Posted by: nilam doshi | November 9, 2006

મન મોહ્યું…

નહીં ગુલાબમાં કે ન મોગરામાં
મન  મારું મોહ્યું બસ ગલગોટામાં

નહીં અબીલ કે ન ગુલાલમાં
ચોઘડિયું ઉઘડયું બસ કંકુ ચોખામાં

નહીં ભરતી કે ન ઓટમાં
સમંદર છલક્યો બસ મોજામાં

નહીં રાત કે ન દિવસમાં
સમય સર્યો બસ વહેવામાં

નહીં પ્રકાશ કે ન અંધકારમાં
દેખાયું સદા સાંધ્ય ઉજાસમાં

નહીં યુ.એસ.માં કે ન ભારતમાં
શબ્દો શ્વસી રહ્યા સારાયે વિશ્વમાં

નહીં ગીતામાં કે ન કુરાનમાં
ઇશ્વર વસી રહ્યો બસ માનવમાં..

                         નીલમ દોશી.

Responses

વાહ ,
નહીં ગીતામાં કે ન કુરાનમાં
ઇશ્વર વસી રહ્યો બસ માનવમાં..

સુંદર વાત કહી તમે.
સરસ કૃતિ…

નહીં અબીલ કે ન ગુલાલમાં
ચોઘડિયું ઉઘડયું બસ કંકુ ચોખામાં

ગલગોટાનું પ્રતીક ગમ્યું. ઇશ્વર માટે સહજ અને સામાન્ય પૂજાનું પ્રતીક.
કંકુ ચોખા નું મહત્વ ના સમજાયું.

Nilamben,

નહીં ગુલાબમાં કે ન મોગરામાં
મન મારું મોહ્યું બસ ગલગોટામાં

નહીં ભરતી કે ન ઓટમાં
સમંદર છલક્યો બસ મોજામાં

Really Good - Keep It Up.

RAHUL

Leave a response

Your response:

Categories