મૌન ઘૂઘવાટ…

ઉછળતા તરંગો પર…                                                          
કેટકેટલું સવાર છે…!!!!
પુષ્પ કે દીવા રૂપે,પડિયામાં
ગંગાના નીરમાં વહેતી મૂકેલ
કોઇની શ્રધ્ધા.કોઇનો વિશ્વાસ..
ઉછળતી લાગણીઓ કે
બોલતું એક મૌન…
આ મોજા એને લઇ જ્શે કયાં?
કોને પહોચાડશે?કયાં ઠાલવશે?
 સદીઓનો ઇતિહાસ લઇને
વહેતા વણથંભ્યા આ નીરનો
મૌન ઘૂઘવાટ….
ને ચિત્ત આખ્ખું યે ઝળહળ ઝળહળ…!!!!

                           નીલમ દોશી.

બે દિવસ પહેલાં રિષિકેષમાં ગંગાના કિનારે સાંજે પાણી માં તરતા મૂકેલ દીપ અને પુષ્પ ભરેલ પડિયા જોઇને તાત્કાલીક સ્ફૂરેલ શબ્દો કોઇ એડીટીંગ વિના…

Leave a Comment