યૌવનની દહેલીજે પગ મૂકતા અનિમાના મગજનો પારો સાતમા આસમાને પહોચી ગયો હોય તેવું દરેક મમ્મીની જેમ નિરાલી..તેની મમ્મી પણ અનુભવી રહી હતી.આ અલ્લડ છોકરીને કહેવું શું?ઘરથી કોલેજ અને કોલેજથી ઘર..એ તો જૂના જમાનાની વાતો થઇ ગઇ.હવે તો ઘરથી કોલેજ..એ વાત તો સાચી પણ પછી… કોલેજ થી કયાં?એ તો કોઇ ન કહી શકે.મિત્રો.ની સંગાથે તેની દુનિયા ઝૂમતી રહેતી.
અને મમ્મી કંઇ પણ કહેતી..તો જવાબ હાજર જ હોય!!!”મોમ,એ તને સમજ ન પડે!!!” અને બધી મમ્મીઓની જેમ નિરાલી પણ મજબૂર બનીને…પોતાની અણસમજને અને દીકરીના સમજના ભંડારને જોઇ રહેતી.!!!રસોઇ શીખવી કે ઘરનું કોઇ કામ શીખવું એ બધુ હવે જૂનવાણી ગણાતું હતું તેમની દુનિયામાં!!!
અને અચાનક આ દીકરીએ એક દિવસ આવી ને મોમ ને કહ્યું,”મોમ,be happy….મેં તારું કહેવું માની ને કૂકીંગ શીખવાનું નક્કી કર્યું છે.હવે તો ખુશને?નાઉ નો કચકચ હો!!!!”
નિરાલી આશ્ર્વર્ય અને આઘાતથી જોઇ એટલે કે સાંભળી રહી!! આ શું તેની પુત્રી બોલે છે?તેને રસોઇ શીખવી છે?અહો!!! આશ્ર્વર્યમ્!!!!!
“અરે,મોમ,આમ બાઘાની જેમ મારી સામે જોઇ શું રહી છે?ખુશ થવાને બદલે????અને હું એકલી નહીં..મારી ફ્રેંડ આસિમા…will also join me.મોમ,કાલે અમે બધા વિચારતા હતા…કે કદાચ..મે બી….અમારા લગ્ન એબ્રોર્ડમાં થાય તો…then…we have to learn cooking..right?
Oh!! તો વાત આમ છે??આણે કોઇ પરદેશી છોકરો શોધી લીધો છે કે શું?નિરાલી વધુ વિચારમાં અને ચિંતામાં પડી ગઇ.!!!
”અરે,મોમ,મને તો હતું કે કુકીંગ શીખવાની મારી વાત સાંભળીને તું ખુશીથી ઉછળી પડીશ!!!તારી રોજની કચકચ હતી ને કે મને કંઇ આવડતુ નથી…ને હું કંઇ શીખતી નથી!!!..અને આજે સામેથી કહુ છું તો યે….તમારા બધાનું મમ્મીઓનું આ જ દુ:ખ!!!!કોઇ વાતને એપ્રીસીએટ કરો જ નહી!!!અરે,મોમ,…હવે તું જોઇ લેજે મારો સપાટો..રસોઇમાં!!!!”
અને બેદિવસમાં તો અનિમા અને આસિમાનો સપાટો જોઇને નિરાલી તો ખરેખર હેબતાઇ જ ગઇ.ઘરમાં સત્યના પ્રયોગોને બદલે રસોઇના પ્રયોગો શરૂ થયા હતા!!!એક તરફ તરલા દલાલની રેસીપીના પુસ્તકોનો ઢગલો થયો..બીજી બાજુ એમાં લખેલી વસ્તુઓ અને જાતજાતના ને ભાતભાતના મસાલાઓના પેકેટ ખડકાણા!!!નિરાલી નો કરિયાણાવાળો તો ખુશખુશાલ થઇ ગયો.
અને અનિમા..આસિમા સાદા દાળભાત.શાક થોડા બનાવે?શરૂઆત તો જાતજાતની વાનગીઓ..પંજાબી,,ચાઇનીઝ કે વેરાયટીઓથી થઇ.!!!અને એ બન્યા પછી..કે ખાધા પછી યે ખબર ન પડે કે આ શું બન્યુ હતું કે શું ખાધું?અમેરિકન ચોપ્સી ઇંડીયન બની હોય…કે કોર્ન સૂપ ખાટો મીઠો બન્યો હોય!!!ગમે તે બની શકે!!!આખરે દીકરીઓ શીખતી હતી..તે જ મહત્વનું હતું ને?તમે કોઇ વાચકો યે પાછા જૂનવાણી મમ્મીઓની જેમ વાન્ધા વચકા ન કાઢતા!!!
અને બંને હોનહાર દીકરીઓના હાથે ખતરાભરેલ અખતરાઓ થતા ગયા…કાચની પ્લેટો કે ગ્લાસ તૂટતા ગયા!! એ તો ઠીક છે,,નવા આવશે!!! શીખવું હોય તો એવું બધુ તો ચાલતું જ રહે ને!!!!અને પુસ્તકના પાનાઓ ક્યારેક ફરી જતા…તો બનાવવી શરૂકરેલ વાનગી ને બદલે અંતે કોઇ નવી ડીશનો આવિષ્કાર થઇ જતો!!!નિરાલી કયારેક ન રહેવાય ત્યારે રસોડામાં આવવાનો પ્રયત્ન કરે ત્યાં અનિમા ચોખ્ખી ના સુણાવી દેતી,”નો,મોમ…તું કે તારી સલાહો…નો એલાઉડ હો!! અમને self dependent થવા દે.પ્લીઝ માથે ઉભીને કચકચ નહીં હો!!!
નિરાલે કેમ કહે કે તું self dependent થઇશ ત્યાં સુધીમાં અમે ડોકટરના કે પછી કરિયાણાવાળાના બીલના dependent થઇ જશું.!!!! અને મ્યુઝીક વિના રસોઇના આવા અઘરા પ્રયોગો થોડા થઇ શકે?અને વેસ્ટર્ન મ્યુઝીકના હાઇ વોલ્યુમથી કંટાળી નિરાઅલી તો રસોડા તરફ ફરકી પણ નહોતી શકતી!!!પુલાવના ચોખા ઢોસા બનાવવામાં કે ઢોસાના ચોખાનો પુલાવ બનતો!!!દહીવડા તુવેરની દાળના યે બની શકે..એ અનિમાની મૌલિક શોધ હતી!! કયારેક લોટ માં પાણી વધારે પડી જતું કે કયારેક પાણી માં લોટ વધુ થઇ જતો!!! અવી સામાન્ય ભુલો તો શીખતી વખતે થતી રહે એ તો સ્વાભાવિક જ છે ને?બાકી ખાંડને બદલે મીઠું કે મીઠાને બદલે ખાંડ.. એકંઇ મોટી વાત તો ન જ ગણાયને?અને આકારને મહત્વ તો નવી પેઢી આપતી જ નથી ને?રોટલી ગોળ ખાવ કે ચોરસ કે કોઇ પણ બિનભૌમિતિક આકારમાં!! શું ફરક પડે?અંતે તો કટકા કરી ને જ ખાવાની છે ને?અનિમાની અદભુત દલીલો નો નિરાલી પાસે કોઇ જવાબ નહોતો.
અલબત..એકવાર નિરાલી થી રહેવાયું નહીં(જૂનવાણી મમ્મીઓની આ જ મોટી તકલીફ!!!)..એટલે દીકરીના પ્રયોગોથી થાકી ને એકવાર નિરાલીએ પ્રેમથી તેને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો,:,”બેટા.લાવ,હું બનાવું ….અને તમે બંને જુઓ…કેમ બને છે તે….”
અને તે સાંભલી પુત્રી વીફરી,”બસ,મોમ.તારી આ જ તકલીફ છે!! બીજાની મમ્મીઓ કેવું પ્રોત્સાહન આપે…. જયારે તું તો…..!!! બસ મને તારી આ વાત બિલકુલ પસંદ નથી!!! નિરાલી દીકરીની ગુસ્સાથી ગભરાઇને કહે,”ઠીક..તમને જેમ કરવું હોય તેમ કરો…હું તો જરા…….”
પણ અનિમા તો અસિમાનો હાથ પકડી રસોડાની બહાર જ નીકળી ગઇ(કદાચ બહાર નીકળવાના કારણની….બહાનાની જ રાહ જોતી હતી!!!)”મોમ,મારો બધો મૂડ ખરાબ થઇ ગયો…!!જા..મારે શીખવું જ નથી ને!! તને શાંતિ બસ….!!!તેં મારો આખો મૂડ ચોપટ કરી નાખ્યો..શીખવાની મારી બધી હોંશ પર તેં પાણી ફેરવી દીધું.કેટલા ઉત્સાહથી હું બધુ બનાવતી હતી!!!હવે આવા મૂડમાં કંઇ શીખી કેમ શકાય?જવાદે…બનાવ તું તારે!!!મને તારે શીખવાજ નથી દેવું ત્યાં શું થાય?તું જીતી…હું હારી..બસ?”
અને ધમધમાટ કરતી બંને બહેનપણીઓ મૂડ ઠીક કરવા થીયેટરમાં ઉપડી ગઇ!!!!!
અને જીતેલ(!!!) નિરાલી….વેરવિખેર રસોડામાં વેરણછેરણ પડેલા દાળ ચોખા ને મસાલા ની વચ્ચે ચિત્રવત્ દયામણી નજરે જોતી ઉભી રહી ગઇ!!!!!
નીલમ દોશી.
એકવીસમી સદીમાં સિત્તેર પગલા પાતાળમાં !!
vah saras vaat
mane maari dikarinaa ane nanai benona cooking samayni vaato yaada aavi gayi…
વાહ સુરેશદાદા, છગ્ગો ફટકાર્યો હો !!!
Neelamben,
shu kahie tamne tame darek maane
temani potani ane dikrioni safar sunder rite karavi
abhar
હાય! જો મને પણ દીકરી હોત તો કદાચ આવો અનુભવ થયો હોત! બચી ગઈ.
khub maja aavi vanchva ni… PAN BADHI DIKRI O AAVI NATHI HOTI HO K..hhahaaa.. shu kahevu chhe aunty..barabar ne.. lol/..:-)
yes, badhi dikario aavi nathi hoti…u r right dhwani
સરસ આલેખન અને સાચુ પણ્
nice one…… aunty !!
i think …….it’s not happen mostly in indian family ?!!
sooo don’t worry ……….
NO એકવીસમી સદીમાં સિત્તેર પગલા પાતાળમાં !!
just trying to WALK ‘only’ with male with only yours support, guide and love.
AAJKAL DAREKMMAI AV NATHI HOTI J CHOKARIONE SARI SHALA AAPE
UPARTHI CHOARIOONE BHADKAVANU KAM KARE CHE.
from,
B.B.RANA
A.E.E.(PROD)ONGC.LTD,
THANK YOU…….. AUNTY!!!!!!!!!!!!!!!!!!
YOUR IDEAS ARE BEST FOR EVERYONE……….
we have also tried to learn by our selves in the company of friends but at that time there was no reciepy book so we need our mom”s help..
but Yes today i went through my teen age.
મમ્મીનો આકાશ જેટલો વિશાળ પ્રેમ એક દયામણી અને લાચાર નોકરાણી બની ગયો અને કાળ્જાનો કટકો હાઈપ્રોફાઈલ્ડ ચાઈલ્ડ નિષ્ઠુર સ્વચ્છંદ ભૌતિકવાદ અપહરણ કરી ગયો, વાહ રે સ્વાર્થ, હવે એ બેટીને કોણ છોડાવ્શે અને એ મમ્મીના આસું જે સુકાઈને ચિંતામાંથી ચીતા બની ગયા, ખબર પણ ના રહી આપણા સ્વાર્થ કયારે આપણુ ગળુ દબાવશે એની રાહ જુઓ……!! (અત્યોચ્ચ અને અત્યોત્તમ લઘુ આયોપ્નર)
I enjoyed it. Gopi is also trying to cook some simple recipes.
સુંદર આલેખન દી …દરેક પ્રકારની સંવેદના અને ભાવાભિવ્યક્તિ આલેખવામાં આપનો જવાબ નથી ..!! સલામ ..!!
Really Nice. Me and my mummy was always in kitchen and talking and sharing everything with each other. She teach me to do “kangri” on Ghughra when she was making roti. And now I am going to do it to all relatives home
….
How to cook, how to save gas and how to manage time when cooking, she teach me very well. And now it’s really useful to me when I am handling home and job both.
Thanks to Maa.
nice one!!!!!!!!!!!!!!!
gud one yaar..
mummy ni sathe na juna divaso taja thay gaya
eni sathe rasoda ma thati duniya akhi ni vaat ane e vaat ne vaat ma rasoi badi jati,,, kyarek rasoi karta karta tv jova jati reti ane rotli badi jay tyare mumy no e mitho thapko haju pan yaad ave che,
marraige pachi mummy mate nu maan ane prem bane vadhi gaya che ,, a kevi rite akha family handle kare che e have samjay che ,,
heads of to my and every mom
love you very much mom
Sent from my iPhone http://www.paramujas.wordpress.com Nilam doshi