Archive for March, 2007

મળશું……

March 31, 2007

ઓણ મળશું,પોર મળશું નહિતર પરાર મળશું.,
અમે નદીના કાંઠે નહિતર દરિયે ધરાર મળશું.!
તમે કોઇ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યા,
અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા.!
પગલાનું તો એવું…..
પડશે નહીંતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું.!
[...]

ગમતી પંક્તિઓ…

March 31, 2007

મોસમનું ખાલી નામ છે,આ તારું કામ છે;
રંગોની સુરાહીમાં સુગંધોના જામ છે.
પ્રેમ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો,
અને સ્વપ્નમાં પળાય એવો કાયદો.
મનગમતી વ્યક્તિનો સાથ…
શ્રાવણની હેલી…
પછી કેફ તો ચડે જ ને?
હવે મુલાકાતો નથી થતી આ દુનિયામાં.
હવે સાચ્ચે જ દિલમાં તારો વાસ લાગે છે.
એકાદ હો તો એને છૂપાવી શકું,મરીઝ,
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.

ભાવવિશ્વ…4

March 30, 2007

”દીકરી….
મનગમતું ગીત
હોઠે રહે રમતું
નિપજાવે સુરીલું ગીત.”
વહાલી ઝિલ,
આજે શુભમ અને “તારા” ઘરના બધાને આપણે ઘેર જમવાનું કહ્યું હતું.કેવું વિચિત્ર લાગે છે..!! “તારું ઘર”..તારું ને મારું ઘર જુદા કઇ ક્ષણથી થઇ ગયા?શુભમે તારી આંગળીમાં વીંટી પહેરાવી ત્યારથી?એ ક્ષણ શું આપણી જુદાઇની ક્ષણ હતી?(જોકે અહીં હું શારીરિક કે સામાજિક જુદાઇની વાત કરું છું.અને મારા મનમાં રણકી [...]

આજની ખાટી મીઠી…

March 30, 2007

ન બોલવા જેવું જે બોલે,એને ન સાંભળવા જેવું સાંભળવુ પણ પડે.

ગમતી પંક્તિઓ..

March 29, 2007

શાને બધું માપસર?શાને નિયંત્રણો?
જીવનમાં કદી ઉન્માદ જોઇએ.
સગપણ કે મૈત્રી,વર્તુળે હાંફી જવાય છે,
બહાનુ બીજું જીવી જવા એકાદ જોઇએ.
ફળિયુ લઇ ને લોક બધા પડસાળે ઉભા,
પીઠીવરણા અવસરને અજવાળે ઉભા.
શ્વાસના સગપણ ને સામટા ભેગા કરીને
નજરું ના નોતરા પાથરી બેઠો છું.
પ્રીત્યુ તો શ્રાવણની સાંજ મોરી સૈયર,
પ્રીત્યુ નઇ વૈશાખી રાત
પ્રીત્યુ નઇ વેવારી વાત.

ભાવવિશ્વ….3

March 28, 2007

“ દીકરી…
બારમાસી વાદળી,
ઝરમરતી..ઝરમરતી..
રાખે સઘળું યે લીલુછમ્મ બારે ય માસ.”
મારી લાડલી..ઝિલ,
કાલે તારો ફોન બહુ મોડો આવ્યો.તમે બંને પિકચર જોવા ગયા હતા..એટલે મોડુ થઇ ગયું.શુભમે તને કહ્યું પણ ખરું કે હવે આટલો મોડો ફોન કરી ને મમ્મીની ઉંઘ ન બગાડ.કાલે સવારે વહેલો કરી લેજે.પણ તને ખબર હતી કે મમ્મી ને ત્યાં સુધી ઉંઘ નહીં [...]

ગમતી પંક્તિઓ…

March 27, 2007

બદલો અમે સંબંધનો લઇ લીધો,
તમે કર્યો’તો પ્રેમ,એનાથી વધુ કરી લીધો.
મહેકવુ એ ગુનો સમજીને તેં
ફૂલને આપી છે ખરવાની સજા.
એક પળ ભીના થવાની ભૂલ થઇ
ને મળી કાયમ નીતરવાની સજા
છીપમાં જેવું મોતી,
એવું હોઠમાં તારું નામ.

આજની ખાટી મીઠી..

March 27, 2007

માણસજાત બધું જ સુધારતી રહી છે….સિવાય કે માણસજાતને.!!

આજની ખીટી મીઠી…

March 26, 2007

નવી ઉછરતી પેઢી સામે મોટામાં મોટું જોખમ છે: જૂની પેઢીના વર્તન ના દ્રષ્ટાંતો.!!!!

કાવ્ય ગમતું…

March 26, 2007

નાની હતી ત્યારે
અમે બહેનપણીઓ સાથે મળીને
રમ્યા કરતાં
બે હાથની મુઠ્ઠીઓ એક પર એક રાખી
અમે ગાતાં
”અડકો દડકો દહીં દડુકો
શ્રાવણ ગાજે પીલુ પાકે
ઉર મુર ધતુરાનું ફૂલ
સાકર શેરડી ખજુર
સોય જોઇએ કે સાંબેલું ?”
વર્ષો પછી સમજાયું
સાકર શેરડી કે ખજુરના નામે
એના માટે વેરાયા છે ચારેકોર
માત્ર ધતુરાના ફૂલ
એણે બેમાંથી એક જ પસંદ કરવાનું છે
ભોંકાતી સોય કે ઝીંકાતુ સાંબેલુ
એની પાસે ત્રીજો [...]