Archive for February 17th, 2007

પ્રેમપંક્તિઓ ભાગ 2

February 17, 2007

મિલનની ઝંખના હોતે ના દિલમાં તો,
નદી પણ હર વળાંકે થાકતે….શાયદ
                અહમદ ગુલ
બંધ નયનના દ્વાર ખુલે છે,
ભીતરના વિસ્તાર ખુલે છે,
ક્ષણે ક્ષણે છે નોખી સોડમ,
શ્વાસ મહીં કંસાર ખુલે છે.
                   વંચિત કુકમાવાલા
રણ ભલેને વિસ્તરે ચારે તરફ
પ્રીતની લીલ પ્રસારે છે ગઝલ
                         આર.જે.નિમાવત.
જયાં સૂકવવા નાખી એમણે ઓઢણી,
ડાળ એ લીમડાની મીઠી થઇ ગઇ.
                      આદમ ટંકારવી.
બે આંખ મળે ત્યાં સેતુ
નહીં રાહુ,નહીં [...]