પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

માળો… April 9, 2007

જો એકાદ ટહુકો કર્યો હોત જાતા,
તો કલરવ થકી હું ભરી દેત માળો.

ગયું વૃક્ષ પરથી નથી પાછું આવ્યું.
શું પંખી હવામાં યે બાંધે છે માળો?

ન રાખી શકયો એક નાનું યે પીછું,
ગગનને સમાવી ને બેઠો જે માળો.

છે અકબંધ ડાળી બધી એ જ રીતે,
ન જાણે ભર્યોભાદર્યો હોય માળો.

હજી પણ છે સંભવ કદી પાંખ ફૂટે,
ને ફફડાટ સાથે ઉડી જાય માળો.!

હર્ષદ ત્રિવેદી.