Archive for November, 2006
November 30, 2006
પૃથ્વી ગોળ છે..તેવું તો નાનપણથી ભૂગોળમાં ભણ્યા હતા.અને એની સાબિતિઓ પણ ગોખી ગોખી ને થાકી ગયા હતા.આજે આટલા વરસો પછી એક સાબિતિ ઘેર બેઠા આવી.(ઘેર બેઠા ગંગા ની જેમ ઘેર બેઠા પૃથ્વી ગોળ હોવાની સાબિતિ) ક ઇ રીતે?
લ્યો,તંયે માંડીને વાત કરું… વાત જાણે એમ હતી કે..એકાદ વરસ પહેલાં અમારા એક સંબંધીને મેં તેના જન્મદિવસે એક [...]
Posted in જરા હસી લઈએ, સ્વરચિત કૃતિઓ |
November 29, 2006
રાધા એટલે……
ભીની પાંપણો પર..
થીજી ગયેલ બે અશ્રુબિંદુમાં,
ચળકતી પ્રતીક્ષા……
રાધા એટલે….
બળબળતી બપોરે
ધગધગતા રણમાં
તપેલી રેતીની અખૂટ તરસ…..
રાધા એટલે….
મોરપીંછ સંગાથે
વનરાવનમાં વેરાયેલ ટહુકાથી
વીંધાયેલ વાંસળી….
રાધા એટલે….
પરમ સમીપે પહોંચવાની
ક્રિષ્ણને પામવાની
અદમ્ય અભીપ્સા…..
રાધા એટલે….
પ્રેમપંથની પાવક જવાળામાં
લીલીછમ્મ લાગણીની
ઘેરી અનુભૂતિ….
રાધા એટલે….
કૃષ્ણના
પ્રેમ અને આનંદનો
સહજ,સ્વયંસ્ફૂરીત
એકમાત્ર પર્યાય…..
નીલમ દોશી.
Posted in કાવ્યસંગીત, સ્વરચિત કૃતિઓ |
November 29, 2006
રાધા એટલે……
ભીની પાંપણો પર..
થીજી ગયેલ બે અશ્રુબિંદુમાં,
ચળકતી પ્રતીક્ષા……
રાધા એટલે….
બળબળતી બપોરે
ધગધગતા રણમાં
તપેલી રેતીની અખૂટ તરસ…..
રાધા એટલે….
મોરપીંછ સંગાથે
વનરાવનમાં વેરાયેલ ટહુકાથી
વીંધાયેલ વાંસળી….
રાધા એટલે….
પરમ સમીપે પહોંચવાની
ક્રિષ્ણને પામવાની
અદમ્ય અભીપ્સા…..
રાધા એટલે….
પ્રેમપંથની પાવક જવાળામાં
લીલીછમ્મ લાગણીની
ઘેરી અનુભૂતિ….
રાધા એટલે….
કૃષ્ણના
પ્રેમ અને આનંદનો
સહજ,સ્વયંસ્ફૂરીત
એકમાત્ર પર્યાય…..
નીલમ દોશી.
Posted in કાવ્યસંગીત, સ્વરચિત કૃતિઓ |
November 28, 2006
યુધ્ધો જાહેર કરે છે વડીલો,પણ તેમાં શહીદ થઇ જવાનું હોય છે યુવાનોને!!!
Posted in ગમતાનો ગુલાલ, રત્નકણિકાઓ |
November 28, 2006
મુઠ્ઠી ચણા કે ધાણી
ઝરણાનું મીઠું પાણી!!
ઘેઘુરની ઘટામાં
આઠે પ્રહર ઉજાણી.
રાજેન્દ્ર શુકલ.
Posted in કાવ્યસંગીત, ગમતાનો ગુલાલ |
November 27, 2006
રથયાત્રા,લોકસમૂહ.મહા ધૂમધામ,
ભકતો આળોટી કરે છે પ્રણામ,
પથ માને હું છું દેવ,રથ માને સ્વામી,
મૂર્તિ માને હું છું દેવ,હસે અંતર્યામી.
શ્રી ટાગોર
Posted in ગમતાનો ગુલાલ, રત્નકણિકાઓ |
November 25, 2006
નાનપણથી જ આપણા બાબુભાઇ ખૂબ મહત્વાકાન્ક્ષી!! સ્વપ્નસેવી હતા.અને થોડી મહેનત અને વધુ નશીબે તેમને યારી આપી.અને સાવ સામાન્ય સ્થિતિમાંથી તે આજે એક ઉધ્યોગપતિ બની ચૂકયા હતા અને “ નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ” બની જાય તેમ કાલનો “બાબુડો” આજે બાબુભાઇ શેઠ બની ગયા.અને ધીમે ધીમે પાર્ટીઓ આપતા અને પાર્ટીઓમાં આમંત્રણ મેળવતા પણ થઇ ગયા.થોડી હાઇ [...]
Posted in જરા હસી લઈએ, વાર્તા રે વાર્તા, સ્વરચિત કૃતિઓ |
November 25, 2006
ચોકડી મૂકી
મેં જેના નામ પર,
લોકશાહીમાં
એ ચૂંટાઇ ગયો.
જગન્નાથ રાજયગુરુ
Posted in ગમતાનો ગુલાલ |
November 25, 2006
યુગે યુગે રામાયણ..
યુગે યુગે મહાભારત
યુગે યુગે ધોબીઓ..
યુગે યુગે અગ્નિપરીક્ષાઓ
યુગે યુગે કાં ન રામ?
યુગે યુગે કુંતીઓ
યુગે યુગે દુર્યોધનો
યુગે યુગે શકુનિઓ
યુગે યુગે ધ્રુતરાષ્ટ્રો
યુગે યુગે કાં ન શ્યામ?
યુગ યુગની એજ વ્યથાઓ ને કથાઓ
“સંભવામિ યુગે યુગે”
વચન શું ભૂલી ગયા?
હે રામ!! હે શ્યામ!!
તીર ધનુષ કે ચક્ર સુદર્શન
હવે તો ધરો!!
નીલમ દોશી.
Posted in કાવ્યસંગીત, ગમતાનો ગુલાલ, સ્વરચિત કૃતિઓ |
November 24, 2006
રોકયા રોકાય નહીં
બાંધ્યા બંધાય નહીં
હૈયાના હેત ને
ઝાલ્યા ઝલાય નહીં.
નીલમ દોશી
Posted in કાવ્યસંગીત, ગમતાનો ગુલાલ, સ્વરચિત કૃતિઓ |