આમ તો અમે પતિ પત્ની બંને સાહિત્યના પૂરા શોખીન.અને લોકોને પણ અમારા એ શોખની ખબર પડે માટે કયાંય પણ જઇએ ત્યારે ડાયરી ને પેન હાથમાં જ રાખીએ.કઇ શુભ ઘડીએ કોઇ વાર્તાનો પ્લોટ,કોઇ અદભૂત કાવ્ય પંક્તિ સ્ફૂરી જાય તો?તો બીજુ તો કાંઇ નહીં પણ એવા સમયે જો હાથમાં ડાયરી,પેન ન હોય તો આપણો દેશ એક મહાન રચનાથી વંચિત રહી જાય તો?દેશનું આવું મહાન નુકશાન અમે કોઇ રીતે સહન ન કરી શકીએ.અને એટલે દેશ માટે થઇ ને ડાયરી નું વજન ઉંચકવુ પડે.. તો વાંધો નહીં.દેશ માટે તો લોકો શહીદ થઇ જતા હોય તો અમે શું આટલું યે ન કરી શકીએ?એક ડાયરી સુધ્ધાં ન ઉંચકી શકીએ?
હમણાં અમને હરિદ્વાર ….પરમ પાવક ગંગાના સાન્નિધ્યમાં જવાનો મોકો મળ્યો.અને ગંગાના દર્શન કરીએ અને કોઇ કવિતા ન સ્ફૂરે એવું તો બને જ નહીં ને?ગંગા કિનારે બેઠા બેઠા અમને એક પ્રયોગ સ્ફૂર્યો.ચાલો,આજે સાથે મળીને એક સહિયારૂ સર્જન કરીએ.સાથે મળી ને એક કવિતા લખીએ.
એક પંક્તિ હું લખું
એક પંક્તિ તું લખે
ને કરીએ મજાનું સર્જન સહિયારૂ.
“ચકી લાવી ચોખા દાણો ,
ને ચકો લાવ્યો મગ દાણો..”ની જેમ.
જોકે પછી ખીચડી કોણ બનાવે એ પ્રશ્ન રહ્યો ખરો.! (આ ચકી ચોખા નો ને ચકો મગનો જ દાણો કેમ લાવેલ?ઉલટુ પણ હોઇ શકે ને કે ચકી મગ લાવી હોય અને ચકો ચોખા…આ સંશોધન નો વિષય નથી લાગતો?)
જે હોય તે..પણ અમે તો અમારા આ વિચાર માત્રથી પુલકિત થઇ ગયા..બાગ બાગ થઇ ગયા…અમારા અસ્તિત્વના પ્રત્યેક અણુ માં ગંગાના ઉછળતા નીરનો આહ્લલાદક રોમાંચ જાગ્યો.અમે બંને છલકવા લાગ્યા. હૈયામાં સમુદ્રના મોજાની જેમ લાગણીઓની ભરતી ચડી આવી.અને એ ભરતીમાં અમે તણાવા…સોરી,તરવા લાગ્યા. ભરતી ના એ મોજા શમે તે પહેલાં મેં જલ્દી જલ્દી ડાયરી કાઢી.
પતિદેવ કહે,:ચાલ,શરૂ કર…” મેં કહ્યું,”ના,પ્રથમ પંક્તિ તમારા તરફથી..” તો કહે,”ના,લેડીઝ ફર્સ્ટ..”
મેં કહ્યું,”હવે એવી કોઇ જરૂર અમને નથી.અમે સમાનતા ના હક્કમાં માનીએ છીએ. સ્ત્રી,પુરૂષ ના ભેદભાવના જમાના ગયા.હવે અમારી દયા ખાવાની કોઇ જરૂર નથી.”હું તો આ મહાન પ્રશ્ને લડી લેવા ના મુડમાં આવી ગઇ.
પણ પતિદેવ કહે,”હું દયાની વાત નહોતો કરતો…આ તો જસ્ટ કર્ટસી..નારીત્વનું સન્માન..!”
“હા,હવે એ બધી મને ખબર છે..આજે આવું બોલીને મસ્કા મારો છો..બાકી તો મિત્રો સાથે વાત કરો છો ત્યારે તો “બૈરાની બુધ્ધિ પગની પાનીએ” એવું જ કહેતા હો છો..એ શું મને નથી ખબર?”
”તે તું શું મારી જાસૂસી કરે છે?:તે ધીમે ધીમે ગુસ્સે થઇ ને બોલ્યા. ” એ જે કરતી હોઉં તે.. પણ હું તમને પગથી માથા સુધી ઓળખું છું.”
”એ જ મારી કમનશીબી છે ને?”
પતિદેવ હું ન સાંભળુ તેમ ધીમેથી વદયા. પણ મારા કાન રહ્યા સરવા….ને આમે ય એમના તો હોઠ ફફડે ને તોયે હું સાંભળી શકું..એના ન બોલાયેલ શબ્દોને કલ્પી શકું.અર્ધાંગિની ખરી ને ! એના અડધા શબ્દો મારા સુધી પહોંચે તે પહેલાં આખા બની જાય.
પણ ખેર ! જવા દો..આજે આ ગંગાના પુનિત કિનારે હું ઝગડવાના જરાયે મૂડમાં નહોતી.તેથી let go કરવાની ઉદાત્ત ભાવના રાખી.મન વિશાળ બનાવી,મેં સમાધાનકારી વલણ અપનાવીને કહ્યું,”ઠીક છે..ચાલો પહેલી પંક્તિ મારા તરફથી…”
(આમે ય મોટે ભાગે એ જ let go કરતા હોય છે ..તો કયારેક આપણી પણ ફરજ ખરી કે નહીં?)
અને ગંગાના ઉછળતા નીર પર દૂરથી આવતા પુષ્પ ભરેલા પડિયાની વચ્ચે ઝગમગતા દીવાને જોઇ મને તરત અદભૂત પ્રેરણા થઇ.અને હું બોલી ઉઠી.
”ગંગાના નિર્મળ નીર પર, વહેતા મૂકયા મેં……..”
અને પછી પતિદેવ સામે જોયું..અને મૌન રહી ને જ કહ્યું કે હવે આગળ ચલાવો… પણ મારા મૌન ને એ સમજી ન શકયા તેથી કહે,(મારા શબ્દો એ સમજી શકે પણ મારા મૌનની બહુ આદત ન હોય ને !!!!)
“અરે,પણ તેં કયાં કંઇ વહેતું મૂકયું છે?દીવો કે ફૂલ કઇ તેં તો નથી લીધું..અને કયાંથી મૂકયું?”
“અરે,આ તો કાવ્યની પહેલી પંક્તિ છે.ને કાવ્યમાં તો કલ્પના જ હોય ને?”
“ઓહ ! તેં પહેલી પંક્તિ બનાવી?મને કેમ ખબર પડે?તારે કહેવું જોઇએ ને?હું તો સમજયો કે ગંગામાં તેં કંઇક વહેતું મૂકયું ને મને ખબર ન પડી.”
“ચાલો, લપ કર્યા સિવાય આગળ પંક્તિ બોલો..”મેં લગભગ હુકમ કર્યો. માથુ ખંજવાળતા તે કહે,”પહેલી પંક્તિ જરા ફરીથી બોલ તો…હું સમજયો જ નહોતો..કે તેં કાવ્યની પંક્તિ હતી.” મેં મોજાની જેમ ઉછળતા મારા ગુસ્સાને શમાવી ફરી એકવાર મારી પંક્તિ દોહરાવી.
”ગંગાના નીર પર .. વહેતા મૂકયા મેં…”
“પુષ્પ,પડિયા અને દીવા…”તેમણે પૂરૂ કર્યું.
“અરે,જરા કાવ્યની ભાષામાં કંઇક કહો..આ પુષ્પ,પડિયા અને દીવા તો સામે દેખાય છે..એમાં કાવ્યત્વ કયાં આવ્યું?” અરે,પુષ્પ,ને દીવો પોતે જ કાવ્યત્વના પ્રતીક છે..એ માટે કોઇ ભારેખમ શબ્દોની જરૂર જ નથી.”
“ભારેખમ શબ્દોનું હું કયાં કહુ છું?પણ પુષ્પ અને દીવાના સૂચિતાર્થ રૂપે કંઇક સરસ મજાના શબ્દો મને જોઇએ.”
“તે તને જોઇએ એવા જ શબ્દો મારે શોધવાના છે?તો તું જાતે જ શોધી લે ને..આમાં યે તારી આવી સરમુખત્યારી નહીં ચાલે..” આમાં સરમુખત્યારીની વાત કયાં આવી?આ તો જસ્ટ સૂચન કર્યું.તમને તો સૂચન પણ ન કરાય..!”
“તેં પહેલી પંક્તિ આવી વાહિયાત કહી તો યે હું કંઇ બોલ્યો?કે કોઇ સુધારા વધારા સૂચવ્યા?” ”એટલે મારી પંક્તિ વાહિયાત હતી? “
“વાહિયાત અર્થાત્ સામાન્ય હતી ને ! એમાં કંઇ નવું તો નહોતું ને?”વાહિયાત શબ્દ વધુ પડતો ઉગ્ર લાગતા પતિદેવે થૉડો હળવો શબ્દ વાપર્યો.અને આગળ સમજૂતી આપી,”ગંગાના નીર પર બધા કંઇક વહેતું મૂકે એ સામાન્ય જ કહેવાયને?”આમ સામાન્ય વાતને તેં સામાન્ય શબ્દ માં રજૂ કરી..બાજું શું?” ”તો ગંગાના પાણીમાં પડિયા,દીવા અને પુષ્પ જ વહેતા હોય..એમાં તમે શું નવું કહી ને ધાડ મારી છે?”
“મેં કયાં એવો કોઇ દાવો કર્યો છે?બાકી આમ તારે વાતનું વતેસર જ કરવું હોય તો થઇ રહ્યું આપણં સહિયારૂ સર્જન…”
“ના.ના,ચાલો..જવા દો…”દેશને મળનાર અદભૂત કવિતા નો આમ વચ્ચે થી અંત આવી જાય અને દેશને નુકશાન થાય એ મારા જેવી દેશપ્રેમીથી કેમ સહન થાય?
“હા,તો હવે આપણી કવિતા આમ થઇ,
”ગંગાના નિર્મળ નીર પર,
વહેતા મૂકયા મેં
પુષ્પ,પડિયા અને દીવા…”
બરાબર? ઓકે..હવે તારો વારો..”
“એટલે કે..ખુશ્બુ,આસ્થા અને શ્રધ્ધા….”
“અરે,અત્યારે એના અર્થ કરવાની જરૂર નથી આમ કરીશ તો કવિતા આગળ કયારે વધશે?” ”અરે,અર્થ થોડો કરું છું?this is my third line… હવે તમારો વારો…” ”ઓહ ! પ્લીઝ,તું ચોખવટ કરતી જા…કે આ કવિતાની પંક્તિ છે…! હું confused થઇ જાઉ છું.”
“તમે કંઇ એમ confused થાવ એમ નથી.ભલભલાને confused કરો તેમ છો.”મારે બદલે બીજી કોઇ મળી હોત ને તો……..
“એવા મારા નશીબ કયાંથી?”હોઠ પણ ફફડાવ્યા વિના પતિદેવ મનમાં જ બોલી રહ્યા.પણ હું તો ન બોલાયેલી ભલે ને હોય એમના મનની વાત જાણી જ જાઉં ! પણ કવિતા માટે આજે બધુ ચલાવી લેવાનું મેં નક્કી કરેલ.એટલે સાગર જેવું વિશાળ મન રાખી મેં એને મનોમન માફ કર્યા.બાદમેં દેખા જાયેગા…
“શું આમ મીંઢાની જેમ બેઠા છો?મોઢામાં મગ ભર્યા છે?આમ તો આખો દિવસ બકબક કરતા રહો છો..અને આજે બોલવાનું કહું છું તો મૌન મુનિ બની ગયા…! “
“ગંગાના મોજા પર સવાર ઉછળી રહ્યું છે એક મૌન…”
હં.. હું મૌન શબ્દ બોલી એટલે તમે પકડી લીધો.મારો શબ્દ ચોરી લીધો.તમે કંઇ એવા મોટા કવિ નથી કે તમારી ચોરી ચાલી જાય…! પણ જવા દો આમે ય મારે એડીટીંગ કરવું જ પડશે ને ?! ત્યારે જોયું જશે..ચાલશે હમણાં..” “ચાલશે?
અરે,excellent chhe excellent….! અને ફાઇનલ એડીટીગ તું કરવાની છે?” :તો શું તમે કરી શકવાના છો?” ”કેમ ન કરી શકું?” ”એ તો કરવા બેસો ને ત્યારે ખબર પડશે.કે કેટલી વીસે સો થાય છે?” ”અરે,અત્યારે યે ખબર છે..પાંચ વિષે સો..” આ ગણિત નથી..સાહિત્ય છે.કવિતા છે.”
“એટલી ખબર છે તો લપ કર્યા સિવાય આગળ બોલવા માંડ ને !”
“એક મિનિટ..મારે જરા વિચારવું પડશે..હં તો આપણી કવિતા કયાં સુધી પહોંચી?” ”કવિતા તો બિચારી કયાંય નથી પહોંચી..આ ગંગાના નીર પણ તારી રાહ જોવામાં વહેવાને બદલે સ્થિર થઇ ગયા.. “
“તમારી લાસ્ટ લાઇન કઇ હતી?”
“ગંગાના મોજા પર સવાર થઇને
ઉછળી રહ્યું છે એક મૌન…”
“એ મૌન પહોંચે તારા હ્રદયે..
ને ઘૂઘવાટ એનો તું સાંભળે..”
“અરે,મારે આખી જિંદગી ઘૂઘવાટ જ સાંભળવાનો?મૌન વહેતું મૂકયું તો એનો યે ઘૂઘવાટ બનાવી દીધો…! સ્ત્રી કહી એટલે…”
શું?શું કહ્યું તમે?”
“અરે,હુ જનરલ વાત કરું છું.સ્ત્રીઓ સામાન્ય રીતે મૌન ન રહી શકે..ઘૂઘવતી જ હોય ને એટલે….”
“કોણે કહ્યું..સ્ત્રીઓ મૌન ન રહી શકે?તમે કહેવા શું માગો છો?”
“સૂર્યકિરણો આલિંગી રહ્યા છે
ગંગાના નીરને,
ને ગંગા ઉષ્માથી લથબથ..”
પતિદેવે જલ્દી જલ્દી પૂરુ કર્યું.. ”વાહ ! આજે પહેલીવાર કંઇક સારી વાત કરી !” પહેલીવાર એટલે?” ”પહેલી એટલે પહેલી ..1 ફર્સ્ટ…બીજી નહીં.” બહુ હોંશિયાર થવાની જરૂર નથી..”
ચાલ,હવે તારો વારો છે… ”અરે,કવિતા કંઇ એમ ઓર્ડર કરવાથી ન લખાઇ જાય..કવિતા તો દિલમાં સ્ફૂરેલી સ્વયંસ્ફૂરિત લાગણી છે.હ્રદયમાં ઉઠતા સહજ સ્પન્દનનો આવિર્ભાવ છે.એક એહસાસ છે તીવ્ર સંવેદના છે..એ તો….”
“બસ..બસ..હવે કવિતા જે હોય તે..આગળ વધો..
અને અમારી ચર્ચા આગળ ચાલે તે પહેલાં જ ગંગાની આરતીના અદભૂત દર્શન..અને તેના દિગંત સુધી ફેલાતા ઘંટારવના નાદ..અને પાણીમાં પડતા અસંખ્ય દીવાઓના પ્રતિબિંબથી અભિભૂત થઇ ને અમારા મોં માથી નહીં..અમારા દિલમાંથી શબ્દો સરી રહ્યા..જે કોઇ એડીટીંગ વિના આ રહ્યા…
“ઉછળતા તરંગો પર
કેટકેટલું સવાર છે !
પુષ્પ કે દીવા રૂપે,પડિયામાં
ગંગાના નીરમાં વહેતી મૂકેલ
કોઇની શ્રધ્ધા,કોઇનો વિશ્વાસ
ઉછળતી લાગણીઓ કે
બોલતું એક મૌન…
તરંગો એને કયાં લઇ જશે?
કયાં ઠાલવશે?કોને પહોંચાડશે?
સદીઓનો ઇતિહાસ લઇને
વહેતા આ વણથંભ્યા નીરનો
મૌન ઘૂઘવાટ..
ને ચિત્ત આખ્ખું યે ઝળહળ,ઝળહળ…. ! “
અમારું સહિયારૂ સર્જન અહીં પૂરૂ..સહિયારૂ એડીટીંગ બાકી છે..હો !
નીલમ દોશી.

વાહ! મઝા પડી ગઇ!
ચાલો ગંગા નાહ્ય.
ગંગામાં સહિયારુ નાહ્યા કે નહીં?
સોરી
ગંગા નાહ્યા.
excellent couple…creating something in quarrale.carry on sahiyaru sarjan we are delighted.
ખરેખર્…જેમ રડાવો છો એમ જ હસાવી જાણૉ છો.આપના સુંદર શબ્દો દ્વારા..!..સવાર સુધરી
ગઇ..!..હાસ્ય મિશ્રિત કાવ્યાભિવ્યક્તિ થી સુશોભિત આપનુ સહિયારુ સર્જન માણવા ની મઝા પડી..!આનુ નામ વિવિધતા સભર સહિયારી રચનાઓ ના સર્જક..!!
congrats..! didi..!
vah
kahevu pade
good !!!!
STHIR THAYEL GAGANA NIRma
VAHYA TAME
BHINJVYA AMNE
RAHO KHUSHKHUSHAL______
AAPO AVU J VAHAL_________
સત્યકથા?
હવે આપણા ‘સર્જન સહીયારું ‘ માં તમારા રીસામણાની કવીતા પણ બનાવવી પડશે !!
ખુબ મજા આવી ગઇ આંટી… હવે ગંગા-દર્શન પછી હવે બીજે ક્યાં સહિયારાં જવાનો પ્લાન કર્યો છે??
‘Sahiyaaru sarjan’ without any arguments.
You know what I am pointing at.
Beautiful
pravina kadakia
yes… i get yr point.!!!!
no scope for argument there.dont worry.
urmi,next plan is for us.only..so be ready.!!!!!!
thanks to all
saras…….ant sudhi……..jakdai shakayu…..hasy…vyango….ane sahiyaru sarjan……..tunkma kahi a to “Sabras”.
are yar kyarek amane y lai jao… ekad pankti ame pan thapakarashu
વાહ રે વાહ…
હાસ્ય સાથે સુંદર પંક્તિઓ…
તને ખબર છે મને કવિતા ગમે
તારું ભાવવિશ્વ વાંચીને તારી દીકરી બનવાનું મન થઇ ગયું હતું..
અને
તારી સાથે સહિયારી પંક્તિઓ રચવાની લાલચમાં હવે તારો…..
સમજી ગઇ ???
આવતા ભવે ઓફકોર્સ….
Jo ham kal the
voh aaj nahi hai
Jo ham aaj the
voh ab nahi hai
aur jo ham ab hai
voh aage kabhi nahi rahenge
Baheta hua pani…..
pavitra gangaka pani……
yahi sikhata hai hame…..
Fir bhi
ham kyu jid leke
baith jate hai
ke chalo…
Kya ?
Tum jano na hum
“સૂર્યકિરણો આલિંગી રહ્યા છે
ગંગાના નીરને,
ને ગંગા ઉષ્માથી લથબથ..”
Who is this ganga and Surya ?
very nice. congratulation for creating new new new in gujarati sahitya.
if possible pl. send me you email/mobile/phone number/s to contact.
i am interested in your all gujarati kavyua, lekhs,geet,tuchka etc..
Mobile :098242 94175
વાહ! પતિ-પત્નિનું સહીયારૂ આયોજન લખવામાં પણ… સરસ, મજા પડી ગઇ….
તમારા બન્નેનું જીવન સુખી અને દિર્ધાયુ હો એવી શુભકામનાઓ.
vah,
jalasa padi gaya sahiyaru shahas safad thayu