ગોડી પૂછે,”ગોડિયા,કોણ ભલેરો દેશ?”
સંપત હોય તો ઘર ભલું,નકર ભલો પરદેશ,”
દેશ કે પરદેશ? October 27, 2006
એક પ્રશ્ન… October 27, 2006
ઇંગ્લેડના રાજા ચાલ્સ બીજાને વિજ્ઞાન માં ઘણો રસ હતો.એના રાજમહેલમાં પોતાની પ્રયોગશાળા હતી.ત્યાં તેની સાથે બીજા ઘણાં વૈજ્ઞાનિકો પણ કામ કરતા. એક દિવસ રાજા એ કહ્યું..,”મારી પાસે એક સવાલ આવ્યો છે..જે હું ઉકેલી શકયો નથી.તમે એ ઉકેલીને મને કહેશો?”
તેમણે કહ્યું કે હું એક વાસણમાં પાણી ભરી,તેમાં જીવતી માછલી નાખું છું તો થોડુ પાણી બહાર આવે છે પણ મરેલી માછલી નાખું છું તો પાણી કેમ બહાર નીકળતું નથી?
બધા વિચાર કરવા લાગ્યા…રાજાએ કહ્યું કે તમને વિચાર કરવા માટે અઠવાડિયાની મુદત આપુ છું.વિચાર કરી ને મને જવાબ કહેશો.” દોસ્તો,આપને વિચાર કરવા માટે કેટલા સમયની જરૂર છે?જવાબની રાહ સાથે….
નીલમ દોશી.
માણવું ગમશે? October 27, 2006
1) એક રાજા કેદીઓથી ભરેલું જહાજ જોવા ગયા.તેણે દરેક કેદીને પૂછ્યું,”તને આ સજા કેમ મળી?” દરેક કેદી એ કહ્યું કે પોતાને ખોટી સજા કરવામાં આવી છે. પરંતુ એક કેદીએ કહ્યું કે,”મને પૈસાની ખૂબ જરૂર હતી..તેથી લાચારીથી મેં ચોરી કરી હતી.તેથી મને સજા મળે તે સ્વાભાવિક છે.” રાજા ચૂપચાપ થોડી વાર તેની સામે જોઇ રહ્યાઅને પછી કહ્યું,”તું એવો ચોર છે…જેને માટે આ બધા નિર્દોષ માણસો વચ્ચે રહેવું યોગ્ય નથી.” કહી તેમણે તેને મુકત કર્યો!!!!!!! સાર કંઇ કહેવા જેવો છે ખરો?
2) એક ધનિક વૃધ્ધાએ સાંભળવાનું યંત્ર લીધું.તે એટલું નાનું હતું કે કોઇની નજરે ન પડે.થોડા દિવસો પછી તે સ્ત્રી દુકાનદાર ને ધન્યવાદ આપવા ગઇ.દુકાનદારે પૂછ્યું,”તમારા ઘરનાને પણ તે પસંદ પડયું ને?” જવાબ મળ્યો,”અરે,એ લોકો ને તો ખબર પણ નથી કે હવે હું સાંભળી શકું છું.તેથી મારી હાજરીમાં પણ એ લોકોની અંગત વાતો ચાલુ હોય છે.જે સાંભળીને આ એક અઠવાડિયામાં મેં ત્રણ વાર મારું વસિયતનામું બદલી નાખ્યું છે.”. !!!
