પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

એક… December 7, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 5:56 pm

શ્વાસ સૌ અક્ષર થઇ ચિતરાય તો
એક તારું નામ ત્યાં પ્રગટી ઉઠે
ખળભળે ને ઝરમરે એ જળ બધા
યાદ થઇ ને આંખથી વરસી ઉઠે
હું ભુલાયું નામ છું ,પરવા નથી
મન હવાના પાલવે ફરકી ઉઠે
હો ભલેને દ્વાર સઘળા બંધ પણ…
રે સુગન્ધો સામટી રેલી ઉઠે..
જો સંબંધો પાંપણે ઝૂલી રહ્યા
એક ટહુકો આવતા કોળી ઉઠે.

                       લતા હીરાણી.