સમયનું ગાંડિવ
હાથમાંથી સરી પડે
કંપ અને વ્યાકુળતા
રોમેરોમ ફરી વળે
ત્યારે મારા રથની ધુરા તું સંભાળજે
અઢળક હેતથી
મારા શ્વાસ છલકાય
ત્યારે તું જ વાયુની લ્હેર થઇને વાય
મારી તમામ શંકાઓના સુર્ય
તારા વડે જ પળમાં
અસ્તાચળ ભણી દોરવાય
પછી તું જ મને પ્રબોધજે
સંબંધોના મહાભારત મધ્યે
પરમ પ્રેમની ગીતા.
લતા હિરાણી.

Fantastic.blog par roj navi kavita manva man utsuk raheshe.pls update more freqently.
Fantastic poem. pls update frequently.Kavita manvi roj bahu gamse