળે તો….”બાકી તો યે દુનિયા અગર મિલ ભી જાયે તો કયા ?”ના,ના, હે પ્રિય…હવે ઇંતજાર સહન નથી થતો. અને “ઇંતજારકે એક એક પલકા બદલા લૂંગી”એમ પણ હું નથી કહી શકતી.પ્રેમમાં બદલાની ભાવના તો પામર લોકો રાખે..!!હું તો તારી સાચી ચાહક!! એવો કુવિચાર મારા દિલમાં કેમ પ્રવેશે?(પ્રવેશે તો યે કંઇ કરી શકું તેમ નથી..!! મારી આ મજબૂરીની મને હે પ્રિય,જાણ છે જ.! અને તેથી જ લાચાર છું..).

પણ હે પ્રિય,હવે તું મને વધુ તડપાવીશ નહીં..જીવનના ઘણા રસો નો વારંવાર અનુભવ કરાવવા બદલ હું તારી ઋણી છું ને રહીશ.લાગણીઓના લાખ લબાચાથી લથપથ થયેલ હું અત્યારે..આ પળે પણ તારી પ્રતીક્ષામાં તરફડી રહી છું.જળ વિનાની માછલીની જેમ ટળવળી રહી છું તારા વિરહમાં તારા પરનો ગુસ્સો ઘરની દરેક વ્યક્તિ પર અનાયાસે મારાથી નીકળી જાય છે.તારી ગેરહાજરીમાં મારા રૌદ્રરૂપના દર્શન ઘરમાં બધાને થાય છે.માટે હે પ્રિય,મને આમ તું વિરહવેદનામાં તડપાવીશ નહીં.કવિવર ટાગોરની પરમને પામવાની જે ઝંખના ગીંતાજલિમાં વ્યકત થઇ છે.એટલી જ ઉત્કટતા..પ્રબળ ઝંખના હું તારા માટે અનુભવી રહી છું.

તારા માટે ના મારા પ્રેમના પુરાવા તો મારા ઘરની દરેક વ્યક્તિ આસાનીથી આપી શકશે.”અબ તો બાત છીપે ના….”પ્રેમના જોકે પુરાવા ન હોય…છતાં….મારો પ્રેમ દિવ્ય છે ..અલૌકિક છે…બધાથી ઉપર છે.
પ્રિય,હવે તો તું મને તડપાવીશ નહી ને?પ્લીઝ…”એક તું ના મિલી..સારી દુનિયા મિલે ભી તો ક્યા હૈ?”દુનિયા તો મારી પાસે છે..જરૂર છે ફકત તારી અને માત્ર તારી જ…કયારેક કયારેક તું તારી ઝલક દેખાડી જાય છે અને એ દિવસ મારા માટે ઉત્સવ બની જાય છે.કેમકે સામાન્ય રીતે…દિવાળી..હોળી કે કોઇ પણ ઉત્સવ..તહેવારમાં તારા દર્શન દુર્લભ જ હોય છે.મારા માટે તો તારી ઉપસ્થિતિ એ જ પરમ ઉત્સવનું ટાણુ!! એ જ મારો તહેવાર..! બાકી પ્રિય,તારા વિનાના ઉત્સવો મને હમેશા ફિક્કા જ લાગ્યા છે.(અને બીજાને પણ ફિક્કા લગાડયા છે..એ જુદી વાત છે.)

આ વિનંતિ…આજીજી હું હમેશા તને કરતી રહી છું.”અરજી અમારી સુણજો પિયુજી….,આવજે તું મારા ધામમાં…”પણ રે નિર્દય ,મારી અરજી તે હમેશા નિષ્ઠુર બનીને ફગાવી છે..”દુનિયા રૂઠે તો ભલે રૂઠે,પણ તું ના રૂઠીશ મારા પ્રિય…”હું ગાતી રહુ છું.

અરે, મારી પ્રાર્થના ફળી કે?દૂરદૂરથી તારી ઝાંખી મને થઇ રહી છે.તારા પદરવને હું આટલે દૂરથી યે ઓળખી લઉ છું.મને તારા ભણકારા સંભળાઇ રહ્યા છે…ઓહ! આખરે તું આવી…મારી અરજી સ્વીકારાઇ…અને તું આવી…..!!! બસ બસ હવે આ આનંદના અતિરેકમાં મારાથી આગળ નહી લખી શકાય…

અંતે મારી કામવાળી..એકની એક કામવાળી.. ચંપા આવી ખરી !!!!!

આજ મારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો ખરો! વધામણા..વધામણા!!એને ચોખાથી વધાવું કે કંકુના છાંટણાં છંટાવું?

મિત્રો,તમે તો એની પ્રતીક્ષા કરતા કરતા આ નથી વાંચી રહ્યા ને?

ચિંતા ન કરશો..જે આ લેખ બે વાર વાંચશે તે સૌને મને ફળ્યા તેમ ફળશે.

નીલમ દોશી.

 

11 Responses to “પ્રિયની પ્રતીક્ષામાં…”

  1. shivshiva Says:

    તમારી કામવાળી આવી ગઈ એટલે મને આ ગીત યાદ આવી ગયું

    વક્તને કીયા ક્યા હઁસી સીતમ [કામવાળીએ કર્યું ડિસ્ટર્બંસ]
    નીલા

  2. Gira Says:

    Aa Ekdam Sachhi Vat 6e, KAHANI GHAR GHAR KI.

  3. chetu Says:

    કામવાળા માટૅ પણ કાવ્યો બનાવવા પડે છે…!..ઍના વિના સુનો સંસાર્..!..પહેલા જરા વાચ્યુ ને થયુ કે દોડી ને પ્રિય ને ફોન પર બધુ કહુ..યા તો ઈમૈલ પર આ લિન્ક મોક્લુ…! સારુ થયુ પૂરૂ વાચ્યુ ..નહિતર્…!!..વિચારો શુ હાલત થઇ હોત..??

  4. Dost Says:

    Tu chhupi hai kaha ?
    Main tadpata yaha

    Tere bin suna suna hai gharaka chula
    chhupi hai kaha…?

  5. feketefene Says:

    *****
    ****
    ***
    **
    *
    http://feketefene.wordpress.com/2007/04/26/ignite-rocks/
    GOOD MUSIC! Check it out!

  6. ઊર્મિસાગર Says:

    ” જોકે ભગવાન ના દર્શન કરતીવખતે પણ મારા મનમાં તો તારું જ રટણ હોય છે..એનો સ્વીકાર મારે ખાનગી ધોરણે પણ કરવો જ રહ્યો.” (એકદમ હાચ્ચી વાત કરી!!)

    “…ઝંખના નિષ્ફળ જવાથી કયારેક હું રૌદ્ર રસનો પણ અનુભવ કરી કે બીજાને યે કરાવી દઉ છું.પણ હું જાણું છું…મારૂ આ રૌદ્ર રૂપ.મારો આ ગુસ્સો વાંઝિયો છે….” (વાંઝિયો જ રાખવો પડે ને તે?! :-) )

    “તારો વિરહ મને જેટલી અપસેટ કરી નાખે છે…તેટલુ અપસેટ બીજુ કોઇ કરી શકતું નથી.”
    :-)
    “…કુવિચાર મારા દિલમાં કેમ પ્રવેશે?(પ્રવેશે તો યે કંઇ કરી શકું તેમ નથી..!! …” (કોની હિંમત છે એ ‘પ્રિય’ને કંઇ કરવાની કે બોલવાની?!)

    —-

    બહુ જ સરસ રીતે બધી ‘વિરહિણી’ઓની પીડાને વર્ણવી છે તમે આંટી!! Congrats…
    પણ પછી તમે ગોળ-ધાણા વ્હેંચ્યા કે નઇં?
    મારા સુધી તો હજી આવ્યા જ નથી હોં આંટી!!
    ચાલો, કંઇ નહીં તમારા ‘પ્રિય’ને પ્રેમથી ખવડાવી દેજો મારા વતી! :-D

  7. Chetan Says:

    Well said…..Nilam Aunty.
    We have become handicap without “Kamwali” as well as “Gharwali”

  8. b.v.patel Says:

    aapno a` vibhag niyamit vachu chu khubaj saru aapo cho te badal aabhar vyakta karu chu aa lekha khubaj saro mukyoche

  9. સુરેશ જાની Says:

    બહુ જ મજા આવી ગઇ.
    આવાં બે કાવ્ય મહીષી(!) અને ખુરશી માટે હતાં. યાદ નથી કોણે લખ્યાં હતાં.

  10. nilam doshi Says:

    આપના આભારનો ભાર મારા સર આંખો પર,પટેલભાઇ….

    યસ,દાદા,ખુરશી માટે તો મે પણ કયાક વાંચેલ…અને આપની જેમ મને યે યાદ નથી.

  11. રાજીવ Says:

    Brilliant…!

Leave a Reply