પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી… February 13, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 8:37 am

પતિ થવા કરતા પ્રેમી થવુ સરળ છે.કેમકે થોડીવાર પ્રેમવાકયો બોલવા સહેલા છે.જયારે દિવસભર તેમ કરતા રહેવું એ ખૂબ અઘરુ છે.

 

કાવ્ય ગમતું.. February 13, 2007

સમયનું ગાંડિવ
હાથમાંથી સરી પડે
કંપ અને વ્યાકુળતા
રોમેરોમ ફરી વળે
ત્યારે મારા રથની ધુરા તું સંભાળજે
અઢળક હેતથી
મારા શ્વાસ છલકાય
ત્યારે તું જ વાયુની લ્હેર થઇને વાય
મારી તમામ શંકાઓના સુર્ય
તારા વડે જ પળમાં
અસ્તાચળ ભણી દોરવાય
પછી તું જ મને પ્રબોધજે
સંબંધોના મહાભારત મધ્યે
પરમ પ્રેમની ગીતા.

                                       લતા હિરાણી.