પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ગમતી પ્રેમપંકિતઓ February 14, 2007

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર
તત્વનું ટૂંપણું તુચ્છ ભાસે

                      નરસિહ મહેતા.

જો મૈ ઐસા જાનતી પ્રીત કિયે પસ્તાય
નગર ઢિંઢોરા પીટતી પ્રીત ન કરિયો કોઇ

                                         મીરા

કોઇને આમ સમજાયો.
કોઇને તેમ સમજાયો
અઢી અક્ષરના હતા તોયે
ન પૂરો પ્રેમ સમજાયો.

                           હરજીવન દાફડા

કંઠમાં પદ,હાથમાં તંબૂર છે
બાઇ મીરા આજ તો મશહૂર છે
પ્રેમનો પર્યાય બીજો શું હશે
ભક્તથી ભગવાન કયારે દૂર છે?
                                  નંદન અંધારિયા

જયારે પ્રણયની જગમાં
  શરૂઆત થઇ હશે
ત્યારે પ્રથમ ગઝલની
  રજૂઆત થઇ હશે.

                                આદિલ મન્સુરી
પ્રેમની ઉઘડે કળી તે બે જણની હોય છે,
તેની જે ખુશ્બુ વહે છે તે બધાની હોય છે.

                                      રમેશ પારેખ.
આપણી વચ્ચે અભરખો એક સોડમનો હતો,
વાંક કયાં તારો કે મારો,વાંક મોસમનો હતો.

                                 મુકુલ ચોકસી.

આપણે પોતે અઢી અક્ષર જમા
કેટલી જાહોજલાલી થઇ ગઇ.

                              આદમ ટંકારવી.
તેં પૂછયો પ્રેમનો મર્મ
અને હું દઇ બેઠો આલિંગન.

                          હરીન્દ્ર દવે.

વેલેન્ટાઇન ડે નિમિત્તે ગમતી પ્રેમપંક્તિઓ..ભાગ !

 

વેલેન્ટાઇન ખાટી મીઠી… February 14, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 7:43 am

“મારા હ્રદયમાં આવી ને વસો .”.તે માટે તમારે કોઇ ભાડુ આપવાનું નથી.

વેલેન્ટાઇન special ખાટી મીઠી…

સૌ મિત્રોને વેલેન્ટાઇન ડે ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને પ્યાર.