રિમઝીમ મોટી થઇ ગઇ છે!!!!

શ્યામલ ઘેર આવ્યો..અને આજે તો સૌમ્યા બરાબર વીફરી.!!
”તને ખબર છે શ્યામલ,આપણી રિમઝીમ આજે કેવડી થઇ ગઇ?અને હજુ સુધી આપણે તેને વિશે કંઇ ગંભીરતાથી વિચાર્યું સુધ્ધા નથી!!!”
“અરે,એમાં ગંભીરતાથી વિચારવાનું છે શું?રિમઝીમ હજુ એવડી મોટી કયાં થઇ ગઇ છે?”

“તે તને નાની લાગે છે?now this is high time to think “

“અરે,હજુ તો આપણી પાસે ઘણો સમય છે”

“શું ધુળ સમય છે?શોધતા શોધતા યે એકાદ વરસ નીકળી જશે…અને પાછી કેટલી તૈયારીઓ કરવાની છે?ખબર છે?”
“બધું થઇ જશે…તું નકામી ચિંતા કરે છે”

:તુ તો થઇ જશે..થઇ જશે…બસ બોલ્યા કરે છે!! જાણે આ કંઇ સહેલી વાત હોય!!!!!!”

કદાચ આ બધા સંવાદ સાંભળી ને ..ના,વાંચી ને તમને કોઇ ને સ્વાભાવિક જ પ્રશ્ન થાય..કે પછી એવી છાપ ઉભી થાય કે આ બિચારી રિમઝીમ 25-30 વરસની થઇ ગઇ હશે…અને હજુ બેનબાનું ઠેકાણં નથી પડયુ લાગતું!!તમે કોઇ એવી ગેરસમજ કરો …અને કોઇ કદાચ સહાનુભૂતિથી ઠેકાણા શોધવા મંડી પડો તો… એ પહેલા જ એક ચોખવટ કરી દઉં..નકામા તમે બધા હેરાન થાવ!! અને એકવાર હેરાન થાવ તો બીજી વાર વળી મારો લેખ વંચવાની તકલીફ ન લો તો!!!???એ મને થોડુ પોષાય?એના કરતા વાતનો ફોડ પાડી દેવો સારો!!! સોરી..ગાડી જરા આડે પાટે ચડી ગઇ!!!આમેય મારી ગાડી ને એવી ટેવ…કુટેવ હમણાં પડી ગઇ છે એવું મને યે લાગે તો છે જ!!!

હં તો આપણી..આ નાનકડી નાયિકા રિમઝીમ ખરેખર નાનકડી જ છે!!!ફૂલ બનવાની વાત તો દૂર રહી…આ નાનકડી કળી તો હજુ ઉઘડી પણ નથી!!!જોકે એની મમ્મી સૌમ્યાના મતે તો એ મોટી થઇ ગઇ છે…કેમકે ચાર દિવસ પહેલાં જ એનો પહેલો જન્મદિવસ ઉજવાઇ ગયો છે!!!

યસ, રિમઝીમ પૂરા એક વરસની થઇ ગ ઇ છે!!!!અને આ બધી ધમાલ સારો મુરતિયો શોધવાની નહીં…પણ સારી સ્કૂલ…અર્થાત્ પ્લે સ્કૂલ શોધવાની છે.કેમકે એડમીશન ની મોસમ હવે બાળક એકાદ વરસનું થાય ત્યાં શરૂ થઇ જાય છે.
અને તેથી પા પા પગલી ભરતી રિમઝીમ ને નોકરબાઇ પાસે મૂકી…સૌમ્યાએ ગાડી લઇ ને સારી પ્લે સ્કૂલ શોધવાનું મહાન અભિયાન ચાલુ કરી દીધું.

બે ચાર જગ્યાએ થોડો સંતોષ થતા(વાતો સાંભળી ને તો સારું જ લાગ્યું!!!!)એડમીશના ના ફોર્મ પણ સારી એવી ફી ભરી ને લઇ આવી.બાળકના ભવિષ્યનો સવાલ હોય ત્યાં બાંધછોડ થોડી કરાય?શ્યામલ્ને ઓફિસના કામમાંથી સમય ન મળતા..આ આખા પ્રોજેકટની જવાબદારી બિચારી સૌમ્યા એકલી પર આવી ગઇ.!!!

ફોર્મ તો લઇ આવી..પણ હવે?એમાં માગેલી નાની નાની સંખ્યાબંધ વિગતોમાં તેને કંઇ સમજાયું નહીં.

તે ફોર્મ ની ખાલી થૉડી વિગતો નમૂના તરીકે આપણે જોઇએ.

 “તમારા બાળકની રુચિ શેમાં છે?.તેનો અભિગમ કઇ તરફ છે?તેની આદતો કઇ કઇ છે?તેનું વલણ કેવું છે?તે કો- ઓપરેટીવ છે કે નહીં?અને બીજી એવી કેટલાયે સંજોગો આપ્યા હતા…કે આવા સંજોગો હોય કે આવે ત્યારે તમારું બાળક કેવી રીતે વર્તન કરે છે?કેવી રીતે રીએકટ કરે છે?………”

જેમ ફોર્મ અઘરું તેમ તે સ્કૂલ વધારે સારી…એવી માન્યતા હશે કદાચ.!!

હવે 1 વરસની રીમઝીમના તો શું સૌમ્યાને તો પોતાના અભિગમની યે પૂરી ખબર નથી પડતી!!!પોતે કયારે કેવું વર્તન કરશે તે યે નથી સમજાતું!!!ખેર!!

એનો અર્થ એ કે સ્કૂલ બાળકનો કેટલો ખ્યાલ અત્યારથી રાખે છે.!!! બધી જગ્યાએ તેને કેવામાં આવ્યુ હતું કે તેઓ બાળ મનોવિજ્ઞાન નો અભ્યાસ કરી તે પ્રમાણે વૈજ્ઞાનિક એપ્રોચથી બાળકનું ઘડતર કરે છે!!!!
ખેર!!પણ હવે આ ફોર્મ ભરવાનુ કરવું શું?જો ફોર્મ ભરવામાં ભૂલ થાય તો..એડમીશન કેન્સલ થાય ને રિમઝીમના ભવિષ્યનું શું થાય? પણ ના, એ માટે યે સૌમ્યાએ મૂંઝાવાની જરૂર કયાં હતી?

સ્કૂલના સંચાલકોએ આવા મા,બાપ માટે ઉકેલ વિચારીને ફોર્મ ભરતા શીખવાના કલાસ પણ ચાલુ કર્યા જ હતા!!!!વાલીઓને તકલીફ પડવી ન જોઇએ!!!!અને સૌમ્યાને ફોર્મ ભરવાના કલાસમાં એડમીશન મળી ગયું!!(દુનિયા ઝૂકતી હૈ..ઝૂકાનેવાલા ચાહિએ..આ કહેવત યાદ આવે છે ને?મને યે આવે છે!)

અને સૌમ્યા આમતો હોશિયાર હતી!!પણ છતાં ફોર્મ ભરવાની તેને એટલી બધી અલગ અલગ રીતો શીખડાવવામાં આવી કે તે પણ ગૂંચવાઇ ગઇ.!!!સહેલું શીખડાવે તો તો કલાસની જરૂર નહોતી…એવું તો ન જ લાગવું જોઇએ ને?ખેર!! આખરે ફોર્મ ભરવાનો એ મહાન કોર્ષ તેણે સફળતા પૂર્વક પૂરો કરી અભિમન્યુનો પહેલો કોઠો તો પસાર કરી લીધો.!!!અને હવે બીજી ફકત છ કોઠા જ રહ્યા!!!!

અને તમારી અને મારી..આપણા બધાની દુઆથી તે એ કોઠા પણ સફળતાથી પૂરા કરી શકશે એની મને શ્રધ્ધા છે.ભઇ બાળકના ભવિષ્યનો સવાલ છે!!!અને મમ્મી જયારે આટલી બધી મહેનત કરી ..દોડધામ કરતી હતી…દીકરીની ઉજ્જવળ ભાવિ માટે ત્યારે રિમઝીમ બિચારી નાદાન….આ બધાથી અજાણ ..રમવામાં મશગૂલ હતી!!!!

અને એડમીશનના કોઠા પાર પડયા પછી થોડું બધુ પુરૂ થઇ જવાનુ હતું?આ તો શરૂઆત હતી!!! આગે આગે તો હજુ ઘણુ બાકી હતું!!તેની પ્લે સ્કૂલના એ રસપ્રદ અનુભવોની કયારેક વાત!!!!!

ઇતિ…સ્કૂલ અભિયાને પ્રથમ: અધ્યાય સમાપ્તમ્ !!!!

બાય ધ વે…આપનું કોઇનું બાળક એકાદ વરસનું થઇ ગયું હોય તો જરૂરથી મળશો.મેં પણ હમણાં પ્લે સ્કૂલ ચાલુ કરી છે.અને સાથે ફોર્મ ભરવતા શીખવાના કલાસ પણ!!!!અને આ લેખ વાંચનાર પાસેથી કોઇ ફી નહીં લેવામાં આવે!!! આટલું વાંચીને સહન કર્યું તે જ ઘણું છે!!!!

                          નીલમ દોશી.

8 Comments

  1. 1
    nalu Says:

    very interesting.bahu maja avi.Keep it up.

  2. 2

    ઠીક છે !!! સરનામુ નોંધી જ રાખ્યુ છે !!! ( વખત આવ્યે કામ લાગે ને ) :)

    બાળકની સ્કુલ એડમીશનની વાત્યુમાંથી સરસ હાસ્યરસ બનાવ્યો…
    અભિનંદન …

  3. 3

    અમિત,શું છે આ બધુ?પહેલા કવિયત્રી વહુ નુ બૂકિંગ અને હવે તું તો આગળ વધ્યો હો?ઓકે..ઓકે…તારી પ્રગતિથી ખુશ છીએ.પણ બહુ ઝડપી પ્રગતિ સારી નહીં હો!!!!

  4. 4
    સુરેશ જાની Says:

    અલ્યા અમિત ! તારે તો કોઇ બીજા જ ક્લાસ ભરવા જવું જોઇએ! જયવતીબેન કાજીના ક્લાસ ઠીક રહેશે.
    નીલમબેન તમારી કલમમાં તાકાત છે. અમારા સદભાગ્ય કે તમે નેટ જગતમાં આવ્યા અને અમને આ લાભ મળે છે. અમિતને આ સંદેશો પહોંચાડજો.

  5. 5
    ashalata Says:

    Neelamben,
    Tamari kalamni takatni to ame maja
    maniye chhiye sathe sathe apna NET
    Mitroni nokjok ni to kya kahena!
    ABHAR

  6. 6
    Lata Hirani Says:

    કોંગ્રેચ્યુલેશન્સ નીલમબહેન, તમે હવે હાસ્યલેખિકા બનવા તરફ જેટ ગતિથી આગળ વધી રહ્યા છો… અમારાં જડબાંનું શું થશે ??

  7. 7

    પછી આ રીમઝીમને એડમીશન ક્યાં અને કેવી રીતે મળ્યું?
    School Interview ના ક્લાસ પણ ભરવા પડ્યા હશેને?! :-)
    આ રીમઝીમની વાર્તાને આગળ ચલાવતા રહેજો આંટી…
    મઝા આવે છે…

  8. 8

    એ નાનકી
    મારા તો મોટા થઈ ગયા. તેમના પણ મોટા થઈ ગયા. થોડા વખત પહેલા મળ્યા હોત તો અમીતની જેમ સરનામુ નોંધી લીધુ હોત.
    સોરી.

RSS Feed for this entry

Leave a Comment