કાવ્ય ગમતું..
February 9, 2007કે અંતરમાં જયારે ઉમળકો આવે છે,
બહું ઉંડેથી દોસ્ત,સણકો આવે છે.
કથા,માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં મેર પછી ય મણકો આવે છે.
હજી વેઠું છું ત્રાસ અંધારાનો પણ-
ઇલાજમાં એનો રોજ ભડકો આવે છે!
પ્રથમ તપવાનું,તરસવાનું,ગાવાનું,
બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે
ગયા;તા પાછા ત્યાં જ આવી ને ઉભા
જવું કયાં?ચારેકોર તડકો આવે છે
ઘણાં વખતે આ ઠાઠ,રોનક ને રુઆબી,
લખાવી તારે નામ,ભભકો આવે [...]
