વિશ્વ ગુજરાતી…

શુભેચ્છાઓનો કૃત્રિમ વરસાદ
અને વહેવારિયા શબ્દોનું વહાલ
ન ખપે મને………
હું તો ઝંખુ “અંતરની વાણી”
કરી “સર્જન સહિયારૂ”
થનગની રહું ભૂલકાઓના “કલરવ” થી
”હાસ્યના દરબાર “થી રહું મલકી,
”રીડ ગુજરાતી” રીડ કરી
”શિવશિવા” ની કરું ઝાંખી
“જયદીપ ના જગત” થી
કરું સહેલ કાશ્મીરની….
”મારું જામનગર “તો રહ્યું સદા પોતીકું
નજરોને” વિશાલ “કરી,
”લયસ્તરો”માં ડૂબકી મારું
”વાત ચીત” કે “સંમેલન” સાથે સંકળાઇ
”અમીઝરણા” માં “ઉર્મિસાગર”થી છલકાઇ
”વિવેક”ની નીરક્ષીર વૃતિ સાથે
”વિજય” પ્રસ્થાન કરી…
“મોરપિચ્છ “નો કરી સંગાથ..
કરું પ્રયત્ન પહોંચવાના સદા…….
”પરમ સમીપે”.
                                         નીલમ દોશી.

11 Comments

  1. 1

    નાનકી,
    તમે તો પૂરેપૂરા વરસી ગયાં ને કાંઈ
    ખૂબ સુંદર રીતે બધાની લિંક આપી દીધી.

  2. 3
    vijayshah Says:

    ગુજરાતી બ્લોગ જગતનાં સક્રીય દરેક બ્લોગ કે જેની લગભગ રોજીંદી મુલાકાત એક સવારની ચાની જેમ હોય છે અને તે કદી નિરાશ પણ નથી કરતી કારણ કે ત્યાં ગુજરાતી ( સમચારો સિવાયનું ) વાંચવા મળી જાય જ છે.
    નિલમબેન મારા મનની વાત કાવ્ય સ્વરુપે રજુ કરવા બદલ આભાર.

    param samipe phaonchi ne khencho am saune param samipe
    bahu sundar nilamben!
    tame mari site http://www.vijayshah.wordpress.com upar
    Dhanyavad

  3. અરે વાહ આંટી! આ વાંચીને મને તો ખૂબ જ મઝા આવી ગઇ…
    નીલાઆંટીએ કહ્યું તેમ… તમે આ નવા વર્ષે ખરેખર વરસી પડ્યા!!
    કાયમ આમ જ વરસતા રહો એવી આશા સાથે અભિનંદન!

  4. 5

    વાહ રે વાહ.
    બહુ સુંદર શબ્દો સજાવ્યા ને કંઇ.
    મજા આવી વાંચીને.

  5. 6
    સુરેશ જાની Says:

    સરસ સમ્મેલન કર્યુ પણ … અમારા ‘પરિચય’ રહી ગયા !!

  6. 7

    સોરી..દાદા,ભૂલાઇ ગયું.લખતી વખતે જે યાદ આવ્યું તે લખાઇ ગયું.કદાચ બીજા પણ ઘણાં રહી ગયા હશે.
    પરિચય વિષે તો આખું અલગ કાવ્ય બની શકે તેમ છે.મુડ આવી જશે ત્યારે લખાઇ જશે.

  7. નવા વરસના નવલા દિને
    નીલમબેને કરી કમાલ
    વરસાવીને હેત અસીમ તમ
    બ્લોગજગતને કરીયું ન્યાલ
    અભિનંદન નીલમબેન….ને અભાર…

  8. 9

    સરસ કાવ્ય…. એક કામ જોકે રહી ગયું… દરેક નામની સાથે લિન્ક જોડી દીધી હોત તો એક જ કવિતામાંથી બધા બ્લોગની બારીઓ ખોલવાનું સરળ બની જાત…

  9. 10
    Jaydeep Says:

    વાહ, નીલમ આન્ટી, ખરેખર મજા પડી ગઈ…

    –જયદીપ

  10. [...] નીલમ આંટીએ ગયા વર્ષે લખેલી ‘વિશ્વગુજરાતી’ નામની એક [...]


RSS Feed for this entry

Leave a Comment