પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

કાવ્ય ગમતું… February 3, 2007

એટલે તો ઝાડવાની સુંદર સવાર
જાગીને પંખી ચાહ પીએ એટલું જ
વાંચે ના કોઇ દિવસ કાતિલ અખબાર..

એક એક પાંદડું આવેલા સપનાઓ
વર્ણવતું જાય ભલીભાંતિથી
ડાળીઓને નોકરીએ જાવાનું હોય નહીં
સાંભળીને ઝૂલે નિરાંતથી.

દૂધવાળો  ખખડાવે એ રીતે આવી ને
વાયરો યે ખખડાવે દ્વાર
અડધું પવાલુ ભરાય નહીં એટલી જ
ઝાકળથી ઝાડ નાહી લેતું

પાંચ ટકા પાણીનો કાપ હોય એ દહાડે
આપણી તો આંખમાંથી વહેતું
તડકાઓ ડાળીઓને લૂછે
ના કરે કોઇ શંકાના પીળા વિચાર.

                     મુકેશ જોશી.

 

આજની ખાટી મીઠી..ખાસ સૌ મિત્રોને અર્પણ…. February 3, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 12:49 pm

મિત્રો,

ઘણાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર આપ સૌને શબ્દો દ્વારા મળવાનું સદભાગ્ય મળ્યું છે.વચ્ચેના આ ફરજિયાત વિરામના સમયમાં આપ સૌ તરફથી મળેલ અપૂર્વ સહકાર બદલ ખુશી અને ગૌરવ સાથે આભાર માનુ છું.લગભગ બધા જ મિત્રોએ મેઇલ અને ફોન વડે સંપર્ક કરી મારો ઉત્સાહ જાળવી રાખ્યો તે માટે ખરેખર આપ સૌની આભારી છું.અહીંથી અને યુ.એસ.થી પણ ઘણાં મિત્રોએ ફોનથી પણ સંપર્ક કર્યો..આવા મિત્રો બદલ હું ગૌરવ અનુભવુ છું.really hats of them.એમાંના કોઇ સાથે તો મેં કયારેય વાત પણ નહોતી કરી…એ લોકોના પણ ફોન આવ્યા..ખરેખર હું આવા દોસ્તો ..અને તેમની લાગણી માટે મારી જાતને નશીબદાર માનું છું.

નવી જગ્યાના ઘણાં નવા અનુભવો થઇ રહ્યા છે.ટૂક સમયમાં આપને શબ્દો દ્વારા એમાં ભાગીદાર બનાવવા ગમશે.માણીશું ને આપ સૌ સાથે.?

ફરી એકવાર દિલથી આપ સૌ દોસ્તોનો ખુબ ખુબ આભાર …આજની ખાટી મીઠી ની શરૂઆત સાથે

 

આજની ખાટી મીઠી..મૈત્રી વિષે. જ હોય ને?.

”બે વ્યકિતઓને પરસ્પર વચ્ચેના મૌન ગાળા દરમિયાન અસ્વસ્થતા ન લાગે તો તે મૈત્રીનું સાચુ લક્ષણ ગણવું.”