કવિયિત્રી વહુ જોઇએ છે?

અભિષેક અને તેની મમ્મી..બંને ને સાહિત્યનો થોડો શોખ હતો.અને તેમાં ભૂલથી એકાદ વાર એક આડા અવળા મેગેઝીનમાં તેમની કવિતા છપાઇ ગઇ.પછી તો મા દીકરો બંને જાણે મોટા કવિ બની ગયા હોય તેમ જ વાતો કરે.

અને હવે તો અભિષેક માટે છોકરી જોવા જાય ત્યાં પણ પહેલો પ્રશ્ન એ જ પૂછે,”કવિતા કે એવું કંઇ આવડે છે?વાત જાણે એમ છે કે અમારા ઘરમાં અમે બંને..મા –દીકરો રહ્યા કવિ,એટલે સ્વાભાવિક જ એમ થાય કે વહુ ને પણ થોડી ઘણી કવિતાની સૂઝ હોય તો જ અમને ફાવે.

અને આ ધૂનમાં ને ધૂન માં તેમણે કેટલીયે સારી સારી છોકરીઓને “નાપાસ” કરી નાખી.અને હવે તો નાત માં વાત ફેલાઇ ગઇ કે તેમને કવિતા લખી શકે તેવી જ છોકરી જોઇએ છીએ.આમ પૈસે ટકે બધી રીતે ઘર..છોકરો બધું સારું હતું.પણ..આ કવિતાની ધૂને કયાંય મેળ નહોતો પડતો.

પણ…અંતે એય મેળ પડી ગયો.જ્યારે શ્રીલેખાએ કહ્યું કે તેને તો સામાન્ય વાત પણ કવિતા સિવાય કરવી ફાવતી જ નથી!!!!

ચાલો માણીએ તેની કવિતામય દિનચર્યા!!

શ્રીલેખા પરણીને સાસરે આવી.સવારે ઉઠીને પતિને ઉઠાડતા તે કહે,

”:હાય અભિ,
તું ઉઠેગા કભી?

ચા તૈયાર છે,નાસ્તો તૈયાર છે
ઉઠવામાં હવે શાની વાર છે?”

અને અભિ ખુશખુશાલ!!! તે ઉઠી ને નાસ્તો કરી ને નહાવા જાય અને થોડીવાર થાય ત્યાં રૂપાની ઘંટડીની જેમ એકાદ કવિતા(??) આવે ચડે..

”સ્વામી.રાહ જોઇ રહું તમારી
મુખડુ જોવાને દર્પણ તૈયાર છે”

અને તેનો અભિ તૈયાર થઇ ને લેખા સામે જરા સ્મિત કરે ત્યાં તો…

”તમારા એક સ્મિતના અમે કાયલ છીએ
સાજન,તમારાથી અમે સદા ઘાયલ છીએ”

અને અભિ બિચારો “કાયલ’ એટલે શું?એ સમજવાના ફાંફા માર્યા કરે.મનમાં તો ઘણું થાય કે આને હવે કવિતાની ના પાડી દઉ…કે માવડી,સાદી અને સમજાય તેવી ભાષામાં વાત કર.પણ…..કહી પણ કેમ શકાય?

અભિ ઓફિસે જવા નીકળે ત્યાં એકાદ લીટી ફટકારી જ દે

”આવજો કહ્યું ન કહ્યું અને એ ચાલી ગયા,
પાલવ અમારો છોડી..એ સિધાવી ગયા
અશ્રુભીની આંખ અમારી કરી ગયા…”

અને અભિ બિચારો ઉભી પૂંછડીએ ભાગ્યો.
ત્યાં અંદરથી સાસુની બૂમ સંભળાય,

”બેટા,અભિ ગયો કે?અંદર આવતી રહે”

અને સાસુને લ્હાવો ન આપે એવું થોડુ ચાલે? એ પણ કવિયત્રિ હતાને?એની સાથે સીધા શબ્દોમાં બિચારી શ્રીલેખા વાત કેમ કરે?સાસુ ને યે તે એક પંક્તિ ફટકારી જ દે.

”અંદર શું કે બહાર શું?
સાજન વિના સૂનુ આ આંગણુ
લાગે સદા અમને અળખામણું”

શાક સુધારી ને જરા બેઠી હતી ત્યાં અંદરથી સાસુજીએ પૂછયું,

”બેટા,શું કરે છે?”

તરત જવાબ મળ્યો,

”મમ્મીજી,સુધાર્યું છે મેં શાક
ઉતારુ છું હવે એનો થાક”

સવારે પાણી બરાબર આવ્યું હતું કે? અને સાસુજીના પૂછવાની જ રાહ જોતી હોય તેમ શ્રી કહે,

”પાણી કે વાણી ની આ ધારમાં
હું રહી ગઇ એકલી મઝધારમાં”

બપોરે સાસુ બીતા બીતાકહે,”બેટા,થોડી વાર સુઇ જાવ

” ”ઉંઘ નથી મારી આંખમાં
ચેન નથી મારા મન માં
ટાળો ટાળો તોય આવે મને કંટાળો”

સાંજે તૈયાર થઇને પતિદેવની રાહ જુએ આ પંક્તિ સાથે…

”સોળ શણગાર સજી,
કરું પ્રતીક્ષા વાલમની
આંખમાં આંજી આંજણ
કરું પ્રતીક્ષા સાજનની”

પછી ભોળપણથી પૂછે,

”મમ્મીજી.કવિતા બરાબર છે ને?તમારા ઘરને લાયક હું છું ને?”

મમ્મીજી બિચારા મૌન!!!

અને અભિ આવે કે તરત તાજી પંક્તિ સાથે ….

”તમે પધાર્યા.નૈન થી નૈન મળ્યા
પ્રિયતમને પગલે ..મુજ હ્રદયને ચેન મળ્યા”

સાંજે બંને ફરવા જાય…

ઓહ! સાંજની આ સુંદર વેળા છે
આપણે બંને અહીં ભેળા છે”

ઘેર આવે અને સાસુજી ને કહે,

”મમ્મીજી,આવી ગયા અમે
આંગણે પગલા  નવા ફરીથી પાડીએ”

રાત્રે સૂવા જાય અને સાસુજીને ગુડનાઇટ ને બદલે કહેશે..

”મમ્મીજી,દિવસ આજનો લો,પૂરો થયો
કલ સુબહ ફિર મિલતે હૈં નવી રચનાકે સાથ”

અને…અને બે દિવસમાં તો મા- દીકરો બંને એવા થાકી ગયા કવિતાથી કે બંને એ વહુને સોરી કહી દીધું.!!!!

અને શ્રીલેખા જે બંને ને પાઠ ભણાવવા માગતી હતી તે ભણાવી લીધો.એટલે પોતાના મૂળ સ્વ્રૂપમાં આવી ગઇ. હજુ આજે યે શ્રીલેખા કયારેક સાસુજી ને હસતા હસતા પૂછે છે,

”મમ્મી.એકાદ કવિતા…..” પણ..સાસુજી ભડકીને વાક્ય પૂરુ સાંભળ્યા સિવાય ભાગી જાય.

                       નીલમ દોશી.
નોંધ: બાય ધ વે…દોસ્તો,આપનામાંથી કવિતાનો શોખ કોને છે?

16 Comments

  1. 1

    amit,today’s post is for u.all the best.enjoy….u like poems so much ne?so this is for u.say thanks…..

  2. 2

    હાહાહાહા ,
    આભાર.

    બાય ધી વે … લેખ બહુ સરસ.
    લેખમાની કવિતા( શ્રીલેખા )તો ભાઇરે હો !!! વાત જામી !!! :)

  3. 3

    અમિત
    ભુલેચુકે કવિયત્રિ અમી કે ઝરણુ શ્રીલેખની જેમ તો બાજુવાળી બધી પટલાણીઓ વેલણ લઈ ને ઊભી રહી જશે નહી તો ઊભી ઊભી દાંતિયા કાઢશે. આ નાનકીની વાતોમાં ના ફસાતો

  4. 4
    Ajay Patel Says:

    મઝા આવી ગઈ … ખરેખર મન હળવુ થઈ ગયુ…

  5. 5
    Lata hirani Says:

    Ohooooooooooo…..

    Kavita etale shu ????

    Mane Dar Lage Chhe…….

  6. 6
    સુરેશ જાની Says:

    મને યાદ નથી , પણ ઘણા વર્ષો પહેલાં એક પીક્ચર આવ્યું હતું જેમાં સંગીતમાં જ વાત કરતું એક પાત્ર હતું. બધુ જ સંગીતમાં જ બોલવાનું.
    હવે ગુજરાતી બ્લોગોમાં ચાલેલા કવિતાના મોજાં પાછાં વાળવા પડશે !!! નહીં તો લોકો કોમેન્ટો પણ કવિતામાં જ લખવા માંડશે - મારી જેમ ….

    आपने क्या ये कही बात हमें,
    गुगुनाताने ही लगा दिल मेरा !
    अब किसी बात मुझे मिल न रही
    जिसमें ना हो कहीं गजल-नारा !

    आपने याद दिलाया तो मुझे याद आया ….. ट्युन ….

  7. 7
    vijayshah Says:

    ha ha ha ha ha
    mazaa avi gayi

  8. 8
    Jayshree Says:

    વાહ આંટી… મજા આવી ગઇ…
    ખરેખર..
    રેખાના ખૂબસુરત ફિલ્મમાં કદાચ આવું કંઇ હતું ખરું.. બધા કાફિયામા જ વાતો કરે…!!

  9. 9

    રાજકુમાર અને પ્રિયા રાજવંશવાળુ ‘હીર રાંઝા’ પિક્ચર આવ્યું હતુ તેમાં આવી જ રીતે બધા જ સંવાદો કાવ્યમાં હતાં.
    એનું એક ગાયન હતું ‘મિલો ન તુમ તો હમ ગભરાયે મિલો તો આંખ ચુરાયે હમે ક્યા હો ગયા હૈ’

  10. 10
    મીના છેડા Says:

    હાસ્યસભર.

  11. 11

    કવિતાનો શોખ છે એટલે હસતાં હસતાં તમારો લેખ વાંચ્યો ને. મજા આવી ગઈ.
    મેં તો પટલાઈમાં વર્ષો કાઢ્યાં છે એટલે આવાં ઘણાંને મળવાનું થયું છે. હમણાં જ એક બેનને મળવાનું થયું હતું. એમનો એવો આગ્રહ હતો કે એમની ને એમના દીકરાની જન્મ તારીખ એક જ છે એટલે એમને એવી છોકરી જોઈએ છીએ કે જેની જન્મ તારીખ પણ એ જ હોય.
    ચાર વરસથી એ આવી છોકરીની શોધમાં છે. આવતે વરસે કદાચ બાંધછોડ કરે તો નવાઈ નહીં.

  12. 12
    Nayana Says:

    samaj mate udaharan swarup , hasyasabhar lekh. Aabhar!!!

  13. 13

    કવિતાનો શોખ તો મને પણ છે અને હજી કુંવારો પણ છુ. :)

  14. 14

    then all the best..vishalbhai….go ahead…

    જાનમાં લગ્નગીતને બદલે કવિતા ગાતા ગાતા આવીશું……

  15. 15

    ઘણી મજા આવી… સરસ
    કવિતાનો શોખ તો મને પણ છે

  16. 16
    Gira Says:

    I reallly enjoyed it.

RSS Feed for this entry

Leave a Comment