પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી.. November 6, 2006

Filed under: જરા હસી લઈએ — nilam doshi @ 6:35 am

નોંધ: નવું મૂકવાનો સમય… 6-30a.m.(IST.)

આદર્શ પતિ: હમેશા પડોશણં નો પતિ.

આદર્શ પત્ની: એ પણ પડોશીની જ હોય ને?

 

ઇશ્વર પમાયો… November 6, 2006

નહીં ઘંટનાદમાં કે ન આરતીમાં,
ઇશ્વર મળ્યો બસ અંતરના ઉંડાણમાં

નહીં ગંગામાં કે ન જમનામાં
ઇશ્વર વહી રહ્યો બસ અશ્રુજલમાં
નહીં વાદમાં કે ન વિવાદ માં
ઇશ્વર પમાયો બસ અનુભૂતિમાં

નહીં મંદિરમાં કે ન મસ્જિદમાં
ઇશ્વર વસી રહ્યો બસ માનવમાં

નહીં લેવામાં કે ન દેવામાં
ઇશ્વર શ્વસી રહ્યો બસ હોવામાં

નહીં પથ્થરમાં કે ન મૂર્તિમાં
ઇશ્વર સંતાયો બસ શિશુની આંખમાં
નહીં ગીતમાં કે ન ગઝલમાં
ઇશ્વર છૂપાયો બસ મૌન એહસાસમાં

                                 નીલમ દોશી.