ગમતી પંક્તિઓ…
February 12, 2007છે ભુલા પડયાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે.
અમિત વ્યાસ
શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતાં,
કયાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
અનિલ ચાવડા.
મેં નદીને જીવવાની રીત પૂછી ’તી
એ કશું બોલી નહીં,વહેતી રહી ખળખળ
જાતુષ જોશી.
