પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ફલેટ લેવો છે? December 26, 2006

 

પાત્રો:અમિત(ઉમર લગભગ 20 વરસ)

અલ્પા:અમિત ની બહેન (,ઉમર 16 વરસ)
પટાવાળો:14 –15 વરસ નો છોકરો

શેઠ-શેઠાણી: ( હમણા હમણા પૈસા આવ્યા હોય ને બહું ગતાગમ ન પડતી હોય  એવા. શેઠાણી યુવાન અને શેઠ થોડા મોટી ઉમર ના,ધોતિયા વાળા)

  સ્થળ:સામાન્ય બિલ્ડર ની હોય તેવી ઓફિસ,,મકાન ના નકશા લગાડેલ છે

અમિત:(મોટેથી બોલતા બોલતા આંટા મારે છે.)

“જીયા બેકરાર હૈ,છાઇ બહાર હૈ; આજા મેરે ઘરાક આજા.તેરા ઇંતઝાર હૈ, બસ…તેરા ઇંતઝાર હૈ…..”
  ,
અલ્પા:(અંદરથી આવે છે)

  અરે ભાઇ,તૈયાર થઇ ગયો કે?

અમિત:I am ever ready….now no problem..no service..no interview..i am great  Builder.!!(રોફ મારે છે)

અલ્પા: અને હું ગ્રેટ બિલ્ડર ની બહેન!!

અમિત:મમ્મી-પપ્પા તો નાના હતા ત્યારે જ ……(થોડો રડવા જેવો થઇ જાય છે)

અલ્પા:(આશ્વાસન આપતા)એ બધું યાદ ન કર ભાઇ,મા-બાપ વિનાના     કેવા  દિવસો આપણે કાઢ્યા છે,એની લોકો ને ખબર પાડી ને શું ફાયદો?

અમિત:સાચી વાત છે.અને એટલે ન પૂરૂ ભણી શક્યા ને પેટ નો ખાડો પૂરવા માટે હવે નહીં કરવુ પડે એ ઓછું છે.ખેર! જવા દે..જો એક સરસ વાત કરું?

અલ્પા: અરે એક શું ?ભઇલા,બે-ચાર કર ને!આમેય આપણે તો કોઇ ઘરાક ની રાહ જોતા જોતા સમય જ પસાર કરવાનો છે ને?(નિરાશ થઇ ને બેસી જાય છે)

અમિત: એમ તું નિરાશ ન થઇ જા.ઘરાક આવશે અને જરૂર આવશે જ.આવી સરસ જાહેરાત વાંચી ને કોઇ ન આવે એવું બને જ નહીં.આપણા માં કહેવત છે ને “ “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે”

અલ્પા:એટલે?

અમિત:એટલે એમ જ કે આપણે ભૂખે નહીં મરીએ….(હસે છે)જવા દે..જો હું શું વાત કરતો હતો?હં..જો આજે હું સવારે શહેર માં ફરવા નીકળ્યો હતો તો એક દૂધની ડેરી ઉપર મોટા અક્ષરે બોર્ડ માર્યું હતું

“.only રબડી….અને કૌંસ માં લખ્યુ હતું

  (no devi ,please…)(હસે છે) સમજાણું કઇ?

અલ્પા:એલા,તું બિહાર માં ફરવા ગયો હતો કે શું?

અમિત:(હસતા હસતા) અરે,રબડી દેવી તો અત્ર.તત્ર,સર્વત્ર વસેલ છે…..

પટાવાળો:(આવે છે) સર,બહાર કોઇ શેઠ આવ્યા છે.

અમિત:કેવાક છે દેખાવે?

પટાવાળો:મોટી મોટી ફાંદ..ઢીલા ઢીલા ધોતિયા..આંખે આડા ચશ્મા અને હાથ માં મોટી લાકડી….(એક્શન કરી ને બધું બતાવે છે,,)

અમિત:એકલા જ છે?

પટાવાળો:ના રે..સાથે છે શેઠાણી….

અમિત:કેવા દેખાય છે એ?

અલ્પા:અમિત,તારે એમના દેખાવ નું શું કામ છે?

અમિત:અરે બેના,એ બધું તને ન સમજાય.આપણે જે ફલેટ વેંચવો છે ને એમાં દેખાવ જ સૌથી અગત્ય નો છે.નહીતર લેવા ના દેવા પડી જાય.

પટાવાળો:સાહેબ,એમને અંદર મોકલું?

અમિત:અરે પેલા કેવા દેખાય છે એ તો કહે(એક્બાજુ જઇ ધીમેથી કોઇ સ્માર્ટ હોય તો આપણા માટે નકામા)

પટાવાળો:અરે શેઠાણી છે રૂડા રૂપાળા..શું લટકો ..શું મટકો….જાણે વટ નો
  કટકો…(અભિનય કરી બતાવે છે) બોલો ,મોકલું અંદર?

અમિત:હવે બહું ચાંપલો થયા વિના જા મોકલ.(પટાવાળો જાય છે) અરે બેના,હવે હોંશિયાર..સાવધાન..શેઠ-શેઠાણી ની જોડી આવી રહી
  છે..અમારી આ રૂડી-રૂપાળી સ્કીમ માં ઝંપલાવવા.

(શેઠ-શેઠાણી આવે છે,વર્ણન પ્રમાણે જ છે.)

અમિત અલ્પા:(બંને સાથે) “આઇયે..પધારિયે..બિરાજીએ..(ખુરશી આપે છે)આપનું સ્વાગત કરતાં અમે  આનંદ અનુભવીએ છીએ.(હાર પહેરાવે છે) હા.આપ નું શુભ નામ?

શેઠ:મહેશભાઇ મેવાવાળા..

શેઠાણી:(લટકા મટકા કરીને..)..અને હું છું માયાવતી મેવાવાળા.

અમિત:ઓહ! ઘણું સુંદર નામ!!

મહેશભાઇ:આ તમે હાર કેમ પહેરાવ્યા?

અલ્પા:અમે ભારતીય સંસ્ક્રૂતિ ના ચાહકો છીએ,”અતિથિ દેવો ભવ” માં માનીએ છીએ.

અમિત:(એકબાજુ જઇ ને)આ તો તમે છટકો નહી ને એની પૂર્વ તૈયારી છે.

માયાબેન:અરે વાહ! હું તો પહેલેથી જ ખૂબ પ્રભાવિત થઇ ગઇ તમારા આદર-સત્કાર થી.

   મહેશભાઇ:આ તમારી સસ્તી સ્કીમ ની જાહેરાત જોઇ ને થયું કે આમાં પડવા જેવું છે .

અલ્પા:અરે સો ટકા પડવા જેવું છે

અમિત:(સ્વગત) પડો પડો.. એમાં જરાયે લાગે તેવુ નથી.

મહેશભાઇ:આ ફલેટ ની વિગતો આપશો જરા?પેમ્ફલેટ તો હશે ને આપની પાસે?

અમિત:પેમ્ફલેટ?અરે હા..જુઓ ને એ તો પ્રેસ માં છપાવા ગયા છે.

અલ્પા: (ધીમેથી)અને છપાઇ ને કયારેય આવવાના નથી.

મહેશભાઇ:ફલેટ ની જરા વિગતવાર માહિતિ આપશો?

અમિત:sure sure..why not?it will be our great pleasure,sir…..

અલ્પા:હા,જુઓ,, તો ફ્લેટમાં..3 બેડરૂમ,બે કિચન.એક ડ્રોઇંગરૂમ …

મહેશભાઇ:અરે વાહ!ત્રણ બેડરૂમ નો ફ્લેટ ફકત બે લાખ માં?વાહ!કહેવું પડે તમારી સ્કીમ નું હોં!

માયાબેન:અમે તો બધે જોઇ જોઇ ને થાકી ગયા.અરે,બે બેડરૂમ ના પણ ચાર-પાંચ લાખ થી ઓછું કોઇ કહેતુ જ નથી ને?લૂંટવા બેઠા છે બધા લૂંટવા.પણ એમ કઇ હું લૂંટાઉ એમ નથી.

મહેશભાઇ:હા.એટલે જ તમારી સ્કીમ ની જાહેરાત વાંચી અમે સીધા અહીં જ દોડી આવ્યા.

  અમિત:(ધીમેથી) તે આવો જ ને?ફલેટ ભલે ને દોડી આવવા જેવો ન હોય ,બાકી જાહેરાત તો દોડી આવવા જેવી જ હતી.

મહેશભાઇ:હા,એક વાત..કુલ બાંધકામ કેટલું છે?

અમિત:લગભગ 35 વાર.

મહેશભાઇ:35 વાર?35 વાર માં 3 બેડરૂમ નો ફલેટ?આ કેવીરીતે શકય છે?

અમિત:એ જ તો અમારી સ્કીમ ની ખૂબી છે ને?

મહેશભાઇ: બેડરૂમ ની સાઇઝ કેટલી હશે?

અમિત:અરે એ બધું અમારા ઉપર છોડો.ને?તમારે કશી માથાકૂટ કરવાની જરૂર જ  નહીં પડે એકવાર અમને સોંપ્યા પછી.તમારે બધી નિરાંત.

માયાબેન:અરે વાહ! એ તો ઘણું સરસ!

મહેશભાઇ:શું ઘણું સરસ??

માયાબેન:હવે તમે ચૂપ રહો.તમારી લપ માં ને લપ માં બે વરસ થી ઘર લેવાતુ જ  નથી.હવે તો બધું હું જ સંભાળીશ.હા,તો ભાઇ,ડ્રોઇંગરૂમ માં ટાઇલ્સ કેવી નાખવાના છો?

અમિત:ઓહો!! એટલે તમારે ડ્રોઇંગરૂમ માં ટાઇલ્સ પણ નખાવવી છે?સારું ચાલો ત્યારે તમને થોડી ના પડાશે?નાખી દેશું ને હિસાબ કિતાબ પછી સમજી લેશું

માયાબેન:ફલેટ માં બારણા કેવા મૂકાવશો?

અમિત: તે તમારે ખોટા ખર્ચા જ કરવા છે?એમ ને?જેવી તમારી મરજી.હા.ફક્ત બારણા ના જ પૈસા અમે લેશું.

અલ્પા:ને બારણા ના હેંડલ સાવ મફત.

મહેશભાઇ:આ બધા વધારા ના ખર્ચા?

માયાબેન:(ગુસ્સાથી) તમને વચ્ચે બોલવાની એક વાર ના પાડી ને?

મહેશભાઇ:પણ…. માયાબેન:બસ હવે પણ બણ કંઇ નહી.આજે આ સોદો તો હું જ પાર પાડીશ.ને હું કહું એમ જ થશે હા,તો ભાઇ,એમાં નળ કનેકશન ,વાયરીંગ એ બધા નું શું?

અમિત:ઓહો! એટલે કે તમારે વેલ ફર્નીશડ ફલેટ જોઇએ છે ?એમ કહો ને?ઓકે..એ અમે કરી આપશું.તમારે જરા યે ચિંતા કરવાની જરૂર નથી.તમારે ફક્ત બીલ  જ ભરવાનું….બાકી બધું જ અમારું.

મહેશભાઇ:શું?(ગુસ્સાથી) એ બધું…….

માયાબેન:એક્વાર ના પાડી ને બોલવાની. આજે તો હું કહું એ જ થશે.કેટલી વાર  કહું?અને હા.ભાઇ.તમે બે કિચન નું કંઇક કેતા હતા ને?કિચન બે કેમ?

અમિત:અરે બેન,અમે લાંબા ભવિષ્ય નો વિચાર કરી ને આ સ્કીમ બનાવી છે.

માયાબેન:એટલે?મને સમજાયું નહીં

અલ્પા:જુઓ ,હું તમને સમજાવું.જો બે જણા કાયમ સાથે રહેતા હોય તો ઝગડા તો થાય જ બરાબર ને?તમારે નથી થતા?

માયાબેન:અરે રોજ જ થાય છે.

અલ્પા:હા,તો એટલે જ સમજી,વિચારી ને અમે કિચન બે રાખ્યા છે.

અમિત:જેથી ઝ્ગડો થાય ત્યારે તમે તમારી રસોઇ બનાવો ને તે બીજા કિચન માં તેઓ તેમની બનાવે.બોલો બેન તમે જ કહો આવી સગવડ બીજું કોઇ તમને  આપે ખરું?તમારો આવો વિચાર કોઇ કરે ખરું?

માયાબેન:ઓહો! સરસ સરસ.આ તો મને બહું જ ગમ્યું.

(મહેશભાઇ ગુસ્સાથી જોઇ રહે છે ,,બોલવા જાય છે પણ પત્ની સામે જોતા ચૂપ થઇ જાય છે)

માયાબેન:અને હા,કિચન ની સાઇઝ કેટ્લી હશે?

અમિત:તમે ઉભા જરૂર રહી શકશો એમાં. માયાબેન:હા,આમે ય હવે તો ઉભા ઉભા જ રસોઇ કરવાની હોય છે ને?

અમિત;અમારી નારી સ્વતંત્રતા ની આ આગવી ઝૂંબેશ છે.

અલ્પા:જુઓ બેન,આ 21 મી સદી માંપણ ફકત સ્ત્રીઓ જ રાંધ્યા કરે ને પુરૂષો ટેબલ  પર બેસી ને જમ્યા કરે એ શું બરાબર છે?એટલે જ અમે આ બે રસોડા નો  પહેલેથી વિચાર કરી રાખ્યો છે.બરાબર ને?

માયાબેન:વાહ વાહ!!! શું સરસ અમારા માટે આટલુ બધું કોણ વિચારે?

અમિત:અરે બેન,સારા માણસોની આજકાલ કદર જ ક્યાં છે કોઇ ને?

માયાબેન:સાવ સાચી વાત!આ જુઓને,હું આટઆટલું કરું છું પણ આમને મારી કંઇ  કદર જ નથી ને?(રડવા માંડે છે)

અમિત:બેન,તમે ઢીલા ન થાવ (રૂમાલ આપે છે.માયાબેન ખુશખુશાલ થઇ ને લૂછે છે.)

માયાબેન;આ જુઓ તમને જરાયે દયા આવી?એક રૂમાલ પણ આપ્યો?

મહેશભાઇ:તારી શું કદર ન કરી?શું રોજ આરતી ઉતારું?

માયાબેન:જુઓ બોલવા માંડયા ને આડું અવળું !!એને હું ગામડા ની છું ને એટલે  ગમતી જ નથીને?

અલ્પા;બહેન,તમે શાંત થાવ.અને જુઓ શેઠ,હવે તમારે બેન ને જરાયે હેરાન
  નથી થવા દેવાના.બેન ને જે ઇચ્છા હોય એમ જ કરવા દો.

માયાબેન:હું કયાર ની એ જ કહું છું ને?

અમિત: અરે આપણે આજે જ અત્યારે જ બધું ફાઇનલ જ કરી નાખીએ.એટલે પછી વાંધો કોઇ લઇ જ ન શકે ને?

માયાબેન:હા ..હા..આપણે શું વાત કરતા હતા?હું તો એ યે ભૂલી ગઇ આ બધી  આમની લપ માં,અરે હા.ડ્રોઇંગરૂમ કેવડો હશે?

અમિત:બેડરૂમ કરતા નાનો ને કિચન કરતા મોટો.

માયાબેન:ને એમાં બારી ઓ કેટલી હશે?

અમિત:બારીઓની માથાકૂટ માં અમે પડતા જ નથી ને!!

અલ્પા:અને વળી બારીઓ હોય તો ચોરી ની બીક રહે ને પડદા નો ખોટો ખર્ચો.

માયાબેન:આમ તો તમારી વાત તો સાચી છે(વિચાર કરતા કરતા)પણ ના,ના,હું રહી કુદરત ની પૂજારણ……મને બારી માથી આવતો કુદરતી પવન બહું જ ગમે  ને બારી માંથી બહાર નું કુદરતી સૌંદર્ય માણવાનો મને બહુ શોખ હોં……!

અલ્પા:(દૂર જઇ ને)હા,તે તમે તમારે માણ્યા કરજો ને બારી માથી ગટર નું કુદરતી  સૌંદર્ય!!..

અમિત:બારી દીઠ રૂપિયા 5000 હજાર વધુ

અલ્પા:ને બારી માં કાચ નખાવવા હોય તો કાચ ના ફકત 500રૂ.

માયાબેન:આ તમારા હિસાબ કિતાબ માં મને કંઇ બહું સમજણ પડતી નથી,

અમિત:અને એમાં સમજવા જેવું કંઇ છે પણ નહીં.તમે બધું અમારા ઉપર છોડી દો ને. અને ફકત એટલું જ વિચારો 3 બેડરૂમ નો ફલેટ બે લાખ માં મળે ખરો?

અલ્પા;અરે એવું તમે સ્વપ્નામાં યે વિચારી શકો ખરા?

માયાબેન:સાવ સાચી વાત.!આટલા સસ્તા માં ફલેટ મળતો હોય તો વળી વિચારવા  બેસાય ખરું?અરે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવાય?હું કઇ  એવી મૂરખ નથી.

મહેશભાઇ:અરે પણ આ તમારા…..

માયાબેન:બહું થયું હોં હવે.મૂંગા જ રહો આજે તો તમે.(ડોળા કાઢે છે)આવી સ્કીમ કંઇ  વારે વારે થોડી મળે છે?

અમિત: (ધીમેથી) હા,જિંદગી માં પસ્તાવું તો એક જ વાર!!

અલ્પા.જુઓ બેન,હું તો કહું છું અત્યારે જ પાકુ જ કરી નાખો.આ પુરૂષો નું કંઇ કહેવાય   નહીં ઘેર જઇ ને પાછા ફરી બેસે ને પાછી બધી લપ.એના કરતા કરો કંકુ ના.

અમિત:હા,”કલ કરે સો આજ, ને આજ કરે સો અબ”બરાબર?

માયાબેન:એકદમ બરાબર

અમિત:તો લો આ દસ્તાવેજ.કરો સહી ને અત્યારે આપવાના ફકત
  રૂપિયા 50,000.બાકી ના છેક ફલેટ મળે ત્યારે જ.

અલ્પા: (ધીમેથી..અને બાકી ના ફલેટ મળે તો જ..નહિતર ફકત 50,000 માં જ….)

માયાબેન:લાવો લાવો કાગળ .હું જ સહી કરી આપું.આમે ય ફલેટ મારે નામે જ  લેવાનો છે.

મહેશભાઇ:અરે…અરે..પણ..

માયાબેન: બહું થયું તમારું આ પણ…હું કંઇ બોલતી નથી એટલે????તમને તો દૂધ  માંથી પોરા કાઢવાની આદત છે.લો ભાઇ,આ ડીપોઝીટ ના રોકડા50,000 . ને હવે ફલેટ અમારો.પૈસા એટલે જ મેં મારી પાસે રાખ્યા છે,(પર્સ માંથી નોટો કાઢી ને આપે છે.

(મહેશભાઇ જોતા જ રહી જાય છે બોલવા જાય છે ત્યાં  માયાબેન એનો હાથ ખેંચી લઇ જાય છે.)

ચાલો ચાલો આજે આ ફલેટ ના  માન માં મારી બધી બેનપણી ઓને પણ પાર્ટી આપવાની છે.એ આવજો ભાઇ,આવજો બેન,ને જરા જલ્દી કરજો હોં.

અમિત? હા,હા,જરૂર આવજો

અલ્પા:આવજો.

અમિત,અલ્પા હાથ પકડી સાથે નાચે છે

‘તાક ધિનાધિન…તાક્ ધિના ધિન..

“અમે શું છીએ ને તમે શું છો. ભરમ એ બંધ રેવા દો..

સંબંધો આપણા ને ઘરાક ના, અકબંધ રેવા દો….”

અમિત:.(પ્રેક્ષકો સામે જોઇ ને) અને હા.આપના માથી કોઇ ને પણ આટલો સસ્તો ફલેટ લેવો હોય તો જરૂર પધારશો હોં!!આપ બધાને સ્પેશ્યલ વળતર આપવામાં આવશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

                                                 નીલમ દોશી.

 

7 Responses to “ફલેટ લેવો છે?”

  1. amitpisavadiya Says:

    આ અમિતભૈ તો ભાઇરે હો !!! મળવુ પડશે… :)

    સરસ નાટક…
    અભિનંદન…

  2. nilam doshi Says:

    અમિત,આ અમિત ની જેમ તારી ફલેટ વેચવાની કોઇ સ્કીમ નથી ને?
    મારા લખાણનુ પ્રિય નામ વરસોથી અમિત રહ્યું છે.જે તારી જાણ માટે.

    અમિતને નવા વરસે જલ્દી જલ્દી.. મનમીત મળે એ શુભેચ્છા.

  3. Amit pisavadiya Says:

    ના એવી કોઇ સ્કીમ હાલ તો નથી હો :)

  4. chetu Says:

    This amit is very nice guy..ek sidha sada -bhola bhala ladka..!!!

  5. કુણાલ Says:

    સરસ મજાની સ્કીટ નીલમબેન… :)

  6. પ્રતીક નાયક Says:

    આરે આ વાંચી ને તો મને આ નટક કરવાનુ મન થઈ ગયું, કેમ કુણાલ !!! કઈં યાદ આવ્યું કે નહિ ?

  7. Gaurav From Jamnagar. Says:

    very good.

Leave a Reply